English literature
લેવિસ, ફ્રૅન્ક રેમંડ
લેવિસ, ફ્રૅન્ક રેમંડ (જ. 14 જુલાઈ 1895, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; અ. 14 એપ્રિલ 1998, કેમ્બ્રિજ) : અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક અને વિવેચક. શિક્ષણ કેમ્બ્રિજ ખાતે. ઇમૅન્યુઅલ કૉલેજમાં ઇતિહાસ અને અંગ્રેજી સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઍમ્બુલન્સ વિભાગમાં મદદનીશ તરીકે યુદ્ધમોરચે કામ કરેલું. ઇમૅન્યુઅલ કૉલેજ અને પાછળથી ડાઉનિંગ કૉલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા.…
વધુ વાંચો >લેસિંગ, ડૉરિસ (મે)
લેસિંગ, ડૉરિસ (મે) (જ. 22 ઑક્ટોબર 1919, કર્માનશાહ, ઈરાન) : બ્રિટિશ લેખિકા. વીસમી સદીની સામાજિક અને રાજકીય ઊથલપાથલોમાં કારણભૂત વ્યક્તિઓના જીવનને આલેખતી ઘટનાઓ ઉપર તેમણે ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ લખી છે. તેમના જન્મસમયે પિતા ટેલર બ્રિટિશ લશ્કરમાં કૅપ્ટનનો હોદ્દો ધરાવતા હતા. તેમનો પરિવાર રહોડેશિયા(ઝિમ્બાબ્વે)ના ફાર્મમાં 1924માં રહેવા ગયેલો. 1949માં ડૉરિસ…
વધુ વાંચો >લે’ સ્ટ્રેન્જ રૉજર (સર)
લે’ સ્ટ્રેન્જ રૉજર (સર) (જ. 17 ડિસેમ્બર 1616, હન્સ્ટેન્ટન, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ; અ. 11 ડિસેમ્બર 1704, લંડન) : અંગ્રેજ પત્રકાર અને અનુવાદક. સત્તરમી સદીના ઇંગ્લૅન્ડના અત્યંત ચર્ચાસ્પદ પત્રકાર તરીકે એ સમયના વિવાદોને લગતી પુસ્તિકાઓ તથા પત્રિકાઓ લખીને બહાર પાડી હતી. તેમણે કેટલાક અનુવાદો પણ કર્યા છે. દેશમાંના પ્રજાકીય સ્વાતંત્ર્ય માટેના આંતરવિગ્રહ…
વધુ વાંચો >લૅંગલૅન્ડ, વિલિયમ (ચૌદમી સદી)
લૅંગલૅન્ડ, વિલિયમ (ચૌદમી સદી) : અંગ્રેજ કવિ. મધ્યકાલીન અંગ્રેજી (Middle English) ભાષાના સૌથી મોટા પ્રાસાનુપ્રાસવાળા પ્રતિષ્ઠિત કાવ્ય ‘પિયર્સ પ્લાઉમૅન’ના રચયિતા. લૅંગલૅન્ડના જીવન વિશે આધારભૂત માહિતી મળતી નથી. એવું લાગે છે કે તેઓ લંડનમાં નિવાસ કરતા હશે. ઇંગ્લૅન્ડના વેસ્ટ મિડલૅન્ડના મૅલવર્ન જિલ્લામાં તેઓ રહેતા હોવાનો સંભવ છે. પિતા સ્ટેસી દ રૉકેલ…
વધુ વાંચો >લૉરેન્સ, જીન માર્ગરેટ (વીમ્ઝ)
લૉરેન્સ, જીન માર્ગરેટ (વીમ્ઝ) (જ. 18 જુલાઈ 1926, નિપાવા, મૅનિટોબા, કૅનેડા; અ. 1987) : નવલકથા અને ટૂંકી વાર્તાઓનાં કૅનેડિયન લેખિકા. નૂતન નારીત્વ માટેની ચળવળના પાયાના લેખકો પૈકીનાં એક. મૅનિટોબા યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું. ઇંગ્લૅન્ડ અને આફ્રિકાના પ્રવાસો ખેડેલા. તેમની કેટલીક નવલકથાઓની પશ્ર્ચાદ્ભૂમિકા આ દેશોની મુલાકાત પર નિર્ભર છે. શરૂઆતની કથાઓમાં આફ્રિકા…
વધુ વાંચો >લૉરેન્સ, ડેવિડ હર્બર્ટ
લૉરેન્સ, ડેવિડ હર્બર્ટ (જ. 11 સપ્ટેમ્બર 1885, ઇસ્ટવુડ, નૉટિંગહામશાયર, ઇંગ્લૅન્ડ; અ. 2 માર્ચ 1930, વૅન્સ, એન્તિબ, ફ્રાન્સ) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નિબંધકાર અને ટૂંકી-વાર્તાકાર. ‘લેડી ચૅટર્લીઝ લવર’ (1928) નવલકથા દ્વારા વિશ્વવિખ્યાત. કેટલાક દેશોમાં આ નવલકથાને અશ્ર્લીલ ગણી તેના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવામાં આવેલો. પિતા કોલસાની ખાણમાં કામ કરતા અને માતા…
વધુ વાંચો >લૉવેલ, પર્સિવલ
લૉવેલ, પર્સિવલ (જ. 1855; અ. 1916) : અમેરિકાના એક સારા ગણિતશાસ્ત્રી, ખગોળના જ્ઞાતા, પાણીદાર વક્તા અને તેજસ્વી લેખક. એક જાણીતા ધનાઢ્ય પરિવારમાં જન્મેલા લૉવેલ ખગોળમાં શોખ ધરાવતા હતા. મુખ્યત્વે તેમને મંગળ પરની નહેરોના પ્રખર હિમાયતી તરીકે યાદ કરવામાં આવે છે. તેમને ગ્રહોનાં સંશોધનોમાં ઘણો રસ હતો અને ખાસ તો મંગળ…
વધુ વાંચો >લૉવેલ, રૉબર્ટ
લૉવેલ, રૉબર્ટ (જ. 1 માર્ચ 1917, બૉસ્ટન; અ. 12 સપ્ટેમ્બર 1977, ન્યૂયૉર્ક) : અમેરિકન કવિ, નાટ્યકાર, નિબંધકાર અને અનુવાદક. તેમણે મુખ્યત્વે માનવી સામેના મહત્વના પડકારો અને મૂંઝવનારા પ્રશ્ર્નો તેમનાં કાવ્યોમાં વણી લીધા છે. લૉવેલનું બાળપણ બૉસ્ટનમાં પસાર થયું. તેમનાં માતાપિતા ન્યૂ ઇંગ્લૅન્ડના પ્રતિષ્ઠિત ખાનદાનનાં સંતાન હતાં. તેમણે શિક્ષણ હાર્વર્ડમાં અને…
વધુ વાંચો >લૉંગફેલો, હેન્રી વર્ડ્ઝવર્થ
લૉંગફેલો, હેન્રી વર્ડ્ઝવર્થ (જ. 27 ફેબ્રુઆરી 1807, પૉર્ટલૅન્ડ, મેઇન, યુ.એસ.; અ. 24 માર્ચ 1882, કૅમ્બ્રિજ, મૅસૅચૂસેટ્સ) : અમેરિકન કવિ. પિતા વકીલ હતા. નાનપણથી જ તેમને રમતગમતમાં ઓછો રસ હતો, પણ વાચન માટેનો ઊંડો શોખ અને રુચિ હતાં. 1822માં બોડન (Bowdoin) કૉલેજમાં જોડાઈ ત્યાંથી સ્નાતકની ઉપાધિ મેળવી અને ત્યાં જ આધુનિક…
વધુ વાંચો >વર્ડ્ઝવર્થ, વિલિયમ
વર્ડ્ઝવર્થ, વિલિયમ (જ. 7 એપ્રિલ 1770, કોકરમાઉથ, કમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 23 એપ્રિલ 1850, ગ્રાસમિયર, વેસ્ટમોરલૅન્ડ) : અંગ્રેજ રોમૅન્ટિક કવિ; ઇંગ્લૅન્ડના રાજકવિ (1843-50). તેમનાં ‘લિરિકલ બૅલડ્ઝ’ (1798) દ્વારા ઇંગ્લૅન્ડમાં કવિતામાં રોમૅન્ટિક આંદોલનની શરૂઆત થઈ. પિતા જૉન વર્ડ્ઝવર્થ વેપાર-ધંધામાં એજન્ટ હતા, પાછળથી અર્લ ઑવ્ લૉન્સડૅલના મંત્રી તરીકે સેવા આપેલી. કાપડના વેપારીની પુત્રી…
વધુ વાંચો >