English literature

ડિટેક્ટિવ સ્ટોરી

ડિટેક્ટિવ સ્ટોરી : ગુનાશોધનને લગતી કથા. તે એક કથાસ્વરૂપ છે. એમાં મૂંઝવતો અપરાધ અને એની શોધ માટે અનેક ચાવીઓ અથવા તો સૂચક બીનાઓનું વર્ણન હોય છે. એમાં ગુનાશોધક (detective) એ સમસ્યાનો ઉકેલ આપે છે. મહદંશે આવી કથાઓમાં હત્યાનો અપરાધ હોય છે અને એમાં સૂચવાયેલી કડીઓ કોઈક વાર સમસ્યાના ઉકેલ તરફ…

વધુ વાંચો >

ડિથિરૅમ્બ

ડિથિરૅમ્બ : ગ્રીક પરંપરાના સ્તોત્રનું સમૂહગાન. તેનો ઉદભવ ઈ. સ. પૂ. આશરે સાતમી સદીમાં થયો મનાય છે અને પછી તેમાં ત્રણસોએક વર્ષ સુધી ઉત્તરોત્તર ફેરફાર થતા રહ્યા. જનસમાજના શ્રમિક વર્ગો ખાસ કરીને કૃષિકારો લણણીના સમય દરમિયાન ડાયોનિસસનું આરાધન કરતા. દેવ ડાયોનિસસની યજ્ઞવેદીની પ્રદક્ષિણા કરતું નર્તકવૃંદ જનસમાજના હર્ષોલ્લાસ અને રંગરાગના દેવનું…

વધુ વાંચો >

ડિલન, બૉબ – (Bob Dylan)

ડિલન, બૉબ – (Bob Dylan) (જ. 24 મે 1941, દુલૂઠ, મિનેસોટા, યુ.એસ.) : 2016નો સાહિત્ય વિભાગનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકાના ગીતકાર, ગાયક, કલાકાર અને લેખક. તેમણે અમેરિકાના લોકસંગીત ઉપરાંત ઈસાઈ અને પૉપ સંગીતમાં સારી નામના મેળવી છે. તેમનાં દાદા-દાદી યુક્રેનથી અમેરિકા આવ્યાં હતાં. તેમના પૂર્વજો તુર્કીના યહૂદી હતા. તેમનાં નાના-નાની…

વધુ વાંચો >

ડિવાઇન કૉમેડી, ધ

ડિવાઇન કૉમેડી, ધ : ઇટાલિયન કવિ ડૅન્ટી ઍલિગિરી(1265–1321)નું રચેલું વિશ્વસાહિત્યનું મહાકાવ્ય. 14000 પંક્તિનું આ કાવ્ય નરકલોક, શુદ્ધિલોક અને સ્વર્લોક નામક ત્રણ ખંડ તથા 100 સર્ગમાં વહેંચાયેલું છે. 1300થી 1320 દરમિયાન પોતાના આયુના ઉત્તરાર્ધમાં કવિએ આ કાવ્ય આરંભ્યું અને પૂરું કર્યું. કાવ્યનાયક તરીકે કવિ પોતે હોઈ, કેટલાકને મતે આ પરંપરાગત મહાકાવ્ય…

વધુ વાંચો >

ડીફો, ડેનિયલ

ડીફો, ડેનિયલ (જ. 1660, લંડન; અ. 24 એપ્રિલ 1731) : અંગ્રેજ નવલકથાકાર. સાવ મધ્યમ કુટુંબમાં જન્મ. પિતા ખાટકીનો ધંધો કરતા હતા. વડીલોની ઇચ્છા એમને પાદરી બનાવવાની હોવાથી એમણે ધાર્મિક સંસ્થામાં તાલીમ લીધી હતી; પણ ડૅનિયલને સમજાઈ ગયું કે એ પદ તેને માટે નથી. એ શિક્ષણ પણ આછું-પાતળું પામ્યા, પરદેશમાં પ્રવાસ…

વધુ વાંચો >

ડૂમ્ઝડે બુક

ડૂમ્ઝડે બુક : વિલિયમ-1, ધ કૉન્કરરના 1086ના આદેશાનુસાર ઇંગ્લૅન્ડની જમીન-જાયદાદની માપણી અને તેના મૂલ્યનિર્ધારણના દફતરની મૂળ હસ્તપ્રત. અસલ હસ્તપ્રતને બે દળદાર ગ્રંથોમાં બાંધીને લંડનની ચાન્સરી લેઇનમાં આવેલી જાહેર દફતર કચેરી(Public Record Office)ના સંગ્રહમાં જાળવવામાં આવેલ છે. અંગ્રેજ પ્રજાના ઇતિહાસની શરૂઆતના આધારબિંદુ સમો આ દસ્તાવેજ ઇંગ્લૅન્ડના ઍંગ્લોનૉર્મન સમયના અભ્યાસીઓ માટે સવિશેષ…

વધુ વાંચો >

ડેઇલી મેઇલ

ડેઇલી મેઇલ : બ્રિટનનું સવારનું લોકપ્રિય અંગ્રેજી દૈનિક વર્તમાનપત્ર. તે લંડનથી પ્રસિદ્ધ થાય છે. આલ્ફ્રેડ હાર્મ્સવર્થે (જે પાછળથી વાઇકાઉન્ટ નૉર્થક્લિફ કહેવાયા) 1896માં તેની સ્થાપના કરેલી. અત્યાર સુધી બ્રિટિશ પત્રોમાં  સ્થાનિક સમાચાર પર વિશેષ ધ્યાન અપાતું. ‘ડેઇલી મેઇલે’ તેનો  વ્યાપ વિસ્તાર્યો. તેમાં પરદેશોની નોંધપાત્ર ઘટનાઓને આવરી લેવાનો પ્રયાસ થયો. એ સમયમાં…

વધુ વાંચો >

ડેઉસ એક્સ મૅક્નિ

ડેઉસ એક્સ મૅક્નિ : નાટ્યસંદર્ભમાં વપરાતા મૂળ ગ્રીક શબ્દસમૂહનું લૅટિન ભાષાંતર. તેનો શબ્દાર્થ થાય ‘યંત્રમાંથી અવતરતા દેવ’. તાત્વિક રીતે જોતાં નાટ્યવસ્તુનો વિકાસ સાધવા કે સમાપન માટે કોઈ કૃત્રિમ તરકીબ (device) પ્રયોજવામાં આવે અથવા કોઈ નાટ્યબાહ્ય પરિબળ કે તત્વ તરફથી કોઈ અણધાર્યો કે અસંભવિત હસ્તક્ષેપ કરવામાં આવે તેને આ રીતે ઓળખવામાં…

વધુ વાંચો >

ડેથ ઑવ્ અ સેલ્સમૅન

ડેથ ઑવ્ અ સેલ્સમૅન (1949) : અમેરિકન લેખક આર્થર મિલરનું નાટક. પ્રથમ વાર ભજવાયું અને પ્રકાશન પામ્યું કે તરત જ વિવેચકો તરફથી તેને સહજ આવકાર સાંપડ્યો. ન્યૂયૉર્ક સિટીના મૉરોસ્કો થિયેટરમાં તેના 742 પ્રયોગો થયા અને પુલિત્ઝર પ્રાઇઝ તેમજ ન્યૂયૉર્ક ડ્રામા ક્રિટિક્સ સર્કલ ઍવૉર્ડ એમ  બંને ઇનામોનું તે વિજેતા બન્યું. નાટ્યવસ્તુના…

વધુ વાંચો >

ડૅવિડસન, જૉન

ડૅવિડસન, જૉન (જ. 11 એપ્રિલ 1857, ગ્લાસગો નજીક, સ્કૉટલૅન્ડ; અ. 23 માર્ચ 1909, લંડન) : આંગ્લ કવિ. પિતા ઍલેક્ઝાન્ડર ડૅવિડસન સ્કૉટલૅન્ડમાં ખ્રિસ્તી ઇવૅન્જેલિકલ સંપ્રદાયના પાદરી હતા. તેમનું જીવન ખૂબ જ સંઘર્ષપૂર્ણ અને અકિંચન હતું. માત્ર તેર વર્ષની વયથી આજીવિકા માટેનો સંઘર્ષ કરતાં કરતાં ભણવાના પ્રયત્નો કરવા માંડ્યા. છેવટે એક વરસ…

વધુ વાંચો >