English literature
કોટ્ઝી, જ્હૉન મૅક્સવેલ
કોટ્ઝી, જ્હૉન મૅક્સવેલ (જ. 9 ફેબ્રુઆરી 1940, કેપ ટાઉન, સાઉથ આફ્રિકા) : નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, અનુવાદક અને ભાષાશાસ્ત્રી. 2003ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારથી વિભૂષિત. તેમના પર સેમ્યુઅલ બૅકેટ, ફૉર્ડ મેડૉક્સ ફૉર્ડ, ફ્યૉદૉર દૉસ્તૉયેવસ્કી, ડેનિયલ ડેફો, ફ્રાન્ક કાફ્કા અને ઝિગ્ન્યુ હર્બર્ટ જેવા સાહિત્યકારોની અસર સ્પષ્ટ વરતાય છે. પિતા વકીલ હતા. માતા…
વધુ વાંચો >કૉનરૅડ જોસેફ
કૉનરૅડ, જોસેફ (જ. 3 ડિસેમ્બર 1857, બર્ડાચેવ, પોલૅન્ડ; અ. 3 ઑગસ્ટ 1924, ઓસ્વાલ્ડ્ઝ, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : નવલકથાકાર. તેમનું મૂળ નામ જોઝેફ થિયોડોર કૉનરૅડ નેલેઝ કૉઝેન્યોવ્સ્કી. તેમના પિતા એપૉલો કૉઝેન્યોવ્સ્કી કવિ, અનુવાદક, ઉત્સાહી દેશભક્ત અને સિક્રેટ પોલિશ નૅશનલ કમિટીના સદસ્ય હતા. કમિટીના નેતૃત્વ હેઠળના બળવામાં ભાગ નહિ લેવા છતાં રશિયનો દ્વારા…
વધુ વાંચો >કૉન્સ્યાન્સ હેન્ડ્રિક
કૉન્સ્યાન્સ, હેન્ડ્રિક (જ. 3 ડિસેમ્બર 1812, ઍન્ટવર્પ; અ. 10 સપ્ટેમ્બર 1883, બ્રસેલ્સ) : બેલ્જિયમના રોમૅન્ટિક નવલકથાકાર. ફ્લેમિશ નવલકથાના ઊગમ અને વિકાસમાં એમના ફાળાને લીધે એમ કહેવાયું કે એમણે લોકોને વાંચતાં શીખવ્યું. પિતા ફ્રેન્ચ, માતા ફ્લૅમિશ. માતાના અવસાન (1820) બાદ, પિતા સાથે નગરના કોટવિસ્તારની બહાર રહેવા ગયા ત્યારે પ્રકૃતિના સાન્નિધ્યની મજા…
વધુ વાંચો >કૉરિયોલેનસ
કૉરિયોલેનસ : શેક્સપિયરના ઉત્તરકાલીન સર્જનમાં ‘કૉરિયોલેનસ’ની ગણના સમર્થ નાટ્યકૃતિ તરીકેની છે. વૉલ્સાઈ સામેના યુદ્ધ દરમિયાન કૉરિયોલીના ઘેરા વખતે કેઇયસ મારસિયસે અપ્રતિમ વીરત્વ દાખવ્યું અને તેની અટક ‘કૉરિયોલેનસ’ પરંપરાગત રીતે સ્વીકૃતિ પામી. રોમના આ ગર્વિષ્ઠ ઉમરાવે અછતના કાળમાં કાયર એવા સામાન્ય નાગરિકોને અનાજ આપવાનો ઇન્કાર કર્યો, આથી લોક-અદાલતે પ્રજાને તેની વિરુદ્ધ…
વધુ વાંચો >કોરેલી મેરી
કોરેલી, મેરી (જ. 1 મે 1855, લંડન; અ. 21 એપ્રિલ 1924, સ્ટ્રેટફર્ડ-અપૉન-એવન, ઇગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. મૂળ નામ મેરી મૅકે. કોરેલી તખલ્લુસ. વિક્ટોરિયન યુગના પાછળના ચરણમાં, મધ્યમ વર્ગના અનેક વાચકો ઉપર એમની કલમે કામણ કર્યું હતું. સંગીતનો પાકો અભ્યાસ કર્યા બાદ 30 વર્ષની વયે એમણે પ્રથમ નવલકથા, ‘એ રોમાન્સ ઑવ્…
વધુ વાંચો >કોલરિજ સૅમ્યુઅલ ટેલર
કોલરિજ, સૅમ્યુઅલ ટેલર (જ. 21 ઑક્ટોબર 1772, ઓટરી, ડેવનશાયર; અ. 25 જુલાઈ 1834, હાઇગેટ, મિડલસેક્સ, ઇગ્લૅન્ડ) : સુપ્રસિદ્ધ અંગ્રેજ કવિ, વિવેચક અને ફિલસૂફ. પિતા દેવળના પાદરી. માતાપિતાનું તેરમું અને છેલ્લું સંતાન. પિતાના અવસાન બાદ લંડનની પ્રાથમિક શાળામાં અને ત્યાર પછી ‘ક્રાઇસ્ટ હૉસ્પિટલ’ની શાળામાં, ચાર્લ્સ લૅમ્બ અને લી હન્ટ સાથે અભ્યાસ…
વધુ વાંચો >કૉલિન્સ વિલિયમ વિલ્કી
કૉલિન્સ, વિલિયમ વિલ્કી (જ. 8 જાન્યુઆરી 1824, લંડન; અ. 23 સપ્ટેમ્બર 1889, લંડન) : અંગ્રેજી નવલકથાકાર. લૅન્ડસ્કેપ ચિત્રકાર વિલિયમ કૉલિન્સના મોટા પુત્ર. પિતાના મિત્ર અને તેમના માનસપિતા ડેવિડ વિલ્કીના નામ પરથી તેમનું નામકરણ થયું. શરૂઆતનાં વર્ષો લંડનની ખાનગી શાળાઓમાં શિક્ષણ લીધું. 1836થી 1838 દરમિયાન પરિવાર સાથે ઇટલી ગયા. ત્યાં ઉપયોગી…
વધુ વાંચો >ક્રિસ્ટી, ડેમ ઍગાથા (મૅરી ક્લૅરિસા)
ક્રિસ્ટી, ડેમ ઍગાથા (મૅરી ક્લૅરિસા) (જ. 15 સપ્ટેમ્બર 1890, ટોર્કી, ડેવન; અ. 12 જાન્યુઆરી 1976, વેલિંગફૉર્ડ) : ડિટેક્ટિવ નવલકથાઓનાં આંગ્લ લેખિકા. અમેરિકન પિતા અને અંગ્રેજ માતા સાથે મધ્યમવર્ગીય પરિવારમાં અને શાંત વાતાવરણમાં શૈશવ વીત્યું. પૅરિસમાં તેમણે ખાનગી રાહે શિક્ષણ મેળવ્યું. 1914માં આર્કિબાલ્ડ ક્રિસ્ટી સાથે લગ્ન કર્યું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ટોર્કીની…
વધુ વાંચો >ક્રેન, સ્ટીફન
ક્રેન, સ્ટીફન (જ. 1 નવેમ્બર 1871, નેવાર્ક, ન્યૂ જર્સી, યુ.એસ.; અ. 5 જૂન 1900, બેડનવીલર બેડન, જર્મની) : અમેરિકન નવલકથાકાર, કવિ અને ટૂંકી-વાર્તાકાર. પિતા મેથડિસ્ટ પાદરી. શાળાનો અભ્યાસ પૂરો કરીને, ન્યૂયૉર્ક જઈને તેમણે પ્રથમ ‘ટ્રિબ્યૂન’માં અને ત્યાર બાદ ‘હૅરલ્ડ’માં સેવા આપી. ત્યાર બાદ 1893માં તેમણે પ્રથમ નવલકથા ‘મૅગી, અ ગર્લ…
વધુ વાંચો >ક્રેન હાર્ટ (હૅરલ્ડ)
ક્રેન, હાર્ટ (હૅરલ્ડ) (જ. 21 જુલાઈ 1899, ઓહાયો; અ. 27 એપ્રિલ 1932, ન્યૂયૉર્ક) : અમેરિકન કવિ. તેમનું મોટા ભાગનું જીવન ન્યૂયૉર્ક શહેરમાં વ્યતીત થયું હતું. માતાપિતાના દુ:ખી લગ્નજીવનનો તેમને ઊંડો ખેદ હતો. દારૂની આદત અને ન્યૂયૉર્ક શહેરની મોંઘવારીએ તેમના જીવનને ડહોળી નાખ્યું હતું. 33 વર્ષની યુવાનવયે તેમણે સમુદ્રમાં ઝંપલાવી જીવનનો…
વધુ વાંચો >