Education

માવળંકર, પુરુષોત્તમ ગણેશ

માવળંકર, પુરુષોત્તમ ગણેશ (જ. 3 ઑગસ્ટ 1928, અમદાવાદ) : જાણીતા સમાજસેવક, કેળવણીકાર અને નીડર સાંસદ. પિતા ગણેશ વાસુદેવ માવળંકર સ્વાતંત્ર્યસેનાની, અગ્રણી ધારાશાસ્ત્રી, ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ તથા રાષ્ટ્રકુટુંબના પ્રથમ ભારતીય અધ્યક્ષ તરીકે ભારતમાં અને ભારત બહાર જાણીતા બનેલા. માતા સુશીલા સ્વાતંત્ર્યસેનાની હોવા ઉપરાંત લોકસભાનાં પૂર્વસભ્ય હતાં. ‘પી. જી.’ અથવા ‘અણ્ણાસાહેબ’…

વધુ વાંચો >

મોડક, તારાબહેન

મોડક, તારાબહેન (જ. 19 એપ્રિલ 1892, મુંબઈ; અ. 31 ઑગસ્ટ 1973, કોસબાડ, મહારાષ્ટ્ર) : ભારતમાં મૉન્ટેસોરી પદ્ધતિ અને બાળશિક્ષણનો પાયો નાખનાર એક અગ્રણી કેળવણીકાર, બાળસાહિત્યલેખિકા અને ગિજુભાઈ બધેકાનાં સાથી. પિતા સદાશિવરાવ; માતા ઉમાબાઈ. તેઓ બંને પ્રાર્થના સમાજમાં જોડાયેલાં અને સામાજિક સેવામાં પ્રવૃત્ત રહેતાં. બાળપણ ઇન્દોરમાં. તારાબહેન 1909માં મૅટ્રિક થયાં. ત્યારપછી…

વધુ વાંચો >

મૉન્ટેસોરી, મેરિયા

મૉન્ટેસોરી, મેરિયા (જ. 31 ઑગસ્ટ 1870; ચિમારાવિલ, ઇટાલી; અ. 6 ડિસેમ્બર 1952, નૂરવિક-ઑન-સી, નેધર્લૅન્ડ્ઝ) : બાલકેળવણી-ક્ષેત્રે નવી બાલોચિત પદ્ધતિ આપનાર પ્રસિદ્ધ કેળવણીકાર. ઇટાલીનાં તે પહેલા મહિલા ડૉક્ટર હતાં જેમણે રોમની યુનિવર્સિટીમાંથી ડૉક્ટરની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. રોમ યુનિવર્સિટીના મનશ્ચિકિત્સા (psychiatric) ક્લિનિકમાં મદદનીશ ફિઝિશિયન તરીકે કામ કરતાં તેમને શિક્ષણમાં રસ ઉત્પન્ન…

વધુ વાંચો >

યંગ, માઇકલ યંગ, બૅરન (ઑવ્ ડાર્ટિંગ્ટન)

યંગ, માઇકલ યંગ, બૅરન (ઑવ્ ડાર્ટિંગ્ટન) (જ. 1915) : બ્રિટિશ શિક્ષણશાસ્ત્રી. તેમણે લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો; પછી ગ્રે’ઝ ઇન ખાતે બૅરિસ્ટરની તાલીમ લીધી. 1953માં તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કમ્યૂનિટી સ્ટડીઝના નિયામક નિમાયા. 1965માં કન્ઝ્યુમર્સ ઍસોસિયેશનના પહેલા અધ્યક્ષ અને પછી પ્રમુખ તરીકે તેમણે કાર્યભાર સંભાળ્યો. ત્રીજા વિશ્વમાં દૂરવર્તી શિક્ષણ-પ્રક્રિયાનો વિકાસ કરવામાં તેઓ…

વધુ વાંચો >

યેલ યુનિવર્સિટી

યેલ યુનિવર્સિટી : અમેરિકાની ત્રીજી સૌથી પ્રાચીન યુનિવર્સિટી. 1701માં તેની સ્થાપના ‘કૉંગ્રેશનલ મિનિસ્ટર’ના જૂથે કનેક્ટિકટ ખાતે ‘કૉલેજિયેટ સ્કૂલ’ તરીકે કરી હતી. હાર્વર્ડ ખાતે ધાર્મિક વિચારસરણી પ્રત્યે દર્શાવાતી સહાનુભૂતિથી નારાજ થયેલા પ્યૂરિટન નેતા કૉટન મૅથરે એલિડ્ડુ યૅલ નામના ધનાઢ્ય બ્રિટિશ વેપારીને આ નવી સંસ્થા માટે દાન કરવા પ્રેર્યા. તેમની દાનની રકમના…

વધુ વાંચો >

રાધાકૃષ્ણન્, સર્વપલ્લી (ડૉ.)

રાધાકૃષ્ણન્, સર્વપલ્લી (ડૉ.) (જ. 5 સપ્ટેમ્બર 1888, તિરુતાની, તામિલનાડુ; અ. 16 એપ્રિલ 1975, ચેન્નાઈ) : આજન્મ શિક્ષક, સર્વતોમુખી પ્રતિભા ધરાવતા મેધાવી ચિંતક, રાજનીતિજ્ઞ અને ભારતના રાષ્ટ્રપ્રમુખ. પિતા વીર સામટ્યા તહેસીલદાર હતા અને તેઓ તેમનું બીજું સંતાન હતા. આઠ વર્ષની વય સુધી વતન તિરુતાનીમાં વસવાટ કર્યો અને બાદમાં તિરુપતિમાં અભ્યાસ કર્યો.…

વધુ વાંચો >

રાય, (ડૉ.) નિહારરંજન મહેન્દ્રરાય

રાય, (ડૉ.) નિહારરંજન મહેન્દ્રરાય (જ. 1903 કાહેન, જિ. મૈમનસિંગ, બાંગ્લાદેશ; અ. 30 ઑગસ્ટ 1981) : કલાસૌંદર્યના ઉપાસક, ઇતિહાસ અને સાહિત્યક્ષેત્રના એક પ્રતિભાવંત વિદ્યાપુરુષ. બ્રાહ્મોસમાજના પ્રતિષ્ઠિત બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા મહેન્દ્રરાય એક આદર્શ શિક્ષક અને બંગભંગ તથા સ્વદેશીની ચળવળના રંગે રંગાયેલા. પિતાનો સ્વદેશપ્રેમનો વારસો પુત્રે જાળવ્યો. અનુશીલન સમિતિમાં અને ક્રાંતિકારી દળ…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા

રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા : જુઓ નૅશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન

વધુ વાંચો >

રિચર્ડ્ઝ, આઇવર આર્મસ્ટ્રૉંગ

રિચર્ડ્ઝ, આઇવર આર્મસ્ટ્રૉંગ (જ. 26 ફેબ્રુઆરી 1893, સૅન્ડબૅચ, ચેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 7 સપ્ટેમ્બર 1979, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર) : આંગ્લ વિવેચક, કવિ અને વિદ્વાન શિક્ષક. કાવ્યવાચનની નવી રીતિ વિકસાવવામાં તેઓ અત્યંત પ્રભાવક પરિબળ બની રહ્યા અને તેમના અભિગમના પરિણામે ‘ન્યૂ ક્રિટિસિઝમ’ એટલે કે નવ્ય વિવેચનાની સંકલ્પના પ્રચલિત બની. તેઓ મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હતા.…

વધુ વાંચો >

લક્ષ્મીબાઈ કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, ગ્વાલિયર

લક્ષ્મીબાઈ કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, ગ્વાલિયર : એશિયા ખંડની મોટામાં મોટી શારીરિક શિક્ષણની તાલીમ સંસ્થા. આ સંસ્થાની શરૂઆત ઑગસ્ટ 1957માં ગ્વાલિયરમાં થઈ હતી. એટલે કે જ્યારે ભારતમાં 1857માં થયેલ ‘સ્વાતંત્ર્ય-સંગ્રામ’ની શતાબ્દીની ઉજવણી થતી હતી તે સમયે આ સંસ્થા સ્થપાઈ હતી. ભારતનાં મહાન વીરાંગના મહારાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું અને…

વધુ વાંચો >