Drama

ભોજક, ચીમનલાલ ભૂધરભાઈ

ભોજક, ચીમનલાલ ભૂધરભાઈ (જ. 1872, વડનગર; અ. 1932, ભાવનગર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર ભજવનાર કુશળ કલાકાર. બાલ્ય વયમાં જ પિતાનું અવસાન થયું. વ્યવસાયી રંગભૂમિ અંગે તાલીમ મેળવ્યા પછી વાઘજી આશારામ ઓઝાની ‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’માં જોડાયા. વાઘજી આશારામ- રચિત‘ત્રિવિક્રમ’(1893)માં સૂરજબા તથા ‘ચંદ્રહાસ’(1894)માં વિષયાની ભૂમિકાથી તેમણે સ્ત્રી-પાઠ ભજવવાનો પ્રારંભ…

વધુ વાંચો >

ભોજક, જયશંકર ‘સુંદરી’

ભોજક, જયશંકર ‘સુંદરી’ (જ. 30 જાન્યુઆરી 1889, ઊંઢાઈ; અ. 22 જાન્યુઆરી 1975, વિસનગર) : જૂની ગુજરાતી રંગભૂમિમાં નારીપાત્ર ભજવતા વિખ્યાત અભિનેતા અને દિગ્દર્શક. માતાનું નામ કૃષ્ણા. વિસનગરના શ્રીમાળી ભોજકોમાં પ્રસિદ્ધ ગાયક ત્રિભોવનદાસ એમના દાદા હતા. નાની વયમાં દાદાની સાથે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયું અને તેની ઘેરી અસર પડી. પછી નાટકનું ઘેલું…

વધુ વાંચો >

ભોજક, દલસુખરામ વસ્તારામ

ભોજક, દલસુખરામ વસ્તારામ (જ. 1864, સોખડા, તા. વિજાપુર; અ. 1945) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કલાકાર અને સંગીતકાર. એમના બંધુ ચેલારામ પાસેથી પખવાજ, સારંગી તથા જયશંકર ‘સુંદરી’ના દાદા ત્રિભોવનદાસ પાસેથી ગાયન તેમજ સારંગી, બીન અને પખવાજ વગેરેના વાદનની તાલીમ લીધી. ધ્રુપદ ધમાર અને ખ્યાલની ઉચ્ચ કક્ષાની તાલીમ પણ મેળવી. પિતાનું અવસાન…

વધુ વાંચો >

ભોજક, ભોગીલાલ કાળીદાસ (‘માલતી’)

ભોજક, ભોગીલાલ કાળીદાસ (‘માલતી’) (જ. વડનગર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર કુશળ રીતે રજૂ કરનારા અભિનેતા. અક્ષરજ્ઞાન અલ્પ. વિવિધ નાટ્યસંસ્થાઓમાં નાટ્યકળાની તાલીમ પ્રાપ્ત કર્યા પછી 1914માં પ્યારેલાલ વિઠ્ઠલદાસ મહેતાની સંસ્થા ‘શ્રી વિદ્યાવિનોદ નાટક સમાજ’માં જોડાયા. કવિ-ચિત્રકાર-સંગીતકાર ફૂલચંદ ઝવેરચંદ શાહરચિત ‘માલતીમાધવ’ નાટકમાં ‘માલતી’ની ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવવા બદલ નાટ્યજગતમાં તેઓ ‘માલતી’…

વધુ વાંચો >

મડિયા, કાન્તિલાલ મોહનલાલ

મડિયા, કાન્તિલાલ મોહનલાલ (જ. 3 જુલાઈ 1932, લાઠી) : નવી ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક અને લેખક. લાઠીમાં  દેશી નાટકમંડળીઓ દ્વારા ભજવાતાં ‘કાદુ મકરાણી’ અને ‘વીર રામવાળો’ જેવાં નાટકોમાંથી પ્રેરણા લઈ કાન્તિ મડિયા હાથમાં લાકડી લઈ ગામની શેરીમાં છોકરાં ભેગાં કરી ‘કાદુ મકરાણી’ જેવાં નાટકો ભજવતા. નાટકના એ પહેલ-વહેલા સંસ્કાર. 10–12…

વધુ વાંચો >

મડિયા, ચુનીલાલ કાળિદાસ

મડિયા, ચુનીલાલ કાળિદાસ (જ. 12 ઑગસ્ટ 1922, ધોરાજી, જિ. રાજકોટ; અ. 29 ડિસેમ્બર 1968, અમદાવાદ) : પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ : ‘અખો રૂપેરો’, ‘કલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચિ’. વતન : ધોરાજી (સૌરાષ્ટ્ર). પિતાજીનો વ્યવસાય ધીરધારનો. 1939માં ધોરાજીની હાઈસ્કૂલમાંથી મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. 1939થી 1944 સુધી અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑવ્ કૉમર્સમાં અભ્યાસ…

વધુ વાંચો >

મણિલાલ ‘પાગલ’

મણિલાલ ‘પાગલ’ (જ. 1889, ત્રાપજ, ભાવનગર; અ. 11 ફેબ્રુઆરી 1966) : વ્યવસાયી રંગભૂમિના નાટ્યકાર. આખું નામ મણિલાલ ત્રિભોવનદાસ ત્રિવેદી. ત્રાપજના વતની. તેમણે ગુજરાતી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. એ સમય દરમિયાન પિતાને વ્યવસાયમાં ખોટ આવતાં તેમને જીવનનિર્વાહ માટે મુંબઈમાં એક વીશીમાં પિરસણિયાનું કામ સ્વીકારવું પડ્યું. જાણીતા નટ-નાટ્યકાર મૂળજી આશારામે…

વધુ વાંચો >

મતકરી, રત્નાકર

મતકરી, રત્નાકર (જ. 17 નવેમ્બર 1938, મુંબઈ) : મરાઠીના અગ્રણી સાહિત્યકાર, નાટ્યદિગ્દર્શક તથા રંગમંચ-કલાકાર. પિતાનું નામ રામકૃષ્ણ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. અર્થશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ 2૦ વર્ષ સુધી બૅંક ઑવ્ ઇન્ડિયામાં સેવા આપી. તે જ અરસામાં બાલનાટ્યના ક્ષેત્રે લેખનકાર્યની શરૂઆત કરી અને ત્યારબાદ નાટકો, વાર્તા,…

વધુ વાંચો >

મદીરા

મદીરા (1967) : ગ્રીક નાટ્યકાર યુરિપિડીઝના ‘મિડિયા’ નાટક (ઈ.પૂ. 431)નું ચન્દ્રવદન મહેતાએ કરેલું ગુજરાતી રૂપાંતર. ‘મિડિયા’ નાટક નાયિકાપ્રધાન કરુણાન્ત કૃતિ છે. તેમાં પ્રેમમાં સાંપડેલી હતાશા-નિષ્ફળતા વેરવૃત્તિનું કેવું ભયંકર રૂપ ધારણ કરે છે તેનું કલાત્મક આલેખન છે. રાજકુમાર જેસન પોતે જ્યાં આશ્રિત તરીકે રહે છે તે કૉરિન્થના રાજા ક્રેયૉનની પુત્રી ગ્લૉસીને…

વધુ વાંચો >

મધર કરેજ ઍન્ડ હર ચિલ્ડ્રન

મધર કરેજ ઍન્ડ હર ચિલ્ડ્રન (1936) : જર્મન નાટ્યકાર અને નાટ્યવિદ બર્ટોલ્ટ બ્રેખ્ટ(1898–1956)નું ખૂબ અગત્યનું નાટક. વાત સત્તરમી સદીના યુદ્ધકાળની. 3 સંતાનો; પણ એમના પિતા જુદા જુદા. આ સ્ત્રી ત્રણેયને લઈને યુદ્ધમોરચે જતા સૈનિકોની પાછળ પાછળ રેંકડો લઈને ફરે, એમને ઉપયોગી માલ વેચી ગુજરાન ચલાવે છે. બે સંતાનો તો એમાં…

વધુ વાંચો >