Drama

નાયક, અમૃત કેશવ

નાયક, અમૃત કેશવ (જ. 1877, અમદાવાદ; અ. 18 જુલાઈ 1907, મુંબઈ) : વ્યવસાયી રંગભૂમિના તેજસ્વી યુવા-અભિનેતા, દિગ્દર્શક તથા નાટ્યકાર. અમૃતભાઈએ ગુજરાતી બે ધોરણ અને ઉર્દૂ બે ધોરણ સુધીનો અભ્યાસ અમદાવાદમાં અનુક્રમે દરિયાપુર અને કાલુપુરની શાળામાં કર્યો હતો. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી દેવાની ફરજ પડી અને 11…

વધુ વાંચો >

નાયક, ચુનીલાલ જીવરામ

નાયક, ચુનીલાલ જીવરામ (જ. 23 સપ્ટેમ્બર 1903, અમદાવાદ; અ. 1977) : રંગભૂમિ-ક્ષેત્રના અભિનેતા. તેમણે અમૃત કેશવ નાયકે સ્થાપેલી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું. પછી તેઓ સંગીતવર્ગમાં જોડાયા. અવાજની મીઠાશ અને એકનિષ્ઠ લગનને કારણે સંગીતશિક્ષકની પ્રશંસા પામ્યા. તેમના પિતાએ જરૂર પૂરતું શિક્ષણ આપી કરિયાણાની દુકાને તેમને બેસાડ્યા; પરંતુ કાવ્યરસને કારણે 11 વર્ષની…

વધુ વાંચો >

નાયક, પ્રાણસુખ મણિલાલ

નાયક, પ્રાણસુખ મણિલાલ (જ. 23 એપ્રિલ 1910, જગુદણ, જિ. મહેસાણા; અ. 12 માર્ચ 1989, અમદાવાદ) : ગુજરાતની રંગભૂમિ પર પ્રાણસુખ ‘તેતર’ના નામે પ્રસિદ્ધ હાસ્યરસિક અભિનેતા. નટમંડળ દ્વારા ભજવાયેલા ‘મિથ્યાભિમાન’ નાટકમાં તેમની જીવરામ ભટ્ટની સફળ ભૂમિકા પરથી તેઓ જીવરામ ભટ્ટ તરીકે પણ ઘણા પ્રસિદ્ધ થયા હતા. જીવરામ ભટ્ટનો અભિનય તેમણે એવો…

વધુ વાંચો >

નાયક, બાપુલાલ ભભલદાસ

નાયક, બાપુલાલ ભભલદાસ (જ. 25 માર્ચ 1879, ગેરિતા, જિ. મહેસાણા; અ. 4 ડિસેમ્બર 1947, વડોદરા) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની બહુમુખી પ્રતિભા. એમનાં માતાનું નામ નરભીબહેન અને પિતાનું નામ ભભલદાસ હતું. એમણે વતન ઊંઢાઈમાં લખતાં-વાંચતાં આવડે એટલું શિક્ષણ લીધું હતું. ખેતી અને ભવાઈના એમના વ્યવસાયને છોડીને એમણે 1890માં માત્ર 11 વર્ષની…

વધુ વાંચો >

નીલ દર્પણ

નીલ દર્પણ (1860) : દીનબંધુ મિત્ર (1832-73) લિખિત બંગાળી ભાષાનું અને સમગ્ર ભારતનું અંગ્રેજોની વિરુદ્ધનું ક્રાંતિકારી નાટક. તેમાં ગળીનાં ખેતરોના ખેડૂતો  કામદારો અને તેમની ઉપર જુલમ ગુજારતા અંગ્રેજ જમીનદારો વચ્ચેના સંઘર્ષનું આલેખન છે. ગોલોકચન્દ્ર બાસુ ગળીનું વાવેતર કરતો મધ્યમ વર્ગનો ખેડૂત છે જ્યારે સાધુચરણ સમૃદ્ધ જમીનદાર છે. પ્રથમ અંકમાં ગોલોક…

વધુ વાંચો >

ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની

ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની : ઓગણીસમી સદીની ગુજરાતી વ્યવસાયી નાટકમંડળી. વિક્ટોરિયા નાટક મંડળીની સફળતા પછી હીરજીભાઈ ખંભાતા, માણેકજી માસ્તર, જમશેદજી માદન વગેરે રંગભૂમિરસિકોએ આલ્ફ્રેડ નાટક મંડળીની ઈ. સ. 1870માં સ્થાપના કરી અને તખ્તાના કસબી કુંવરજી નાજરે મુંબઈના તખ્તા ઉપર ‘મિકૅનિકલ સિનેરી’નો પ્રથમ ઉપયોગ કર્યો. આ કંપની સફળતાપૂર્વક ચાલતી હોવા છતાં…

વધુ વાંચો >

પટેલ, જબ્બાર

પટેલ, જબ્બાર (જ. 23 જૂન 1942, પંઢરપુર) : આધુનિક રંગમંચ તથા સિનેજગતના અગ્રણી. શાળાનું શિક્ષણ સોલાપુરમાં. શાળાના મરાઠી શિક્ષક વગેરેનો તેમ ચાલીમાં ઊજવાતા ગણેશોત્સવનો તેમના પ્રારંભિક ઘડતરમાં મહત્ત્વનો ફાળો છે. આઠ વર્ષના હતા ત્યારે આચાર્ય અત્રેના ‘મી ઊભા આહે’માં અભિનય કરવાની તક મળી; એ પ્રથમ રંગભૂમિ-અનુભવ પણ પ્રેરણારૂપ બન્યો. 1961માં…

વધુ વાંચો >

પટેલ, જયંતી કાલિદાસ

પટેલ, જયંતી કાલિદાસ (જ. 24 મે 1924; અ. 26 મે 2019) : ‘રંગલો’ તરીકે વિશેષ જાણીતા ગુજરાતના હાસ્યઅભિનેતા. અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી ‘રંગમંડળ’ સંસ્થામાં જોડાયા. ‘પાણિગ્રહણ’, ‘બિન્દુનો કીકો’, ‘અચલાયતન’, ‘મોંઘેરા મહેમાન’ વગેરે નાટકોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી. ‘હુલ્લડ’, ‘રૅશનિંગ’, ‘ગાંસડી કુસુમવાળી’ જેવાં ટૂંકાં હાસ્યનાટકો લખ્યાં. રૂપકસંઘ નિર્મિત કવિ…

વધુ વાંચો >

પટેલ, ધીરુબહેન ગોરધનભાઈ

પટેલ, ધીરુબહેન ગોરધનભાઈ (જ. 29 મે 1926, વડોદરા ; અ. 10 માર્ચ 2023 અમદાવાદ) : ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, અનુવાદ, બાળસાહિત્ય વગેરે ક્ષેત્રે નોંધપાત્ર અર્પણ કરનાર અગ્રણી લેખિકા. માતાનું નામ ગંગાબહેન. વતન ધર્મજ, પણ ઉછેર મુંબઈમાં. માતા ગંગાબહેન માત્ર દોઢ ચોપડીનું શિક્ષણ પામેલાં અને ત્રણ વર્ષની વયે તો…

વધુ વાંચો >

પટેલ, બરજોર

પટેલ, બરજોર (જ. 17 ઑગસ્ટ 1930, મુંબઈ) : નવી રંગભૂમિના સફળ નટદિગ્દર્શક. મુંબઈમાં પ્રારંભમાં ભરડા હાઈસ્કૂલ અને પછી એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી તેમણે એલએલ.બી.ની ડિગ્રી મેળવી. હસમુખા અને વિનોદી સ્વભાવને કારણે તેઓ મિત્રવૃંદમાં સારી લોકચાહના પ્રાપ્ત કરી શક્યા હતા. અભ્યાસ દરમિયાન એમને નાટ્યકલાનો રંગ લાગેલો. એમની અભિનય-કારકિર્દી(1949-66)ના વિકાસમાં અદી મર્ઝબાન,…

વધુ વાંચો >