Drama

ડૉન, જૂઅન

ડૉન, જૂઅન : સ્વચ્છંદતાના  પ્રતીક સમું એક કાલ્પનિક પાત્ર. અંગ્રેજ કવિ લૉર્ડ બાયરન (1788-1824)ના કટાક્ષકાવ્ય ‘ડૉન જૂઅન’ (1818)માં આલેખવામાં આવ્યું છે. લોકપ્રિય દંતકથામાંથી જન્મેલા ડૉન જૂઅનને સૌપ્રથમ વાર 1630માં સ્પૅનિશ નાટકકાર તિર્સો દ મોલિના ‘ધ સિડ્યૂસર ઑવ્ સેવિલ’ નામની કરુણિકામાં સાહિત્યિક વ્યક્તિત્વ આપે છે. પછી તો તે સર્વજનીન પાત્ર બની,…

વધુ વાંચો >

ડૉલ્સ હાઉસ

ડૉલ્સ હાઉસ : નૉર્વેના નાટ્યકાર ઇબ્સન(1828–1906)-રચિત નાટક. પ્રથમ વાર ભજવાયું ત્યારથી જ તેમાંના નારીમુક્તિના સામાજિક વિષયને કારણે તેને મહદંશે આવકાર સાંપડ્યો હતો; પરંતુ ઇબ્સન માટે તેમજ આધુનિક પ્રેક્ષકવર્ગને મન તો માનવ-માનવ વચ્ચેના વિશાળ સંબંધો માટેની યથાર્થ ભૂમિકા વિશે નાટકમાં વ્યક્ત થયેલી ચિંતા મહત્વની બની રહી. નૉરા હેલ્મરને પોતાના પતિને ત્યજી…

વધુ વાંચો >

ડોસા, પ્રાગજી જમનાદાસ ‘પરિમલ’

ડોસા, પ્રાગજી જમનાદાસ ‘પરિમલ’ (જ. 25 સપ્ટેમ્બર 1908, મુંબઈ; અ. 2 ઑગસ્ટ 1997, મુંબઈ) : ગુજરાતી નાટ્યકાર. 1928માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઇન્ટર આર્ટ્સની પરીક્ષામાં પાસ થયા પછી રૂનો વ્યવસાય. મેસર્સ ગોકળદાસ ડોસાની કંપનીમાં ભાગીદાર બનેલા. વિદર્ભમાં જિનિંગ પ્રેસિંગનાં કારખાનાં નાંખેલાં. તેમણે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન પંડિત ઓમકારનાથ પાસે મેળવ્યું. તેમના…

વધુ વાંચો >

તગાન્કા થિયેટર

તગાન્કા થિયેટર : મૉસ્કોનું પ્રખ્યાત પ્રાયોગિક નાટ્યગૃહ, સ્થાપના 1946. પ્રારંભમાં સોવિયેત અને યુરોપીય નાટ્યકારોનાં નાટકો એમાં પેશ થયાં; પરંતુ 1964માં નવોદિત દિગ્દર્શક યુરી લ્યુબિમૉવે, પોતાની યુવાન નટમંડળી સાથે એમાં કામ આરંભ્યું. ત્યારથી આ થિયેટરે તત્કાલીન સામાજિક–રાજકીય વિચારસરણીનેય નવા પડકારો ફેંકે એવાં નાટકો એમાં રજૂ કર્યાં : બર્ટોલ્ટ બ્રેખ્તનું ‘ધ ગુડ…

વધુ વાંચો >

તનવીર હબીબ

તનવીર હબીબ (જ. 1 સપ્ટેમ્બર 1923, રાયપુર; અ. 8 જૂન 2009, ભોપાલ, મધ્યપ્રદેશ) : આધુનિક ભારતીય નાટ્યસર્જક. પિતાનું નામ મહંમદ હયાતખાન, માતાનું નામ નિઝિરુન્નિસા. બી.એ. પાસ થયા પછી રૉયલ અકાદમી ઑવ્ ડ્રૅમૅટિક આર્ટ્સ, લંડન; બ્રિટિશ ડ્રામા લીગ, લંડન તથા બ્રિસ્ટૉલ ઑલ્ડ વિક્ટોરિયા થિયેટર સ્કૂલ ખાતે નાટ્યક્ષેત્રની તાલીમ લીધી. 1945માં ઑલ…

વધુ વાંચો >

તમાશા

તમાશા : મહારાષ્ટ્રનું પારંપરિક લોકનાટ્ય. ‘તમાશા’ શબ્દ મરાઠીમાં ઉર્દૂ ભાષામાંથી આવ્યો છે. સંત એકનાથે તેમના એક ભારૂડ(અભિનય ગીત)માં ‘બડે બડે ‘તમાશા દેખે’ એ પંક્તિમાં ‘તમાશા’ શબ્દનો પ્રયોગ કર્યો છે. ‘તમાશા’નો શાબ્દિક અર્થ ‘દેખાવ કરવો’ થાય છે. આ નિમ્ન કોટિનો સુરુચિવિહીન કલાપ્રકાર છે એવી એક ભ્રામક માન્યતા પ્રચલિત હતી; પણ આજે…

વધુ વાંચો >

તેંડુલકર, વિજય

તેંડુલકર, વિજય (જ. 9 જાન્યુઆરી 1928, પુણે; અ. 19 મે 2008, મુંબઈ) : ભારતપ્રસિદ્ધ પ્રયોગલક્ષી નાટકકાર, પત્રકાર અને નિબંધકાર. સોળ વર્ષની વયે અસાધારણ સંજોગોમાં શિક્ષણ છોડવું પડ્યું. શાળામાં એમના એક શિક્ષક અનંત કાણેકર જે મરાઠીના અગ્રગણ્ય સાહિત્યકાર હતા તેમણે બાળ વિજયમાં જે શક્તિસ્રોત જોયો, તેથી એમને થયું, કે એ બાળકને…

વધુ વાંચો >

ત્રાપજકર, પરમાનંદ

ત્રાપજકર, પરમાનંદ (જ. 24 ફેબ્રુઆરી 1902, ત્રાપજ, જિ. ભાવનગર; અ. 1992) : ગુજરાતી નાટ્યકાર. પિતાશ્રી મણિશંકર ભટ્ટ સાગરખેડુ વ્યાપારી હતા. એમનાં માતુશ્રી બેનકુંવરબાનું પિયર સાહિત્ય અને સંગીતના રંગે રંગાયેલું હતું. તેઓ ત્રાપજની શાળામાં સાત ગુજરાતી અને ભાવનગર સનાતન હાઈસ્કૂલમાં ચોથી અંગ્રેજી સુધી ભણેલા. પંદર વર્ષની વયે એમણે કાવ્યો લખ્યાં, ઓગણીસ…

વધુ વાંચો >

ત્રિવેણી

ત્રિવેણી : વિવિધ લલિત અને મંચનકલાઓના સર્વાંગી ઉત્કર્ષના ધ્યેયને વરેલી વડોદરાની અગ્રગણ્ય કલાસંસ્થા. સ્થાનિક કલાકારોને કલાપ્રદર્શન અને અભિવ્યક્તિની તક અને સાધનો પૂરાં પાડવાના આશયથી ઑગસ્ટ, 1960માં સ્થાપના. પ્રા. માર્કન્ડ ભટ્ટ, ઊર્મિલા ભટ્ટ, નટુભાઈ પટેલ, સૂર્યબાળા પટેલ, હરીશ પટેલ, પ્રદ્યુમ્ન ભટ્ટ, કુંજ પટ્ટણી, ગુલામનબી શેખ, પ્રતિભા પંડિત, હરકાન્ત શુક્લ જેવા કલાકારો;…

વધુ વાંચો >

ત્રિવેદી, અરવિંદ

ત્રિવેદી, અરવિંદ (જ. 8 નવેમ્બર 1938, ઇન્દોર, મધ્યપ્રદેશ; અ. 6 ઑક્ટોબર 2022, કાંદિવલી, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિ-ચલચિત્રોના જાણીતા અભિનેતા. મૂળ વતન સાબરકાંઠા જિલ્લાનું કૂકડિયા ગામ. મોટા ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ નાટકો–ચલચિત્રોના ખ્યાતનામ અભિનેતા-નિર્માતા-દિગ્દર્શક હતા. પિતા જેઠાલાલ ત્રિવેદી ઉજ્જૈન ખાતે વિનોદ મિલમાં કર્મચારી હતા. અરવિંદે ઉજ્જૈનની પ્રાથમિક હિંદી શાળામાં અભ્યાસ કર્યો…

વધુ વાંચો >