Culture (General)

સુભદ્રા

સુભદ્રા : રોહિણીના ગર્ભથી ઉત્પન્ન થયેલ વસુદેવની પુત્રી તથા બલરામ અને કૃષ્ણની નાની બહેન. સ્કંદપુરાણ અનુસાર તે પૂર્વજન્મમાં ગાલવઋષિની કન્યા માધવી હતી. એક વાર ઋષિ આ કન્યાને લઈને વિષ્ણુ ભગવાનના દર્શને ગયા. બાળસુલભ ચંચળતાને કારણે તે ત્યાં આસન ઉપર બેસી ગઈ. એ જોઈને ગુસ્સે ભરાયેલ લક્ષ્મીજીએ  તેને અશ્વમુખી થવાનો શાપ…

વધુ વાંચો >

સુમેરિયન સંસ્કૃતિ

સુમેરિયન સંસ્કૃતિ : સુમેર પ્રદેશના લોકોએ વિકસાવેલી સંસ્કૃતિ. પ્રાચીન સમયમાં પશ્ચિમ એશિયામાં આવેલા મેસોપોટેમિયાના પ્રદેશમાં યૂફ્રેટીસ અને ટાઇગ્રિસ નદીઓને કાંઠે જગતની પ્રાચીન સંસ્કૃતિઓ વિકસી હતી. આ પ્રદેશ આધુનિક કાળમાં ઇરાકમાં આવેલો છે. આ બે નદીઓની વચ્ચેના પ્રદેશમાં જ્યાં તે લોકો રાજ્ય કરતા હતા તે સુમેર પ્રદેશ કહેવાતો હતો. તેથી તે…

વધુ વાંચો >

સૂર્ય અને ચંદ્ર (વૈદિક પ્રતીક)

સૂર્ય અને ચંદ્ર (વૈદિક પ્રતીક)  : વૈદિક કાલથી આજદિન સુધી લોકમાન્ય રહેલાં પ્રતીકો. હિમ અન ધ્રંસ એટલે કે ઠંડી અને ગરમી એ બંનેના રૂપ ચંદ્ર અને સૂર્ય છે. અથર્વવેદમાં બંનેને અગ્નિનાં બે રૂપ કહ્યાં છે. त तैवाव्ग्नीं आधत्त हिमं ध्रंसं च रोहित (13-1-46). (અર્થાત્ એક જ રોહિત દેવ સૂર્યે ઠંડી…

વધુ વાંચો >

સોમદત્ત

સોમદત્ત  : કુરુવંશી રાજા ભૂરિશ્રવાનો પિતા. દેવકીના સ્વયંવરમાં જ્યારે શનિ નામના યાદવે વસુદેવ માટે દેવકીનું હરણ કર્યું તો સોમદત્તે એનો વિરોધ કર્યો પરંતુ શનિએ એને ભૂમિ પર પછાડી અનેક રીતે અપમાનિત કર્યો. આ અપમાનનો બદલો લેવા સોમદત્તે રુદ્રની ઉગ્ર તપસ્યા કરી અને રુદ્રની કૃપાથી એને ભૂરિશ્રવા જેવો તેજસ્વી પુત્ર પ્રાપ્ત…

વધુ વાંચો >

સોમસ્કંદ

સોમસ્કંદ : બાલ સ્વરૂપા સ્કંદ સાથેનું શિવ અને ઉમાનું મૂર્તિસ્વરૂપ. ‘શિલ્પરત્ન’ ગ્રંથમાં આ મૂર્તિસ્વરૂપનું વિધાન ખૂબ વિગતે અપાયું છે. આમાં શિવ ત્રિનેત્ર, ચતુર્ભુજ, સ્વરૂપે ભદ્રપીઠ પર સુખાસનમાં પણ ટટ્ટાર બેઠેલા છે. તેમના જમણા હાથમાં પરશુ અને ડાબા પાછલા હાથમાં મૃગ છે. જ્યારે બાકીના બે હાથ પૈકી એક અભય મુદ્રામાં અને…

વધુ વાંચો >

સૌતિ

સૌતિ : રોમહર્ષણ સૂત નામના પુરાણવેત્તા આચાર્યના પુત્ર અને શિષ્ય. પુરાણોમાં એમને ‘જગતગુરુ’ અને ‘મહામુનિ’ કહેવામાં આવ્યા છે. સૌતિએ જ નૈમિષારણ્યમાં ઋષિઓને મહાભારતની કથા સંભળાવી હતી. મહાભારતની કથાનાં ત્રણ સંસ્કરણો થયાં. પહેલું સંસ્કરણ જે ‘જય’ને નામે ઓળખાયું. તેમાં 1200 શ્લોક હતા અને તે વેદ વ્યાસજીએ પોતાના શિષ્ય વૈશંપાયનને સંભળાવ્યું હતું.…

વધુ વાંચો >

સૌભરિ

સૌભરિ : ઋગ્વેદના મંત્રદૃષ્ટા ઋષિ જેમણે માંધાની 50 કન્યાઓ સાથે લગ્ન કર્યાં હતાં. કથા એવી છે કે એક વાર યમુના નદીને કિનારે તપસ્યા કરતી વખતે સૌભરિ ઋષિએ માછલીઓને રતિક્રીડા કરતી જોઈ તેમના મનમાં લગ્ન કરવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. ઋષિ માંધાતા પાસે પહોંચ્યા અને પોતાને એક કન્યા આપવા અનુરોધ કર્યો. વૃદ્ધ…

વધુ વાંચો >

સૌરાષ્ટ્ર તમિળ સંગમ

સૌરાષ્ટ્ર તમિળ સંગમ : ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતા વચ્ચે એકતા સ્થાપિત કરીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું સ્વપ્ન સાકાર કરવાના પ્રયાસ સ્વરૂપે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે નવેમ્બર, 2022થી એક મહિના સુધી વારાણસીમાં ‘કાશી તમિળ સંગમ’નું સફળ આયોજન કર્યું હતું. આ સફળતાથી પ્રેરિત થઈને શિક્ષણ મંત્રાલયે…

વધુ વાંચો >

સ્થૌણ-નરસિંહ

સ્થૌણ-નરસિંહ : સ્તંભમાંથી પ્રગટ થતું વિષ્ણુના નરસિંહ અવતારનું વિશિષ્ટ સ્વરૂપ, જેણે હિરણ્યકશિપુનો વધ કર્યો. પુરાણોમાં જણાવ્યા મુજબ હિરણ્યકશિપુએ ઉગ્ર તપસ્યા કરી બ્રહ્માની પાસેથી એવા વરદાન મેળવ્યાં હતાં કે તે કોઈ પણ માણસ કે પશુથી ન મરે, તે દિવસે કે રાત્ર ન મરે, કોઈ પણ જાતના આયુધથી તે ઈજા પામી ન…

વધુ વાંચો >

સ્યમંતક મણિ 

સ્યમંતક મણિ  : યાદવ રાજા સત્રાજિતને સૂર્યની કૃપા-પ્રસાદી રૂપે મળેલો મણિ, જે તેજસ્વી, રોગનાશક, સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર અને નિત્ય સુવર્ણ આપનારો હતો. શ્રીકૃષ્ણે એ મણિ રાજા ઉગ્રસેન માટે માગ્યો પણ સત્રાજિતે એ આપવાનો ઇનકાર કર્યો. એક દિવસ સત્રાજિતનો નાનો ભાઈ પ્રસેનજિત એ મણિને ગળામાં પહેરીને શિકાર કરવા ગયો. ત્યાં એક…

વધુ વાંચો >