Civil engineering

વિધ્વંસ-ઇમારતોનો

વિધ્વંસ-ઇમારતોનો (demolition of structures) : જર્જરિત, બિનઉપયોગી કે બિનસલામત ઇમારતોનો ઇરાદાપૂર્વક નાશ-ધ્વંસ કરવો તે. કુદરતી ક્રમમાં સર્જન, સંવર્ધન અને વિનાશ કે વિધ્વંસ(વિસર્જન)ની ક્રિયાઓ બને જ છે. હિન્દુ પુરાણોમાં ત્રિ-મૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ – એ આ ત્રણ પ્રક્રિયાઓના નિયામક મનાયા છે. બધી સજીવ અને નિર્જીવ વસ્તુઓમાં ત્રણેય ક્રિયાઓ કાળક્રમે બને છે.…

વધુ વાંચો >

વિશ્વેશ્વરૈયા, મોક્ષગુંડમ્

વિશ્વેશ્વરૈયા, મોક્ષગુંડમ્ (જ. 15 સપ્ટેમ્બર 1861, મુદેનેહલાદી, જિ. કોલર, મૈસૂર; અ. 1962) : ભારતના મહાન સિવિલ ઇજનેર અને દ્રષ્ટા. અનેક ઇલકાબો અને માનાર્હ ઉપાધિઓથી સન્માનાયેલ આ ઇજનેરે 60 વર્ષથી પણ વધારે સમય ભારતમાં અનેક ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર મેળવી તેમણે પુણેની એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ પૂરો…

વધુ વાંચો >

શિલાધાર ઇજનેરી (Foundation Engineering)

શિલાધાર ઇજનેરી (Foundation Engineering) ઇમારતોના શિલાધાર(પાયા)ને લગતી ઇજનેરી; જેમાં શિલાધારની ડિઝાઇન, રચના, પ્રકારો, ચકાસણી, વપરાતો માલસામાન તેમજ ખાસ લેવાની થતી કાળજી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ઇમારતોની ડિઝાઇન, રચના, બાંધકામ વગેરે બાબતો સિવિલ ઇજનેરીનો મુખ્ય ભાગ છે અને એ રીતે શિલાધાર ઇજનેરી પણ સિવિલ ઇજનેરીનો એક મહત્વનો ભાગ બની રહે…

વધુ વાંચો >

શૌચાલય (Lavatory Block)

શૌચાલય (Lavatory Block) : મનુષ્યના મળમૂત્ર-ત્યાગ માટે જરૂરિયાત મુજબ અલાયદું બાંધવામાં આવતું સ્થાન. શૌચ એટલે શુચિતા, સ્વચ્છતા, પવિત્રતા. શૌચાલય એટલે સ્વચ્છતા, પવિત્રતા પ્રાપ્ત કરવાનું સ્થાન. મનની શુદ્ધિ માટે મંદિર અને તનની શુદ્ધિ માટે શૌચાલય. શૌચક્રિયા સ્વાસ્થ્યની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેથી શૌચક્રિયા ક્યાં અને કેવી રીતે કરવી તે માટે…

વધુ વાંચો >

સંરચના-આલેખન (structure drawing)

સંરચના–આલેખન (structure drawing) સિવિલ ઇજનેરીમાં મકાન, રસ્તા, પુલ, રેલવે, બંધ (dam), નહેરો, પાણી તથા ગટરવ્યવસ્થા વગેરેને લગતાં વિવિધ માળખાંઓની સંરચનાનું આલેખન. સિવિલ ઇજનેરી ઉપરાંત ઇજનેરીની અન્ય શાખાઓનાં પણ આલેખનનું ખૂબ મહત્ત્વ છે. ઇજનેરીની કોઈ પણ પ્રણાલીની રચના કરતાં અગાઉ ઇજનેર તે પ્રણાલીને આલેખનના માધ્યમ દ્વારા કાગળ પર રજૂ કરે છે.…

વધુ વાંચો >

સિવાન (Siwan)

સિવાન (Siwan) : બિહાર રાજ્યના પશ્ચિમ છેડા પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 25° 50´થી 26° 25´ ઉ. અ. અને 84° 00´થી 84° 40´ પૂ. રે. વચ્ચેનો 2,213 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો પ્રાચીન સમયમાં કોશલ દેશનો એક ભાગ…

વધુ વાંચો >

સિવિલ ઇજનેરી (Civil Engineering)

સિવિલ ઇજનેરી (Civil Engineering) : સામાન્ય જનસમુદાય માટે માળખાકીય કામોના (structural works) અભિકલ્પન, બાંધકામ અને વ્યવસ્થાપન અથવા સંચાલન સાથે સંકળાયેલ વ્યવસાય. તે ઇજનેરીની એક એવી શાખા છે જેમાં સમાજની રોજબરોજની પ્રાથમિક સુવિધાઓ; જેવી કે, મકાનો, રસ્તાઓ, પુલો, રેલવેલાઇનો, બંધો (dams), સિંચાઈ માટેનાં અન્ય બાંધકામો સહિત નહેરો, પાણી તથા ગટર-વ્યવસ્થા, બોગદાંઓ,…

વધુ વાંચો >

સેન્ટ્રલ ડિઝાઇન ઑર્ગેનાઇઝેશન ગાંધીનગર (મધ્યસ્થ આલેખન તંત્ર – C.D.O.)

સેન્ટ્રલ ડિઝાઇન ઑર્ગેનાઇઝેશન, ગાંધીનગર (મધ્યસ્થ આલેખન તંત્ર – C.D.O.) : મોટી અને મધ્યમ કક્ષા(કદ)ની બહુહેતુક જળસંપત્તિ યોજનાઓના બાંધકામમાં યોજના-અહેવાલ, વિગતવાર નકશા અને આલેખન (ડિઝાઇન) તૈયાર કરતી તેમજ તેને આખરી સ્વરૂપ આપવાને લગતી કામગીરી કરતી સંસ્થા. આ સંસ્થા ગાંધીનગર ખાતે આવેલી છે. બહુહેતુક યોજનાઓનું બાંધકામ અને જાળવણીની કામગીરી સંભાળતા ક્ષેત્રીય અધિકારીઓ…

વધુ વાંચો >

સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) રૂરકી

સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI), રૂરકી : સામાન્ય અને પ્રૌદ્યોગિકીય બાંધકામવિજ્ઞાનને લગતાં સંશોધનો માટેની અગ્રણી કેન્દ્રીય સંસ્થા. તે ઇજનેરો અને સ્થપતિઓને બાંધકામની રચનામાં અને બાંધકામમાં વપરાતા માલસામાનમાં થયેલ વિકાસ દ્વારા બાંધકામની પ્રક્રિયામાં કરકસર અને દક્ષતા સંબંધી માહિતી અને માર્ગદર્શન આપે છે. તે પ્રયોગશાળા-પરીક્ષણ દ્વારા ઔદ્યોગિક સંસ્થાઓને મદદ કરે છે અને…

વધુ વાંચો >

સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI)

સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI) : માર્ગોના વિકાસને લગતા સંશોધન માટેની કેન્દ્રીય સંસ્થા. ભારતમાં માર્ગોના આયોજન, અભિકલ્પન, બાંધકામ અને નિભાવ માટેની એવી સમસ્યાઓ ઉપસ્થિત થાય છે કે જેમનું સમાધાન વિશ્વના અન્ય દેશોમાં થયેલાં સંશોધનોનાં તારણોનો ઉપયોગ કરીને થઈ ન શકે. તે અંગે સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લઈને આગવો ઉકેલ શોધવો જરૂરી…

વધુ વાંચો >