સંરચના-આલેખન (structure drawing)

January, 2007

સંરચનાઆલેખન (structure drawing)

સિવિલ ઇજનેરીમાં મકાન, રસ્તા, પુલ, રેલવે, બંધ (dam), નહેરો, પાણી તથા ગટરવ્યવસ્થા વગેરેને લગતાં વિવિધ માળખાંઓની સંરચનાનું આલેખન. સિવિલ ઇજનેરી ઉપરાંત ઇજનેરીની અન્ય શાખાઓનાં પણ આલેખનનું ખૂબ મહત્ત્વ છે. ઇજનેરીની કોઈ પણ પ્રણાલીની રચના કરતાં અગાઉ ઇજનેર તે પ્રણાલીને આલેખનના માધ્યમ દ્વારા કાગળ પર રજૂ કરે છે. વ્યવહારમાં આલેખનને ‘નકશા’, ‘પ્લાન’ એમ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. ઇજનેર તમામ સંરચનાનાં વિવિધ પરિમાણો તથા ગુણધર્મો વગેરે યોગ્ય રીતે રજૂ થાય તે રીતે આરેખન (નકશા) તૈયાર કરે છે.

આ પ્રકારનાં આલેખન યોગ્ય બાંધકામ કરવા, બાંધકામની કિંમતનો ચોક્કસ અંદાજ મેળવવા, માળખાના રેકર્ડની જાળવણી કરવા, કરની આકારણી કરવા વગેરે માટે ઘણાં ઉપયોગી છે.

સિવિલ ઇજનેર દ્વારા સામાન્ય રીતે વિવિધ સિવિલ ઇજનેરી માળખાંઓનાં નીચે મુજબનાં આલેખનો તૈયાર કરવામાં આવે છે :

(અ) ઉપરનો દેખાવ (Plan)

(આ) સામેનો દેખાવ (સન્મુખ દર્શન, elevation), બાજુનો દેખાવ (side view), પાછળનો દેખાવ (back-view)

(ઇ) વિવિધ પ્રકારના આડછેદનો દેખાવ (sectional elevation)

(ઈ) માળખાના વિવિધ ઘટકોનાં વિસ્તૃત આલેખન (detailed drawing)

(ઉ) ઘટકોના વિવિધ ભાગોની વિસ્તૃત વિગત (enlarged detail)

આ ઉપરાંત સર્વેક્ષણ-કાર્યના પરિણામ રૂપે નીચે મુજબનાં આલેખનો તૈયાર થઈ શકે :

(અ) વિશ્વ, દેશ, રાજ્ય, પ્રદેશ, જિલ્લા, શહેર વગેરેના નકશાઓ

(આ) શહેરના વિવિધ વિસ્તારોના નકશાઓ

(ઇ) કોઈ વિસ્તારમાં પાડવામાં આવેલા પ્લૉટના તથા રસ્તાના નકશાઓ (key plan)

(ઈ) કોઈ એક પ્લૉટનો તેની આજુબાજુની વિગતો દર્શાવતો નકશો (site plan)

(ઉ) જમીન પરની સમોચ્ચ રેખાઓ (contours) દર્શાવતા નકશાઓ.

વિવિધ હેતુઓના સંદર્ભમાં આલેખનને નીચે મુજબ ઓળખવામાં આવે છે :

(અ) રસ્તાના નકશાઓ, રેલવેના નકશાઓ

(આ) પાણી તથા ગટર લાઇનોના નકશાઓ

(ઇ) શહેરી સર્વેક્ષણના નકશાઓ

(ઈ) ભૌગોલિક નકશાઓ વગેરે.

સિવિલ ઇજનેરી સંરચનાનું આલેખન સામાન્ય રીતે દ્વિપરિમાણી પ્રક્ષેપણ(orthographic projection)માં કરવામાં આવે છે. અમુક કિસ્સાઓમાં માળખાનું પરિપ્રેક્ષ્ય ચિત્ર (perspective view) આલેખવામાં આવે છે. કમ્પ્યૂટરનું માધ્યમ ઉપલબ્ધ થવાથી હવે ત્રિપરિમાણમાં વિવિધ પ્રકારનાં આલેખનો તૈયાર કરવામાં આવે છે.

સંરચનાઆલેખનની પદ્ધતિઓ :

સંરચના-આલેખનમાં વિવિધ પ્રકારનાં દૃશ્યો (views) ત્રણ રીતે કરવામાં આવે છે :

(1) પ્રથમ ખૂણાનું પ્રક્ષેપણ,

(2) તૃતીય ખૂણાનું પ્રેક્ષપણ,

(3) સંયુક્ત પ્રક્ષેપણ.

આ તમામ પ્રક્ષેપણો સામેના દેખાવની સાપેક્ષમાં અન્ય દેખાવો મૂકવાના સંદર્ભમાં અલગ પડે છે.

(1) પ્રથમ ખૂણાનું પ્રક્ષેપણ : (જુઓ આકૃતિ 1) આ પ્રક્ષેપણમાં :

આકૃતિ 1

(અ) ઉપરનો દેખાવ નીચે દોરવામાં આવે છે.

(આ) નીચેનો દેખાવ ઉપર દોરવામાં આવે છે.

(ઇ) ડાબી બાજુનો દેખાવ જમણી બાજુ દોરવામાં આવે છે.

(ઈ) જમણી બાજુનો દેખાવ ડાબી બાજુ દોરવામાં આવે છે.

(ઉ) પાછળનો દેખાવ અનુકૂળતા મુજબ ગોઠવવામાં આવે છે.

(2) તૃતીય ખૂણાનું પ્રક્ષેપણ : (જુઓ આકૃતિ 2) આ પ્રકારના પ્રક્ષેપણમાં :

આકૃતિ 2

(અ) ઉપરનો દેખાવ ઉપર દોરવામાં આવે છે એટલે કે પ્લાન એલિવેશન ઉપર દોરવામાં આવે છે.

(આ) નીચેનો દેખાવ નીચે દોરવામાં આવે છે.

(ઇ) ડાબી બાજુનો દેખાવ ડાબી બાજુ દોરવામાં આવે છે.

(ઈ) જમણી બાજુનો દેખાવ જમણી બાજુ દોરવામાં આવે છે.

(ઉ) પાછળનો દેખાવ અનુકૂળતા મુજબ દોરવામાં આવે છે.

(3) સંયુક્ત પ્રક્ષેપણ : (જુઓ આકૃતિ 3)

આ પ્રક્ષેપણમાં ઉપરનો દેખાવ (plan) પ્રથમ ખૂણાના પ્રક્ષેપણ મુજબ દોરવામાં આવે છે તથા અન્ય દેખાવો તૃતીય ખૂણાના પ્રક્ષેપણ મુજબ દોરવામાં આવે છે.

આકૃતિ 3

સિવિલ ઇજનેરી આલેખન સંયુક્ત પ્રક્ષેપણની રીતથી કરવામાં આવે છે. સિવિલ ઇજનેરી આલેખનો જાડા સફેદ ડ્રૉઇંગ પેપર પર પેન્સિલ વડે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તે ડ્રૉઇંગ પેપર (શીટ) પર ટ્રેસિંગ પેપર ગોઠવી કાળી શાહી વડે તે આલેખનની નકલ ટ્રેસિંગ પેપર પર કરવામાં આવે છે. ત્યારબાદ તે ટ્રેસિંગની મદદથી એમોનિયા પ્રિન્ટ કે બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે. સારણી 1માં ડ્રૉઇંગ શીટના પ્રકારોની વિગત તથા સારણી 2માં ડ્રૉઇંગ બૉર્ડના પ્રકારોની વિગત આવે છે.

સારણી 1 : ડ્રૉઇંગ શીટની વિગત

શીટનો પ્રકાર      ટ્રીમ કરેલ માપ (મિમી.) ટ્રીમ કર્યા વગરનું માપ (મિમી.)
A0 841 x 1189 880 x 1230
A1 594 x 841 625 x 880
A2 420 x 594 450 x 625
A3 297 x 420 330 x 450
A4 210 x 297 240 x 330
A5 148 x 210 165 x 240

સારણી 2 : ડ્રૉઇંગ બૉર્ડની વિગત

બૉર્ડનો પ્રકાર માપ (મિમી.)
B0 1500 x 1000
B1 1000 x 700
B2 700 x 500
B3 500 x 350

ડ્રૉઇંગ શીટ પર સંરચના-આલેખન કરવા માટેની જરૂરી વિગતો નીચે મુજબ છે :

ડ્રૉઇંગ શીટનો લેઆઉટ : ડ્રૉઇંગ શીટની ડાબી બાજુ પર 40 મિમી.નો તથા અન્ય ત્રણ બાજુઓ પર 10 મિમી.નો હાંસિયો રાખી બાકીના ભાગમાં આલેખન તૈયાર કરવામાં આવે છે.

ટાઇટલ બ્લૉક : (જુઓ આકૃતિ 4)

આકૃતિ 4 : (અ) A1 અને A2 માટે 150 x 100ની સાઇઝનો નામ-ખંડ, (આ) A3 અને A4 પેપર માટેનો નામ-ખંડ (150 x 50), (ઇ) A5 સાઇઝ પેપર માટેનો નામ-ખંડ (123 x 50).

ડ્રૉઇંગ શીટની જમણી બાજુના નીચેના ખૂણા પર ટાઇટલ બ્લૉક દોરવામાં આવે છે; જેમાં નીચેની વિગતો દર્શાવવામાં આવે છે :

(અ) આલેખનનું શીર્ષક

(આ) સંસ્થા/કંપનીનું નામ

(ઇ) આલેખનનો ક્રમાંક

(ઈ) પ્રમાણમાપ

(ઉ) તારીખ

પ્રમાણમાપ : વિવિધ પ્રકારનાં સિવિલ ઇજનેરી આલેખનો તૈયાર કરવા માટે નીચે મુજબનાં પ્રમાણમાપો લેવામાં આવે છે :

(અ)    ભૌગોલિક નકશા

        1 સેમી. = 1 કિમી. (1/100000)

        1 સેમી. = 0.5 કિમી. (1/50000)

(આ)   શહેરી વિસ્તારના નકશાઓ

        2 સેમી. = 1 કિમી. (1/50000)

        4 સેમી. = 1 કિમી. (1/25000)

        10 સેમી. = 1 કિમી. (1/10000)

        1 સેમી. = 50 મી. (1/5000)

(ઇ)    વિસ્તૃત સર્વેક્ષણ

        1 સેમી. = 20 મી. (1/2000)

        1 સેમી. = 10 મી. (1/1000)

        1 સેમી. = 5 મી. (1/500)

(ઈ)    પ્રાથમિક સ્કૅચિંગ

        1 સેમી. = 5 મી. (1/500)

        1 સેમી. = 2 મી. (1/200)

        1 સેમી. = 1 મી (1/100)

(ઉ)    વર્કિંગ ડ્રૉઇંગ-પ્લાન, એલિવેશન, સૅક્શન

        1 સેમી. = 2 મી. (1/200)

        1 સેમી. = 1 મી. (1/100)

        1 સેમી. = 0.5 મી. (1/50)

(ઊ)    વિસ્તૃત આલેખન

        1 સેમી. = 20 સેમી. (1/20)

        1 સેમી. = 10 સેમી. (1/10)

(ઋ)    વિવર્ધિત વિગત (enlarged details)

        1 સેમી. = 10 સેમી. (1/10)

        1 સેમી. = 5 સેમી. (1/5)

        1 સેમી. = 2 સેમી. (1/2)

        1 સેમી. = 1 સેમી. (1/1)

રેખાઓ : સારણી 3માં જણાવ્યા મુજબ રેખાની જાડાઈ મુજબ આલેખન તૈયાર કરવામાં આવે છે.

સારણી 3

રેખાના પ્રકાર જાડાઈ (મિમી.)
જાડી 0.60, 0.80, 1.00
મધ્યમ 0.35, 0.40, 0.45, 0.50
પાતળી 0.20, 0.25, 0.30
વધુ જાડી 1.30

અક્ષરાંકન (lettering) : સારણી 4માં દર્શાવ્યા પ્રમાણે આલેખન પર વિવિધ વિગતો દર્શાવવા માટે વિવિધ માપોના અક્ષરો વડે લખવામાં આવે છે.

સારણી 4

વિગત અક્ષરની ઊંચાઈ (મિમી.)
મુખ્ય શીર્ષક, આલેખન-ક્રમ 6, 8, 10, 12
પેટાશીર્ષકો (sub-title) 3, 4, 5, 6
અન્ય નોંધો 2, 3, 4, 5

સંજ્ઞાઓ તેમજ મિતાક્ષરો : સિવિલ ઇજનેરી આલેખનમાં બાંધકામમાં યોગ્ય માર્ગદર્શન માટે વિવિધ વિગતો દર્શાવવાની હોય છે. આ તમામ વિગતો માટે શાબ્દિક નોંધ આલેખનમાં દર્શાવવી શક્ય નથી. તેના બદલે આલેખનમાં સંજ્ઞાઓ તેમજ મિતાક્ષરોના ઉપયોગ દ્વારા તે વિગતો રજૂ કરવામાં આવે છે.

સારણી 5માં વિવિધ માલસામાનની સંજ્ઞાઓ દર્શાવવામાં આવી છે.

સારણી 5 : બાંધકામની સામગ્રીને દર્શાવવા માટે ઉપયોગમાં આવતી સંજ્ઞાઓ


સારણી 6માં બારી-બારણાંઓની વિવિધ સંજ્ઞાઓ દર્શાવવામાં આવી છે.

સારણી 6 : બારીબારણાં માટેની ચિત્રસંજ્ઞાઓ

સારણી 7માં સેનિટરી પ્રણાલીની વિવિધ સંજ્ઞાઓ દર્શાવવામાં આવી છે.

સારણી 7 : મકાનના નકશાઓમાં આવતા સેનિટરી માટે ઉપયોગમાં આવતી સંજ્ઞાઓ

સારણી 8માં આલેખનમાં દર્શાવવામાં આવનાર પ્રચલિત મિતાક્ષરો દર્શાવ્યા છે.

સારણી 8 : આઈ.એસ. 962-1967 પ્રમાણે સંક્ષેપ (અંગ્રેજીમાં)

ક્રમ પદ સંક્ષિપ્ત રૂપ
1 2 3
1. એકર Acre
2. ઘટક Agg
3. હવા-ઈંટ (aggregate-brick) AB
4. ઍલ્યુમિનિયમ Al
5. આશરે Approx
6. ઍસ્બેસ્ટૉસ Asb
7. ઍસ્બેસ્ટૉસ સિમેન્ટ Asb/cem
8. અપ્સ્ફાલ્ટ Asph
9. ત્યાં at
10. પાટડો I
11. બેન્ચ-માર્ક BM
12. ડામર Bit
13. ઈંટકામ Bwk
14. ઢાળેલ લોખંડ CI
15. ભરતર પોલાદ Cs
16. સિમેન્ટ Ct
17. સિમેન્ટ કૉંક્રીટ CC
18. સેન્ટિમિટર Cm
19. મધ્યરેખા CL
20. કેન્દ્રથી કેન્દ્ર C to C, C/C
21. સાંકળ Ch
22. પરિઘ CIRC
23. સ્થંભ COL
24. કૉંક્રીટ Conc
25. તાંબું Cu
26. વળિયાવાળું (corrugated) Corr
27. છેદન (crossing) Xing
28. આડછેદ (cross-section) cs
29. ઘન સેન્ટિમિટર cm3
30. ઘનમીટર Cu/metre, મીટર3
31. ઘનમીટર પ્રતિસેકન્ડ ક્યુમેક (મીટર)3/સેકન્ડ
32. નળાકાર Cyl
33. ભેજચુસ્ત પડ (damp proof coat) DPC
34. અંશ deg
35. વ્યાસ dia j
36. ચિત્ર, નકશો, આલેખન DRG
37. સામેનો દેખાવ (elevation view) Elev
38. દરિયાની સપાટીથી ઊંચાઈ El
39. માટી પુરાણ (embankment) EMB
40. વિસ્તારિત ધાતુ (expanded metal) XPM
41. આકૃતિ Fig
42. ચણેલ ફર્શની સપાટી (finished floor level) FFL
43. ફર્શ કકડો (floor trap) FT
44. પાણી વહેવડાવવાની ટાંકી (flushing cistern) FC
45. ઘડતર પોલાદ F/ST
46. બાંધણી-સ્તર (floor-level) FL
47. તાજી હવાનું બારું (fresh air inlet) FAI
48. પૂર્ણ પુરવઠા સ્તર (full supply level) FSL
49. પૂર્ણ ટાંકી-સ્તર FTL
50. જસતનો ઢોળ ચઢાવેલ Galv
51. જસતનો ઢોળ ચઢાવેલ લોખંડ GI
52. ઓપદાર નાળી (glazed pipe) GW
53. ગ્રામ g
54. ગ્રીમ કૂકડો (frap) GRT
55. ભૂતળ GL
56. કૂંડી (gully) G
57. કૂંડી કૂકડો (gully trap) GT
58. ગનમેટલ GMet
59. ઊંચાઈ Ht
60. (ઉચ્ચતમ) પૂર-સપાટી (high flood level) HFL
61. ઉચ્ચ તન્ય પોલાદ HT St
62. કલાક h
63. અનંત Inf ત્ર્
64. અંદરનો વ્યાસ ID
65. નિરીક્ષણ-કૂંડી (inspection chamber) Ich, Ic
66. આંતરતો કૂકડો (intercepting trap) IT
67. આંતરિક Int
68. કિલો K
69. કિલોગ્રામ Kg
70. કિલોગ્રામ પ્રતિ ઘનમીટર Kg/m3
71. કિલોગ્રામ પ્રતિ ચોરસ સેન્ટિમિટર Kg/cm2
72. કિલોમિટર km
73. કિલોમિટર પ્રતિ કલાક km/h
74. ડાબી બાજુ LH
75. લંબાઈ L
76. લિટર litre
77. ઊંચું (longitudinal) પ્રમાણમાપ LS
78. ઊભો છેદ L sec
79. નીચું દબાણ LP
80. નિમ્ન તણાવ LT
81. નીચું વીજદબાણ (low voltage) LV
82. મેકેડમ MAC
83. માનવકૂંડી Man hole
84. મહત્તમ max
85. વધુમાં વધુ પૂર સપાટી (maximum flood level) MFL
86. સરેરાશ સમુદ્રસ્તર (mean sea level) MSL
87. મેગા M
88. મેગાવૉટ MW
89. મીટર m
90. માઇક્રો m
91. નરમ પોલાદ MS
92. મિલી m
93. મિલી ગ્રામ mg
94. મિલી લિટર mL
95. મિલીમિટર mm
96. ન્યૂનતમ min
97. મિનિટ min
98. ઉત્તર N
99. પ્રમાણમાપ વગર NTS
100. ક્રમાંક No.
101 ભાગ પ્રતિ દશ લાખ ppm
102. પ્રતિ per
103. ટકા percent %
104. પૂર્વ પ્રબલિત કૉંક્રીટ Pconc
105. ક્વિન્ટલ Q
106. ત્રિજ્યા rad
107. રેલવે Rly
108. વર્ષા પાણી નિકાલબારું RWO
109. વર્ષા પાણી નલિકા RWP
110. રિડ્યુસ લેવલ (reduce level) RL
111. સંદર્ભ ref.
112. પ્રબલિત (reinforced) સિમેન્ટ કૉંક્રીટ RCC
113. જમણી બાજુ RH
114. ઉપર જતી મુખ્ય નલિકા (rising main) RM
115. માથાવાળો ખીલો (rivette) riv.
116. માર્ગ સ્તર (road level) RDL
117. રીડીંગ આઈ RE
118. વાળેલું લોખંડ (rolled steel) RS
119. વર્તુળ (radial) Rd
120. સેકંડ S
121. શાવર-બાથ SB
122. કૂંડી sink
123. રૂપરેખા SK
124. સ્લુઇસ વાલ્વ Sv
125. મળ અને વાયુનલિકા S&VP
126. મળ નલિકા (soil pipe) SP
127. દક્ષિણ S
128. વિનિર્દેશ spec.
129. વિશિષ્ટ ઘનતા sp.gr.
130. દટ્ટો અને ખામણા સાંધો (spigot and socket joint) S&S
131. વર્ગ sq.
132. વર્ગ સેન્ટિમિટર cm2

આકૃતિ 5માં એક મકાનના નમૂનાનું આલેખન દર્શાવેલ છે.

આકૃતિ 5

મધુકાન્ત ર. ભટ્ટ

રાજેશ મા. આચાર્ય