Chemistry

આવર્તક કોષ્ટક

આવર્તક કોષ્ટક (periodic table) : રાસાયણિક તત્વોની તેમની સંજ્ઞા રૂપે (ભૌમિતિક ભાતમાં) એવી ગોઠવણી કે જે આવર્તક નિયમને પ્રતિબિંબિત કરે અને જેમાં વિવિધ આવર્તો(periods)માંના સરખા ગુણધર્મોવાળાં તત્વો એક સમૂહમાં ગોઠવાયેલાં હોય. કોષ્ટકમાં તત્વોને તેમના પરમાણુભાર (હવે પરમાણુક્રમાંક) પ્રમાણે આવર્ત (period) તરીકે ઓળખાતી આડી હારો અને સમૂહ (group) તરીકે ઓળખાતા ઊભા…

વધુ વાંચો >

આવર્તક નિયમ

આવર્તક નિયમ : જુઓ આવર્તક કોષ્ટક.

વધુ વાંચો >

આસૃતિ–આસૃતિદાબ

આસૃતિ–આસૃતિદાબ : જુઓ રસાકર્ષણ.

વધુ વાંચો >

આંતરધાતુ સંયોજનો

આંતરધાતુ સંયોજનો (intermetallic compounds) : બે કે વધુ ધાતુ-તત્વોના પરમાણુઓના ચોક્કસ પ્રમાણમાં જોડાવાથી બનેલા પદાર્થનો એક વર્ગ. આ પ્રમાણ સામાન્ય સંયોજકતા (valency) સાથે સંબંધ ધરાવતું નથી. આ પદાર્થો સમાંગ (homogeneous) અને સંગ્રથિત (composite) હોય છે. આવા પદાર્થોનો અભ્યાસ એટલે ઘન કલા(solid phase)નો અભ્યાસ એમ કહી શકાય. તેનો વિચાર સ્ફટિક-બંધારણના સંદર્ભમાં…

વધુ વાંચો >

આંતરહેલોજન સંયોજનો

આંતરહેલોજન સંયોજનો (interhalogen compounds) : બે ભિન્ન ભિન્ન હેલોજન તત્વો વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાના ફળસ્વરૂપે મળતાં સંયોજનો. તેઓ હેલોજન હેલાઇડ તરીકે પણ ઓળખાય છે. તેમનું સામાન્ય સૂત્ર XYn લખી શકાય કે જેમાં n = 1, 3, 5, 7 એમ એકી સંખ્યા હોય છે. આમાંનાં મોટાભાગનાં ફ્લોરિન ધરાવે છે. ઉપરના સૂત્રમાં…

વધુ વાંચો >

આંશિક દબાણનો નિયમ

આંશિક દબાણનો નિયમ (Law of partial pressures) : બે અથવા વધુ વાયુઓના મિશ્રણમાં રહેલ પ્રત્યેક વાયુનો જથ્થો, તેનું દબાણ અને વાયુમિશ્રણના કુલ દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ. બ્રિટિશ રસાયણવિજ્ઞાની જ્હૉન ડાલ્ટને આ નિયમ 1801માં રજૂ કર્યો હોવાથી તેને ડાલ્ટનનો નિયમ પણ કહે છે. આ નિયમ મુજબ ‘એકબીજા સાથે પ્રક્રિયા કરતા…

વધુ વાંચો >

ઇટર્બિયમ

ઇટર્બિયમ (Yb, Ytterbium) : આવર્તક કોષ્ટકના III B (સંક્રાંતિ) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. તે વિરલ પાર્થિવ (rare earth) તત્વોના કુટુંબનું દ્વિસંયોજકતા દર્શાવતું સભ્ય છે. 1878માં જે. સી. જી. મેરિગ્નાકે સૌપ્રથમ આ તત્વના ઑક્સાઇડને અલગ પાડ્યો હતો. 1907માં ઊર્બાં અને વેલ્સબેકે સાબિત કર્યું કે આ ઑક્સાઇડ બે તત્ત્વોના ઑક્સાઇડનું મિશ્રણ છે. આ…

વધુ વાંચો >

ઇટ્રિયમ

ઇટ્રિયમ (Yttrium, Y) : આવર્તક કોષ્ટકનું IIIB (સંક્રાંતિ) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. 1794માં જોહાન ગેડોલિને ઇટર્બિગામ(સ્વીડન)માંથી મળેલ ખનિજમાંથી એક નવીન મૃદા (earth) ધાતુ-ઑક્સાઇડ અલગ પાડી. આ સૌપ્રથમ મળેલ વિરલ મૃદાનો નમૂનો હતો. સો વર્ષના ગાળામાં આમાંથી 9 તત્વો શોધી કાઢવામાં આવ્યાં હતાં. (સ્કેન્ડિયમ, ઇટ્રિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોશિયમ, હોલ્મિયમ, અર્બિયમ, થુલિયમ, ઇટર્બિયમ અને…

વધુ વાંચો >

ઇથાઇલ આલ્કોહૉલ

ઇથાઇલ આલ્કોહૉલ : C2H5OH સૂત્ર ધરાવતો એક કાર્બનિક પદાર્થ. આલ્કોહૉલ શ્રેણીનો આ સૌથી વધુ જાણીતો આલ્કોહૉલ છે. તે આલ્કોહૉલ, ઇથેનોલ, અનાજ-આલ્કોહૉલ, ઔદ્યોગિક આલ્કોહૉલ અને આથવણ આલ્કોહૉલ તરીકે પણ ઓળખાય છે. તેનું ઉ. બિં. 78.4o સે., ગ. બિં., -112.3o સે., અને વિ. ઘ., 0.7851 (20o સે.) છે. તે બાષ્પશીલ, તીખા સ્વાદવાળું,…

વધુ વાંચો >

ઇથાઇલ ક્લોરાઇડ

ઇથાઇલ ક્લોરાઇડ : રંગવિહીન, બાષ્પશીલ, ઈથર જેવી વાસ ધરાવતું લીલી કિનારીવાળી જ્યોતથી સળગતું, દાહક સ્વાદવાળું, જ્વલનશીલ કાર્બનિક પ્રવાહી. સૂત્ર, C2H5Cl ઉ. બિં. 12.5o સે., વિ. ઘ. 0.33. મોટા ભાગે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય, પાણીમાં નહિવત્ પ્રમાણમાં દ્રાવ્ય. ઇથિલિન અને હાઇડ્રોજન ક્લોરાઇડ વચ્ચે AlCl3ની હાજરીમાં પ્રક્રિયા થતાં બને છે : ઇથેનોલ અને…

વધુ વાંચો >