Chemistry
રૉય, પ્રફુલ્લચંદ્ર
રૉય, પ્રફુલ્લચંદ્ર (જ. 2 ઑગસ્ટ 1886, રારૂલી–કતીપરા, જિ. ખુલના, બાંગ્લાદેશ; અ. 16 જૂન 1944, કૉલકાતા) : ઉચ્ચ કોટિના રસાયણવિદ અને ભારતમાં રાસાયણિક સંશોધન તેમજ રાસાયણિક ઉદ્યોગના પ્રણેતા. તેમના દાદા નાદિયા તથા જેસોરના દીવાન હતા. પિતા હરિશ્ચંદ્ર રૉય ઉર્દૂ, અરબી, સંસ્કૃત અને અંગ્રેજીના સારા જાણકાર હતા. હરિશ્ચંદ્ર રૉયે પોતાના જિલ્લામાં સૌપ્રથમ…
વધુ વાંચો >રોલેન્ડ, ફ્રૅન્ક શેરવૂડ
રોલેન્ડ, ફ્રૅન્ક શેરવૂડ : (જ. 28 જૂન 1927, દેલાવરે, ઓહાયો, યુ.એસ.) : ઓઝોન સ્તરના અવક્ષય (depletion) અંગેના સંશોધન માટે મેરિયો મોલિના અને પૉલ ક્રુટ્ઝેન સાથે 1995ના વર્ષના રસાયણશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા. અમેરિકન નાગરિક એવા રોલેન્ડે વતનમાં અભ્યાસ કરી 1948માં ઓહાયો વેસ્લિયાન યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ 1951માં તેમણે શિકાગો…
વધુ વાંચો >રહેનિયમ
રહેનિયમ : આવર્તક કોષ્ટકના 7મા (અગાઉના VII B) સમૂહનું રાસાયણિક ધાત્વિક તત્વ. સંજ્ઞા Re. પરમાણુક્રમાંક (Z), 75. મેન્દેલિયેવે તેના આવર્તક કોષ્ટકમાં એકા-મૅન્ગેનીઝ (Z = 43) અને દ્વિ-મૅન્ગેનીઝ (Z = 75) એમ બે તત્વો માટે જગ્યા ખાલી રાખેલી. 1925માં ડબ્લ્યૂ. નોડાક, આઈ. ટાકે (પાછળથી ફ્રાઉ નોડાક) અને ઓ. બર્ગે ગેડોલિનાઇટ(એક સિલિકેટ)ના…
વધુ વાંચો >લઠ્ઠો
લઠ્ઠો : કેફ અથવા નશો કરવા માટેનું ગેરકાયદેસર દારૂયુક્ત તથા ઝેરી અસર કરતું પીણું. આ પીણું તેમાં મિથાઇલ આલ્કોહૉલ અને ઇથાઇલ આલ્કોહૉલનું વધતી-ઓછી માત્રાનું મિશ્રણ હોય છે, જે ગુજરાતમાં ‘લઠ્ઠા’ તરીકે જ્યારે મહારાષ્ટ્રમાં ‘ખોપડી’ તરીકે ઓળખાય છે. નશા માટેનો પ્રમાણિત દારૂ મુખ્યત્વે ઇથાઇલ આલ્કોહૉલ (ઇથેનોલ) હોય છે. જેમાં લહેજત માટે…
વધુ વાંચો >લલવાર, લૂઇ ફેડરિકો
લલવાર, લૂઇ ફેડરિકો (જ. 6 સપ્ટેમ્બર 19૦6, પૅરિસ; અ. 2 ડિસેમ્બર 1987, બૂએનૉસ આઇરિસ) : 197૦ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર. આર્જેન્ટીનાના જૈવરસાયણવિદ. યુનિવર્સિટી ઑવ્ બૂએનૉસ આઇરિસ(આર્જેન્ટીના)માંથી 1932માં તેઓ ઔષધશાસ્ત્રમાં ગ્રૅજ્યુએટ થયા. 1934–35માં તે જ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિયૉલૉજીમાં ઉત્સેચકવિજ્ઞાનમાં કામ કરતા હતા ત્યારે સંશોધન માટે મેરિટ સ્કૉલરશિપ મળતાં,…
વધુ વાંચો >લ શૅટલિયરનો સિદ્ધાંત
લ શૅટલિયરનો સિદ્ધાંત : સમતોલન પામેલી પ્રણાલીના સમતોલનને નિર્ધારિત કરનાર પરિવર્તીય (variables) પૈકી એકમાં ફેરફાર કરવામાં આવે ત્યારે પ્રણાલીનો પ્રતિભાવ દર્શાવતો (રસાયણશાસ્ત્રનો) સિદ્ધાંત. આ સિદ્ધાંત ઊર્જાસંચયના નિયમનું પરિણામ છે. ફ્રેન્ચ રસાયણવિદ હેન્રી લુઈ લ શૅટલિયરે તેને 1888માં રજૂ કરેલો. આ સિદ્ધાંત મુજબ જો સમતોલનમાં રહેલી પ્રણાલીને અસર કરનાર સ્વતંત્ર પરિવર્તીય…
વધુ વાંચો >લિગેન્ડ ક્ષેત્રવાદ (Ligand field theory, LFT)
લિગેન્ડ ક્ષેત્રવાદ (Ligand field theory, LFT) સંક્રમણ (transition) તત્વો અથવા વિરલ મૃદા (rare earth) તત્વોનાં સંકીર્ણ સંયોજનોની રંગ અને અનુચુંબકતા (paramagnetism) જેવી અગત્યની લાક્ષણિકતાઓને લિગેન્ડ વડે થતા ઊર્જાસ્તરો(energy levels)ના વિપાટન (વિદારણ, splitting) દ્વારા સમજાવતો સિદ્ધાંત. તે સ્ફટિક-સિદ્ધાંત(crystal field theory)નું વિસ્તરણ છે. વર્નર અને તેમના સમકાલીનો તથા લુઇસ અને સિજવિકના ઇલેક્ટ્રૉનયુગ્મ(electron…
વધુ વાંચો >લિટમસ
લિટમસ : દ્રાવણ ઍસિડિક છે કે બેઝિક તે પારખવા માટે રસાયણશાસ્ત્રમાં વપરાતો જલદ્રાવ્ય રંગક. તે ઍસિડિક દ્રાવણોમાં રાતો અને બેઝિક દ્રાવણોમાં વાદળી રંગ ધારણ કરે છે. રંગનો આ ફેરફાર pH મૂલ્ય 4.5થી 8.3 (25° સે.)ની પરાસમાં થાય છે. આથી તે અનુમાપનોમાં સૂચક તરીકે યોગ્ય નથી. પણ દ્રાવણ ઍસિડિક છે કે…
વધુ વાંચો >લિથિયમ (lithium)
લિથિયમ (lithium) : આવર્તક કોષ્ટકના 1લા (અગાઉના IA) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્ત્વ. બર્ઝેલિયસની પ્રયોગશાળામાં કામ કરતા એક યુવાન સહાયક જોહાન ઑગસ્ટ આર્ફવેડસને 1870માં એક નવી આલ્કલી ધાતુ તરીકે તેની શોધ કરેલી. સિલિકેટ ખનિજ પેટેલાઇટમાંથી તે સૌપ્રથમ છૂટું પાડવામાં આવેલું. ગ્રીક શબ્દ ‘લિથૉસ’ (પથ્થર, stone) પરથી તત્વને ‘લિથિયમ’ નામ આપવામાં આવ્યું છે,…
વધુ વાંચો >લિપિડ (lipid – lipide અથવા lipin)
લિપિડ (lipid, lipide અથવા lipin) : જીવો(organisms)માંથી ઍસિટોન, ઈથર, ક્લૉરોફૉર્મ, કે બેન્ઝીન જેવાં અધ્રુવીય (nonpolar) દ્રાવકો દ્વારા નિષ્કર્ષણ કરી મેળવાતાં ચરબી અને ચરબી-નિગમિત (ચરબીજન્ય, fat-derived) દ્રવ્યો માટે વપરાતી વ્યાપક (inclusive) સંજ્ઞા (term). આ સંજ્ઞામાં બંધારણની ર્દષ્ટિએ તથા કાર્યપદ્ધતિ(function)ની રીતે ભિન્ન ભિન્ન પદાર્થો આવી જાય, કારણ કે આવાં દ્રાવકોમાં દ્રાવ્ય કે…
વધુ વાંચો >