Chemistry

રેડિયોકાર્બન વયનિર્ધારણ (radiocarbon dating)

રેડિયોકાર્બન વયનિર્ધારણ (radiocarbon dating) કાર્બનિક પદાર્થમાં રહેલા વિકિરણધર્મી કાર્બન(રેડિયોકાર્બન14C)ના પરમાણુઓના અંશ ઉપરથી નમૂનાની આવરદાનો અંદાજ કાઢવાની એક પદ્ધતિ. આ રીત જૂના નમૂનામાં રહેલા 14C અને તાજા સંદર્ભ દ્રવ્યમાં રહેલા 14C સમસ્થાનિકના પ્રમાણના ગુણોત્તર માપન ઉપર આધારિત છે. અમેરિકન વૈજ્ઞાનિક વિલાર્ડ ફ્રૅન્ક લિબી (1908 –1980) અને તેમના સહવૈજ્ઞાનિકો, મુખ્યત્વે ઈ. સી.…

વધુ વાંચો >

રેડિયો-સમસ્થાનિકો (radio-isotopes)

રેડિયો-સમસ્થાનિકો (radio-isotopes) : એકસમાન ન્યૂક્લિયર વીજભારો એકસમાન પરમાણુ-ક્રમાંક (atomic number) ધરાવતા હોય પરંતુ જુદા જુદા પરમાણુભાર (atomic mass) ધરાવતા હોય તેના બે અથવા તેના કરતાં વધારે ન્યૂક્લાઇડ (nuclides). આવા સમસ્થાનિકો એકસમાન રાસાયણિક પરંતુ ભિન્ન ભૌતિક ગુણધર્મો ધરાવે છે. જે પરમાણુની લાક્ષણિકતા તેના પરમાણુ-ક્રમાંક, પરમાણુ-ભારાંક તથા ન્યૂક્લિયર ઊર્જા-સ્તરો વડે દર્શાવવામાં આવે…

વધુ વાંચો >

રેડૉક્સ-પ્રક્રિયાઓ

રેડૉક્સ-પ્રક્રિયાઓ : પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના પરમાણુઓ કે આયનોની સંયોજકતામાં ઇલેક્ટ્રૉનના વિનિમયને કારણે ફેરફાર થતો હોય તેવી અપચયન-ઉપચયન (reduction-oxidation) પ્રક્રિયાઓ. નીચે દર્શાવેલી પ્રક્રિયા Zn + H2SO4 = ZnSO4 + H2 તુરત જ રેડૉક્સ-પ્રક્રિયા તરીકે ઓળખી શકાય છે, કારણ કે Zn પરમાણુની સંયોજકતા શૂન્ય(0)માંથી +2માં ફેરવાય છે તથા હાઇડ્રોજન-પરમાણુઓની સંયોજકતા +1માંથી…

વધુ વાંચો >

રેડૉક્સ-વિભવ (redox potential)

રેડૉક્સ-વિભવ (redox potential) : ઉપચયન(oxidation) અપચયન(reduction)ની પ્રક્રિયામાં મુક્ત ઊર્જા(free energy)માં થતો ફેરફાર. તે પ્રમાણિત (standard) રેડૉક્સવિભવ તરીકે વીજ-રાસાયણિક એકમોમાં અભિવ્યક્ત થઈ શકે છે. ઉપચયન દરમિયાન કોઈ એક રાસાયણિક પદાર્થમાંથી એક કે તેથી વધારે ઇલેક્ટ્રૉન મુક્ત થાય છે. ઊર્જાના સંદર્ભમાં તે ઉષ્માત્યાગી પ્રક્રિયા છે. અપચયનની પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પદાર્થ એક કે…

વધુ વાંચો >

રેડૉક્સ-સૂચકો

રેડૉક્સ-સૂચકો : રેડૉક્સ (અપચયન-ઉપચયન, reduction oxidation) અનુમાપનોમાં અંતિમ બિંદુ (end point) નક્કી કરવા માટે વપરાતા પદાર્થો. જેમ ઍસિડ-બેઇઝ અનુમાપનોમાં અંતિમ બિંદુએ pH મૂલ્યમાં થતા એકાએક ફેરફારને માપવા માટે ઍસિડ-બેઇઝ સૂચકોનો ઉપયોગ થાય છે, તેમ અપચયન-ઉપચયન અનુમાપનોમાં સમતુલ્ય બિંદુ(equivalence point)ની આસપાસ ઉપચયન-વિભવ(potential)માં થતો એકાએક ફેરફાર પારખવા રેડૉક્સ સૂચકોનો ઉપયોગ થાય છે.…

વધુ વાંચો >

રેડૉન (radon)

રેડૉન (radon) : આવર્તક કોષ્ટકના 18મા (અગાઉના શૂન્ય) સમૂહનું સૌથી વધુ પરમાણુક્રમાંક ધરાવતું વિકિરણધર્મી રાસાયણિક તત્વ. સંજ્ઞા Rn. અગાઉ તે નિટોન તરીકે ઓળખાતું હતું. તે રાસાયણિક રીતે અત્યંત ઓછા સક્રિય એવા છ ઉમદા વાયુઓ પૈકીનો ભારેમાં ભારે છે. અન્ય વાયુઓ છે હીલિયમ, નિયૉન, આર્ગૉન, ક્રિપ્ટૉન અને ઝિનૉન. લાંબા સમય સુધી…

વધુ વાંચો >

રેનોલ્ડ્ઝ આંક

રેનોલ્ડ્ઝ આંક : સ્નિગ્ધ પ્રવાહનું લક્ષણ અને વર્તણૂક નક્કી કરતો પરિમાણવિહીન આંક. તેને નીચેના સૂત્રથી વ્યાખ્યાયિત કરી શકાય છે : ………………………………………………………………………………………………..(1) જ્યાં, ρ, તરલની ઘનતા; V, ધારાનો વેગ; L, લાક્ષણિક લંબાઈ- માપ અને μ, તરલની સ્નિગ્ધતા છે. રેનોલ્ડ્ઝ આંક સ્નિગ્ધ પ્રવાહ-વિશ્લેષણમાં પ્રાધાન્ય ધરાવે છે. 1883માં ઑસ્બૉર્ન રેનોલ્ડ્ઝે આ આંકને સૂત્રબદ્ધ…

વધુ વાંચો >

રેમ્સેન, ઇરા (Remsen, Ira)

રેમ્સેન, ઇરા (Remsen, Ira) (જ. 10 ફેબ્રુઆરી 1846, ન્યૂયૉર્ક સિટી; અ. 4 માર્ચ 1927, કાર્મેલ, કૅલિફૉર્નિયા) : યુ.એસ.ના રસાયણવિદ અને સૅકેરીનના સહશોધક. કોલંબિયા વિશ્વવિદ્યાલયમાંથી 1867માં એમ.ડી.ની ઉપાધિ મેળવીને મ્યૂનિક તથા ગોટિનબર્ગ, જર્મનીનાં વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરી 1870માં પીએચ.ડી.ની પદવી મેળવી. રેમ્સેને શુદ્ધ રસાયણશાસ્ત્રમાં તેમનું સંશોધન ટુબીંગન વિશ્વવિદ્યાલયમાં શરૂ કર્યું. અહીં 1870–1872…

વધુ વાંચો >

રોઝ ઇરવિન (Rose Irwin)

રોઝ, ઇરવિન (Rose, Irwin) (જ. 16 જુલાઈ 1926, બ્રૂકલિન, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણવિદ અને 2004ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1952માં રોઝે યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાંથી જૈવરસાયણમાં એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1963–64 દરમિયાન તેઓ યેલ (Yale) યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિનના અધ્યાપકગણમાં હતા. 1963થી 1995 દરમિયાન તેઓ ફૉક્સ ચેઝ (Fox…

વધુ વાંચો >

રૉબિન્સન, સર રૉબર્ટ

રૉબિન્સન, સર રૉબર્ટ (જ. 13 સપ્ટેમ્બર 1886, ચેસ્ટરફીલ્ડ, ડર્બિશાયર, ઇંગ્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1975, ગ્રેટ મિસેન્ડેન, લંડન પાસે) : કાર્બનિક સંશ્લેષણના નિષ્ણાત અને કાર્બનિક રસાયણમાં ઇલેક્ટ્રૉનીય સિદ્ધાંતની પહેલ કરનાર, નોબેલ પુરસ્કાર-વિજેતા બ્રિટિશ રસાયણવિદ. લીડ્ઝ નજીકની શાળાઓમાં પ્રાથમિક અભ્યાસ બાદ તેમણે માન્ચેસ્ટરના વિક્ટોરિયા વિશ્વવિદ્યાલયમાંથી 1906માં બી.એસસી. તથા 1910માં ડી.એસસી. પદવી મેળવી.…

વધુ વાંચો >