Chemistry
બ્યૂટેન
બ્યૂટેન : કાર્બનિક સંયોજનોની આલ્કેન શ્રેણી(સામાન્ય સૂત્ર CnH2n+2)નો ચોથો સભ્ય. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન. અણુસૂત્ર C4H10. બ્યૂટેનના બે સંરચનાકીય (structural) સમઘટકો (isomers) છે : (i) સરળ (સીધી) શૃંખલાવાળો n–બ્યૂટેન (normal બ્યૂટેન) અને (ii) શાખિત (branched) શૃંખલાવાળો આઇસો–બ્યૂટેન. બંને પ્રકારના બ્યૂટેન કુદરતી વાયુ (natural gas), અપરિષ્કૃત (crude) પેટ્રોલિયમ તથા ખનિજતેલના શુદ્ધીકરણમાં મળતા રિફાઇનરી-વાયુઓમાં…
વધુ વાંચો >બ્યૂટૅનૅન્ટ, એડૉલ્ફ (ફ્રેડરિક જોહાન)
બ્યૂટૅનૅન્ટ, એડૉલ્ફ (ફ્રેડરિક જોહાન) (જ. 24 માર્ચ 1903, બ્રેમરહેવન, જર્મની; અ. 1995) : લિંગ-અંત:સ્રાવોનું રસાયણશાસ્ત્ર વિકસાવનાર જર્મન કાર્બનિક રસાયણશાસ્ત્રી. પ્રાથમિક અભ્યાસ બ્રેમરહેવનમાં કર્યા બાદ તેમણે રસાયણશાસ્ત્રનો અભ્યાસ માર્બર્ગ તથા ગૉટ્ટિન્જન યુનિવર્સિટીમાં કરીને નોબેલ પારિતોષિકવિજેતા એડૉલ્ફ વિન્ડાસના હાથ નીચે સંશોધનકાર્ય શરૂ કર્યું. ગૉટ્ટિન્જનમાં 1927થી 1930 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્રીમાં વૈજ્ઞાનિક મદદનીશ…
વધુ વાંચો >બ્રહ્માંડમાં (રાસાયણિક) તત્વો
બ્રહ્માંડમાં (રાસાયણિક) તત્વો – ઉદગમ (origin અને વિપુલતા (abundance) : બ્રહ્માંડના વિવિધ પિંડો(bodies)માં વિવિધ રાસાયણિક તત્વોનું અસ્તિત્વ અને તેમની વિપુલતા. આને વૈશ્વિક રસાયણ(cosmochemistry)ના એક ભાગ તરીકે ઓળખાવી શકાય. વિશ્વરસાયણમાં રાસાયણિક તત્વો, તેમનાં સંયોજનો અને ખનિજોની વિપુલતા, વૈશ્ર્વિક પિંડોની રચનામાં કારણભૂત રાસાયણિક પ્રક્રિયાઓ, વિકિરણધર્મી રૂપાંતરો અને નાભિકીય પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.…
વધુ વાંચો >બ્રાઉન, હર્બર્ટ ચાર્લ્સ
બ્રાઉન, હર્બર્ટ ચાર્લ્સ (જ. 22 મે 1912, લંડન) : કાર્બનિક સંશ્લેષણમાં બોરોન તથા ફૉસ્ફરસ સંયોજનોના ઉપયોગને વિક્સાવનાર અમેરિકન રસાયણવિદ. મૂળ નામ હર્બર્ટ બ્રોવેર્નિક. હર્બર્ટ બ્રાઉન જન્મેલા લંડનમાં પણ તેમનું કુટુંબ 1914માં અમેરિકામાં વસાહતી તરીકે જતાં તેઓ ત્યાં સ્થાયી થયા. ખૂબ મુશ્કેલીઓમાં યુનિવર્સિટીનો અભ્યાસ પૂરો કરી 1936માં તેઓ શિકાગો યુનિવર્સિટીમાંથી સ્નાતક…
વધુ વાંચો >બ્રાઉનિયન ગતિ
બ્રાઉનિયન ગતિ (બ્રાઉની હલનચલન) (Brownian movement) : તરલમાં અવલંબિત કણોની ગતિજ સક્રિયતા (kinetic activity). પાણીમાં અવલંબિત પરાગકણો(pollen grains)નો સૂક્ષ્મદર્શક વડે અભ્યાસ કરતાં 1827માં વનસ્પતિવિદ રૉબર્ટ બ્રાઉને જોયું કે આ કણો અવિરત (ceaseless), યાર્દચ્છિક (random) અથવા વાંકીચૂંકી (zigzag) અને વૃંદન (swarming) ગતિ (motion) ધરાવે છે. આ ગતિ બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખાય…
વધુ વાંચો >બ્રૂન્સ્ટેડ, જૉહાન્સ નિકોલસ
બ્રૂન્સ્ટેડ, જૉહાન્સ નિકોલસ (જ. 22 ફેબ્રુઆરી 1879, વાર્ડે, ડેન્માર્ક; અ. 17 ડિસેમ્બર 1947, કોપનહેગન) : રસાયણશાસ્ત્રમાં અત્યંત ઉપયોગી એવો ઍસિડ-બેઝ ખ્યાલ વિકસાવનાર ડેનિશ રસાયણજ્ઞ. સિવિલ એન્જિનયરના પુત્ર જૉહાન્સ નિકોલસે 1899માં રાસાયણિક ઇજનેરીની પદવી મેળવી અને કોપનહેગન યુનિવર્સિટીમાંથી 1908માં રસાયણની ડૉક્ટરેટ મેળવી. તે અરસામાં જ તેઓ ભૌતિક અને અકાર્બનિક રસાયણના પ્રાધ્યાપક…
વધુ વાંચો >બ્રૂન્સ્ટેડ-લૉરી સિદ્ધાંત
બ્રૂન્સ્ટેડ-લૉરી સિદ્ધાંત : ડેન્માર્કના જોહાન્સ નિકોલસ બ્રૂન્સ્ટેડ અને ઇંગ્લૅન્ડના થૉમસ માર્ટિન લૉરીએ 1923માં રજૂ કરેલો ઍસિડ અને બેઝ અંગેનો પ્રોટૉન-સ્થાનાંતરણ (proton-transfer) સિદ્ધાંત. તે અગાઉ અર્હેનિયસની વ્યાખ્યા મુજબ, ઍસિડ એવું સંયોજન ગણાતું કે જે દ્રાવણમાં વિયોજન પામીને હાઇડ્રોજન આયન (H+) આપે; જ્યારે બેઝ એવું સંયોજન ગણાતું જે હાઇડ્રૉક્સિલ આયન (OH–) આપે.…
વધુ વાંચો >બ્રોમીન
બ્રોમીન : આવર્તક કોષ્ટકના 17 [અગાઉ VII]મા સમૂહનું અધાત્વિક હેલોજન તત્વ. સંજ્ઞા Br. 1826માં ફ્રાન્સના એન્તોઇ જિરોમ બેલાર્ડે સમુદ્રના પાણીના બાષ્પીભવન વડે મીઠું અલગ કર્યા બાદ મળેલા માતૃદ્રવ (mother liquor) (bittern)માંથી બ્રોમીન અલગ પાડી તે એક રાસાયણિક તત્વ છે તેમ જણાવ્યું. તે જ સમયે જર્મનીના લોવિગે પણ આ તત્વ શોધેલું.…
વધુ વાંચો >બ્લીચ લિકર
બ્લીચ લિકર (bleach liquor) (વિરંજક તરલ) : રેસા, સૂતર (yarn), કાગળ તથા કાપડ(textile fabrics)ની સફેદી વધારવા અથવા તેમના કુદરતી રંગને દૂર કરવા વપરાતાં દ્રાવણો. ‘બ્લીચીઝ’ અથવા વિરંજકો શબ્દ હેઠળ ઘન અને પ્રવાહી બંને પ્રકારના પદાર્થોનો સમાવેશ થાય છે. આવા પદાર્થો જેનું વિરંજન (decolourization) કરવાનું હોય તેવા ઘટકનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા…
વધુ વાંચો >બ્લીચિંગ પાઉડર
બ્લીચિંગ પાઉડર (વિરંજન ચૂર્ણ) : 1799માં સ્કૉટિશ રસાયણવિદ ચાર્લ્સ ટેનાન્ટ દ્વારા વપરાશ માટે દાખલ કરાયેલ કળીચૂનો (બુઝાવેલો ચૂનો) અને ક્લોરિનનું ઘન સંયોજન. કાર્લ વિલ્હેમ શીલેએ 1774માં ક્લોરિનની શોધ કરી અને 1785માં ફ્રેન્ચ રસાયણવિદ ક્લોડ બર્થોલેટે ક્લોરિનના વિરંજક ગુણધર્મો દર્શાવ્યા તે અગાઉ સૂર્યપ્રકાશ મુખ્ય વિરંજનકારક (bleaching agent) ગણાતો હતો. 1799 પછી…
વધુ વાંચો >