Chemistry
બંધલંબાઈ
બંધલંબાઈ : જુઓ રાસાયણિક બંધ
વધુ વાંચો >બંધ વિભાજનશક્તિ
બંધ વિભાજનશક્તિ : જુઓ રાસાયણિક બંધ
વધુ વાંચો >બાઇલસ્ટાઇન ફ્રેડરિખ કૉનરાડ
બાઇલસ્ટાઇન ફ્રેડરિખ કૉનરાડ (જ. 17 ફેબ્રુઆરી 1838, સેંટ પીટર્સબર્ગ; અ. 18 ઑક્ટોબર 1906, સેંટ પીટર્સબર્ગ) : કાર્બનિક રસાયણના જર્મન-રશિયન જ્ઞાનકોશકાર. જર્મનીમાં અનેક જાણીતા વૈજ્ઞાનિકોના હાથ નીચે કાર્બનિક રસાયણનો અભ્યાસ કર્યા બાદ બાઇલસ્ટાઇન ગોટિંજનમાં અધ્યાપક તથા ત્યારબાદ 1866માં ઇમ્પીરિયલ ટેક્નોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ, સેંટ પીટર્સબર્ગમાં રસાયણના પ્રાધ્યાપક તરીકે જોડાયા. બાઇલસ્ટાઇનનું પોતાનું સંશોધનકાર્ય ખૂબ…
વધુ વાંચો >બાયર, ઍડૉલ્ફ ફૉન
બાયર, ઍડૉલ્ફ ફૉન (જ. 31 ઑક્ટોબર 1835, બર્લિન; અ. 20 ઑગસ્ટ 1917, સ્ટનબર્ગ) : જર્મન કાર્બનિક રસાયણવિદ્, ચિરપ્રતિષ્ઠિત કાર્બનિક સંશ્લેષણના નિષ્ણાત. પ્રુશિયન આર્મીના જનરલના પુત્ર. બાયરે બાર વર્ષની ઉંમરે સૌપ્રથમ એક નવો પદાર્થ બનાવ્યો, જે સુંદર વાદળી રંગનો સ્ફટિકમય કાર્બોનેટ [CuNa2(CO3)2·3H2O] હતો. તેમણે તેમની તેરમી વર્ષગાંઠ ઇન્ડિગો નામનો રંગક ખરીદીને…
વધુ વાંચો >બાયો-ગૅસ
બાયો-ગૅસ : કોઈ પણ જૈવભાર(biomass)નું અજારક પાચન (anaerobic digestion) થાય તે રીતે આથવણ કરતાં મળતો વાયુ. આ બાયો-ગૅસમાં સામાન્ય રીતે 50 %થી 70 % મીથેન, 30 %થી 40 % કાર્બન ડાયૉક્સાઇડ તથા થોડી માત્રામાં હાઇડ્રોજન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન-સલ્ફાઇડ હોય છે. આ વાયુઓ દહનશીલ છે અને 26 મિલિયન-જૂલ પ્રતિ ઘનમીટર (MJ/m3)…
વધુ વાંચો >બાર્ટન, ડેરેક (સર) (હૅરલ્ડ રિચાર્ડ)
બાર્ટન, ડેરેક (સર) (હૅરલ્ડ રિચાર્ડ) (જ. 8 સપ્ટેમ્બર 1918, ગ્રેવસૅન્ડ, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના ખ્યાતનામ કાર્બન રસાયણશાસ્ત્રી. તેમણે લંડનની ઇમ્પીરિયલ કૉલેજ ખાતે અભ્યાસ કર્યો. 1945માં તેમણે લંડનની ઇમ્પીરિયલ કૉલેજ ઑવ્ સાયન્સ ઍન્ડ ટેક્નૉલોજીમાં પ્રથમ મદદનીશ લેક્ચરર અને પાછળથી સંશોધન-ફેલો તરીકે કાર્ય કર્યું. 1949–50 દરમિયાન હાર્વર્ડ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવાઓ…
વધુ વાંચો >બાલ્સમ (balsam) (રસાયણશાસ્ત્ર)
બાલ્સમ (balsam) (રસાયણશાસ્ત્ર) : સદાયે લીલાં રહેતાં વૃક્ષો કે છોડવામાંથી અલગ પાડવામાં આવતું રાળ જેવા સુંગધીદાર પદાર્થોનું મિશ્રણ. તેમાં ઓલિયોરેઝિન, ટર્પીન, સિન્નામિક ઍસિડ તથા બેન્ઝોઇક ઍસિડ હોય છે. તે પાણીમાં અદ્રાવ્ય, પણ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. તેમાંનાં કેટલાંક તીવ્ર મીઠી વાસ ધરાવે છે. બાલ્સમ જ્વલનશીલ અને બિનઝેરી હોય છે.…
વધુ વાંચો >બિલસ્ટાઇન, ફ્રેડરિક કૉનાર્ડ
બિલસ્ટાઇન, ફ્રેડરિક કૉનાર્ડ (જ. 1838, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 1906) : કાર્બન રસાયણશાસ્ત્રના જ્ઞાનકોશ(encyclopedia)ના નામી રચયિતા. તેમણે રસાયણશાસ્ત્રનો અભ્યાસ જર્મનીમાં કર્યો; પછી તે ગોટિંગન ખાતે અધ્યાપક બન્યા. 1866થી તેઓ પીટર્સબર્ગ ખાતે પ્રોફેસર નિમાયા. ‘હૅન્ડબુક ઑવ્ ઑર્ગેનિક કૅમિસ્ટ્રી’ (1881) નામક પુસ્તક તેમના નામના જાણે પર્યાયરૂપ બની રહ્યું. કાર્બનયુક્ત મિશ્રણો માટે આ…
વધુ વાંચો >બિસ્મથ
બિસ્મથ : આવર્તક કોષ્ટકના VA (હવે 15મા) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Bi. નાઇટ્રોજન સમૂહનાં આ તત્વોમાં ભૌતિક અને રાસાયણિક ર્દષ્ટિએ તે સૌથી વધુ ધાત્વિક ગુણધર્મો ધરાવે છે. પંદરમા સૈકામાં બેસિલ વૅલેન્ટાઇને તેને વિસ્મુટ (wismut) તરીકે ઓળખાવેલું. પ્રાપ્તિ : પૃથ્વીના પોપડામાં બિસ્મથનું પ્રમાણ 0.00002 % જેટલું છે. કુદરતમાં તે મુક્ત ધાતુ…
વધુ વાંચો >બિંદુ-પરીક્ષણ
બિંદુ-પરીક્ષણ (spot tests) : વિશ્લેષણ રસાયણમાં નમૂનાનાં અને પ્રક્રિયકનાં એક કે બે ટીપાં વાપરી વિવિધ સંયોજનો ઓળખવા માટેની વિશિષ્ટ અને ચયનાત્મક (selective) પરખ-કસોટીઓ (identififcation tests). ગુણાત્મક (qualitative) વિશ્લેષણમાં તે મહત્વનું અંગ છે. ઘણા લાંબા સમયથી વૈશ્લેષિક રસાયણશાસ્ત્રીઓ ફિલ્ટર પેપર પર અથવા અપારગમ્ય સપાટી પર દ્રાવણનાં બિંદુઓ મૂકીને એકાકી (single) રાસાયણિક…
વધુ વાંચો >