Chemistry
ફટકડી (alum)
ફટકડી (alum) : સામાન્ય સૂત્ર ધરાવતાં વિવિધ પ્રકારનાં દ્વિલવણો. તેમાં MI તરીકે સોડિયમ, પોટૅશિયમ, સિઝિયમ, સિલ્વર, રુબિડિયમ (લિથિયમ) જેવી એકસંયોજક ધાતુઓ અથવા એમોનિયા, હાઇડ્રેઝીન, હાઇડ્રૉક્સિલ એમાઇન જેવાં સંયોજનો; જ્યારે MIII તરીકે ઍલ્યુમિનિયમ ઉપરાંત આયર્ન, ક્રોમિયમ, મગેનીઝ, કોબાલ્ટ, ગૅલિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ઇરિડિયમ, રૉડિયમ અથવા ઇન્ડિયમ હોય છે. ઍલ્યુમિનિયમ સલ્ફેટ Al2 (SO4)3 તથા…
વધુ વાંચો >ફર્મિયમ
ફર્મિયમ : આવર્તકોષ્ટકમાંની ઍક્ટિનાઇડ શ્રેણીનું અગિયારમું અને માનવસર્જિત અનુયુરેનિયમ અથવા પરાયુરેનિયમ તત્વો પૈકીનું આઠમું રાસાયણિક તત્વ. સંજ્ઞા : Fm. તે કુદરતમાં મળી આવતું નથી. 1952માં યુ.એસ. દ્વારા દક્ષિણ પેસિફિક મહાસાગરમાં હાઇડ્રોજન-બૉંબનો પ્રથમ વિસ્ફોટ કરવામાં આવ્યો ત્યારે તેના વિકિરણધર્મી (radioactive) ભંગારમાં અમેરિકન વૈજ્ઞાનિક આલ્બર્ટ ધીઑર્સો અને તેમના સાથીદારોએ પરમાણુભાર–255 ધરાવતું તત્વ…
વધુ વાંચો >ફિનૉલ
ફિનૉલ : બેન્ઝિન વલય સાથે જોડાયેલ હાઇડ્રૉક્સિલ સમૂહવાળાં કાર્બનિક સંયોજનોનો પ્રથમ અને સાદામાં સાદો સભ્ય. બૃહદ્ અર્થમાં બેન્ઝિન વલય ઉપરાંત હાઇડ્રૉક્સિલ સમૂહ જોડાયેલ હોય તેવી સંકીર્ણ ઍરોમૅટિક વલય ધરાવતી પ્રણાલીઓના વર્ગ માટે પણ ‘ફિનૉલ’ શબ્દ વપરાય છે. સાદા ફિનૉલને હાઇડ્રૉક્સિબેન્ઝિન, બેન્ઝોફિનૉલ, ફિનાનાઇલિક ઍસિડ અથવા કાર્બોલિક ઍસિડ પણ કહેવાય છે. શુદ્ધ…
વધુ વાંચો >ફિનૉલ્ફ્થેલીન
ફિનૉલ્ફ્થેલીન : થેલીનસમૂહનો ઍસિડબેઝ અનુમાપનમાં વપરાતો સૂચક. રાસાયણિક નામ 3, 3 બીસ (P-હાઇડ્રૉક્સિ ફિનાઇલ)–થેલાઇડ થેલિક એન્હાઇડ્રાઇડ તથા ફિનૉલને ઝિંક ક્લોરાઇડ અથવા સલ્ફ્યુરિક ઍસિડ ઉદ્દીપકની હાજરીમાં 150°થી 180° સે. તાપમાને ગરમ કરતાં ફિનૉલમાંના પૅરા-સ્થિત હાઇડ્રૉજનના વિસ્થાપન દ્વારા આ સંયોજન બને છે. તે રંગવિહીન ઘન પદાર્થ હોય છે. ગ. બિં. 261° સે.…
વધુ વાંચો >ફિશર, અર્ન્સ્ટ ઑટો
ફિશર, અર્ન્સ્ટ ઑટો (જ. 10 નવેમ્બર 1918, મ્યુનિક) : જર્મન રસાયણવિદ. ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપકના પુત્ર ફિશરે મ્યુનિક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં અભ્યાસ કરી 1952માં ત્યાંથી પીએચ.ડી.ની પદવી મેળવી હતી. 1957થી 1964 દરમિયાન તેમણે મ્યુનિક યુનિવર્સિટીમાં અકાર્બનિક રસાયણના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું અને 1964માં ઇનૉર્ગૅનિક કૅમિસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટના નિયામક પણ બન્યા. ફિશરનું અકાર્બનિક સંકીર્ણો…
વધુ વાંચો >ફિશર, એમિલ હરમાન
ફિશર, એમિલ હરમાન (જ. 9 ઑક્ટોબર 1852; અ. 15 જુલાઈ 1919, બર્લિન) : જર્મન કાર્બનિક રસાયણવિદ અને કુદરતી પેદાશોના રસાયણના નિષ્ણાત. ફિશરનો જન્મ કોલોન નજીક એક ઊન કાંતવાની મિલ તથા આસવની ફૅક્ટરી ધરાવતા વેપારીને ત્યાં થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ યુનિવર્સિટી-પ્રવેશ માટે તેમની ઉંમર નાની પડતી હોવાથી કાકાના…
વધુ વાંચો >ફિશર, હાન્સ
ફિશર, હાન્સ (જ. 27 જુલાઈ 1881, હોક્સ્ટ, ફૅન્કફર્ટ ઑન મેઇન પાસે, જર્મની; અ. 31 માર્ચ, 1945, મ્યુનિક હોક્સ્ટ, જર્મની) : જર્મન જૈવ અને કાર્બનિક-રસાયણવિદ; પૉર્ફિરિનના સંશ્લેષણકર્તા. તેમના પિતા રસાયણની એક કંપનીના ડિરેક્ટર હતા. ફિશરે રસાયણશાસ્ત્રનું શિક્ષણ મારબુર્ગમાં લીધું હતું અને ત્યાંથી 1904માં તેમણે પીએચ.ડી.ની પદવી મેળવી. ત્યારબાદ 1908માં મ્યુનિકમાંથી ઔષધવિજ્ઞાન(medicine)માં…
વધુ વાંચો >ફુકૂઈ, કેનિચી
ફુકૂઈ, કેનિચી (જ. 4 ઑક્ટોબર 1918, નારા, જાપાન) : રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારવિજેતા પ્રથમ જાપાની રસાયણજ્ઞ. તેમણે ક્યોટો વિશ્વવિદ્યાલયમાંથી 1941માં સ્નાતકની અને તે જ સંસ્થામાંથી 1948માં પીએચ.ડી.ની પદવી મેળવી છે. 1951માં તેઓ ક્યોટોમાં જ ભૌતિક રસાયણના પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રક્રમ અંગેના અભ્યાસ મુજબ આયનિક તથા મુક્તમૂલક એમ બે…
વધુ વાંચો >ફુલેરીન (fullerenes)
ફુલેરીન (fullerenes) : ફુલેરીન, બકમિન્સ્ટર ફુલેરીન, ફુલેરાઇટ અથવા રોજિંદી ભાષામાં બકીબૉલ તરીકે ઓળખાતા 60થી 70 (અથવા તેથી પણ વધુ) કાર્બન પરમાણુઓ ધરાવતા પોલા, સંપૂર્ણપણે સમમિત અને ગોળાકાર (spherical) ગુચ્છાણુઓ (cluster molecules). હમણાં સુધી કાર્બનનાં બે સ્વરૂપો અથવા વિવિધરૂપો (અપર રૂપો) (allotropes) જાણીતાં હતાં : હીરો અને ગ્રૅફાઇટ. હીરો સૌથી વધુ…
વધુ વાંચો >ફૂગનાશકો (fungicides)
ફૂગનાશકો (fungicides) : ફૂગનો નાશ કરતાં આર્થિક અગત્યનાં રસાયણો. આ ફૂગનાશકો મુખ્યત્વે વનસ્પતિ-રોગ-નિયંત્રણ માટે વપરાતાં હોય છે. વનસ્પતિ-રોગ-નિયંત્રણમાં વપરાતાં વિવિધ રસાયણો કાર્બનિક કે અકાર્બનિક પ્રકારનાં હોય છે. દરેકની સૂક્ષ્મજીવનાશક કાર્યપદ્ધતિ જુદી જુદી હોય છે. કેટલાંક રસાયણો સૂક્ષ્મ જીવને જરૂરી ઉત્સેચકોને નિષ્ક્રિય કરી, ચયાપચયની અગત્યની ક્રિયામાં અવરોધ ઊભો કરી, તેમનો નાશ…
વધુ વાંચો >