Chemistry

પ્રવેગ (acceleration)

પ્રવેગ (acceleration) : કોઈ કણ કે પદાર્થના વેગમાં ફેરફારનો દર. તે સદિશ રાશિ છે. કણના વેગમાં એકધારી કે નિયમિત Δt રીતે સમયમાં જેટલો વેગમાં ફેરફાર થાય તો એ તેનો સરેરાશ પ્રવેગ છે. જો વેગનો ફેરફાર નિયમિત ન હોય તો પ્રવેગ નીચે મુજબ વેગના સમય સાપેક્ષે વિકલન તરીકે લેવામાં આવે છે…

વધુ વાંચો >

પ્રવેશશીલતા

પ્રવેશશીલતા : જુઓ પારગમ્યતા

વધુ વાંચો >

પ્રાઉટનો સિદ્ધાંત

પ્રાઉટનો સિદ્ધાંત : વિવિધ તત્વોના પરમાણુઓ સંઘનિત (condensed) બનેલા છે તેવી વિલિયમ પ્રાઉટ દ્વારા 1815માં રજૂ કરાયેલી પરિકલ્પના. તે મુજબ (1) બધાં તત્વોના સાપેક્ષ પરમાણુભાર હાઇડ્રોજનના પરમાણુભારના પૂર્ણાંક ગુણાંક (integral multiple) છે, અને (2) મૂળ-દ્રવ્ય(primary matter)માં હાઇડ્રોજન પ્રાથમિક પદાર્થ છે. આ અનુસાર તત્વોના પરમાણુભાર પૂર્ણાંક સંખ્યા ધરાવે છે. આ પરિકલ્પના…

વધુ વાંચો >

પ્રાકૃતિક પેદાશો (natural products)

પ્રાકૃતિક પેદાશો (natural products) : કુદરતમાં મળી આવતાં કાર્બનિક સંયોજનો. પુરાણા કાળમાં પણ રંગકામ માટેના રંગકો, અત્તરો તથા ઔષધો (folk medicines) તરીકે પ્રાકૃતિક પદાર્થો વપરાતા હતા. ઔષધો તરીકે વપરાતા બધા જ પદાર્થો કાર્બનિક સંયોજનો હોય છે, જે તેમનાં કુદરતી પ્રાપ્તિસ્થાનો–વનસ્પતિમાંથી નિષ્કર્ષણ દ્વારા મેળવાતાં. પુનરુત્થાન (renaissance) ગાળા દરમિયાન 60થી વધુ અત્તરો…

વધુ વાંચો >

પ્રાણવાયુ

પ્રાણવાયુ : જુઓ ઑક્સિજન

વધુ વાંચો >

પ્રિગૉગીને ઇલ્યા

પ્રિગૉગીને ઇલ્યા (જ. 25 જાન્યુઆરી 1917, મૉસ્કો) : અપ્રતિવર્તી ઉષ્માગતિશાસ્ત્ર વિકસાવનાર રશિયન બેલ્જિયન ભૌતિક રસાયણવિદ્. રશિયામાં જન્મેલા પ્રિગૉગીને 1921માં કુટુંબ સાથે પશ્ચિમ યુરોપમાં વસાહતી તરીકે આવ્યા તથા 12 વર્ષની વયે બેલ્જિયમમાં બ્રસેલ્સ ખાતે અભ્યાસ શરૂ કર્યો. 1942માં બ્રસેલ્સની ફ્રી યુનિવર્સિટીમાંથી તેઓ પીએચ.ડી. થયા અને ત્યાં જ 1951થી પ્રોફેસર બન્યા. તેઓ…

વધુ વાંચો >

પ્રીસ્ટલી, જૉસેફ બૉયન્ટન

પ્રીસ્ટલી જૉસેફ બૉયન્ટન (જ. 13 માર્ચ 1733, બર્સ્ટોલ ફિલ્ડહેડ (લીડ્ઝ નજીક), યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 6 ફેબ્રુઆરી 1804, નૉર્ધમ્બરલૅન્ડ, પેન્સિલ્વેનિયા, યુ.એસ.) : સ્વિડનના કાર્લ વિલ્હેમ શીલે સાથે સ્વતંત્ર રીતે ઑક્સિજન શોધવાનો યશ પ્રાપ્ત કરનાર અંગ્રેજ પાદરી અને રસાયણવિદ્. બાલ્યાવસ્થામાં અનાથ બનવા છતાં સોળ વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે ભાષામાં સારી પ્રગતિ…

વધુ વાંચો >

પ્રુશન બ્લૂ (ફેરિક ફેરોસાયનાઇડ/ચાઇનીઝ બ્લૂ)

પ્રુશન બ્લૂ (ફેરિક ફેરોસાયનાઇડ/ચાઇનીઝ બ્લૂ) : તાંબા જેવી ચમક ધરાવતો ઘેરા વાદળી રંગનો ઘન પદાર્થ. સૂત્ર : Fe4[Fe(CN)6]3 (ફેરિક ફૅરોસાઇનાઇડ). તે અનેક રીતે બનાવી શકાય છે પણ મોટા પાયા ઉપર તેને બનાવવા માટે ફેરસ સલ્ફેટ તથા પોટૅશિયમ ફેરોસાયનાઇડને મિશ્ર કરીને ઑક્સિજન સાથે તેની પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રુશન બ્લૂ પાણીમાં…

વધુ વાંચો >

પ્રેગલ, ફ્રિટ્ઝ

પ્રેગલ, ફ્રિટ્ઝ [જ. 3 સપ્ટેમ્બર 1869, લેઇબાખ (ઑસ્ટ્રિયા), હાલનું લુબ્લિયાના (યુગોસ્લાવિયા); અ. 13  ડિસેમ્બર 1930, ગ્રાઝ] : ઑસ્ટ્રિયાના પ્રસિદ્ધ રસાયણવિદ્.લુબ્લિયાનાના ‘જિમ્નેશિયમ’માં અભ્યાસ કર્યા બાદ પ્રેગલ ઔષધશાસ્ત્રના અભ્યાસ માટે ગ્રાઝ યુનિવર્સિટીમાં જોડાયા અને 1893માં એમ. ડી. ની પદવી પ્રાપ્ત કરી. વિદ્યાર્થી હતા તે દરમિયાન તેઓ અલેક્ઝાન્ડર રૉલેટના હાથ નીચે શરીરક્રિયાવિજ્ઞાન (physiology)…

વધુ વાંચો >

પ્રેલૉગ, વ્લાદિમિર

પ્રેલૉગ, વ્લાદિમિર (જ. 23 જુલાઈ 1906, સારાયેવો, યુગોસ્લાવિયા) : જાણીતા રસાયણવિદ. પ્રેલૉગે પ્રાહામાં ઝૅક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરી 1928માં કૅમિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા (M.Sc.) મેળવી. 1929માં પ્રો. વૉટૉસેકના માર્ગદર્શન નીચે સંશોધન કરી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1929–1935 દરમિયાન તેઓ ડ્રિઝા લૅબોરેટરીના અધ્યક્ષ હતા. 1935થી 1940 દરમિયાન તેઓ ઝાગ્રેબની ટૅકનિકલ…

વધુ વાંચો >