Chemistry

નેગિશી, એઈ – ઈચી (Negishi, Ei – ichi)

નેગિશી, એઈ – ઈચી (Negishi, Ei – ichi) [જ. 14 જુલાઈ 1935, ચેન્ગચુન, ચીન(Changchun, China)] : યુગ્મન પ્રક્રિયાના શોધક અને 2010ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા જાપાની રસાયણવિદ. તેઓ ચેન્ગચુન, ચીનમાં જન્મેલા પરંતુ તેમનો ઉછેર જાપાની હકૂમત હેઠળ કોરિયાના સેઉલ(Seoul)માં થયો હતો. 1958માં તેઓ ટોકિયો યુનિવર્સિટીમાંથી સ્નાતક બનેલા અને તેઈજિન(Teijin)…

વધુ વાંચો >

નેપ્ચૂનિયમ

નેપ્ચૂનિયમ : ઍક્ટિનાઇડ અથવા 5f શ્રેણીનાં તત્વો પૈકીનું એક વિકિરણધર્મી રાસાયણિક તત્વ. સંજ્ઞા Np, પરમાણુક્રમાંક 93, ઇલેક્ટ્રૉનીય સંરચના [Rn]5f46d17s2 અથવા [Rn]5f57s2 તથા પરમાણુભાર 237.0482. 1940માં મેકમિલન અને એબલસને યુરેનિયમ ઉપર ન્યૂટ્રૉનનો મારો ચલાવી તેને પ્રથમ અનુયુરેનિયમ (transuranium) તત્વ તરીકે મેળવ્યું હતું. ગ્રહ નેપ્ચૂન ઉપરથી તેને નેપ્ચૂનિયમ નામ આપવામાં આવ્યું હતું.…

વધુ વાંચો >

નૅપ્થેલીન

નૅપ્થેલીન (C10H8) : રંગવિહીન, સ્ફટિકમય, બાષ્પશીલ, ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન, સામાન્ય ભાષામાં તે ડામરની ગોળી (mothballs) તરીકે જાણીતું છે. તેનું ગ.બિં. 80.1° સે તથા ઉ.બિં 218° સે છે. તે પાણીમાં લગભગ અદ્રાવ્ય, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. તેનું બંધારણ બેન્ઝિનનાં બે વલયો જોડીને દર્શાવી શકાય છે. આ ત્રણેય સ્વરૂપો નૅપ્થેલીનનાં સંસ્પંદન (resonance)…

વધુ વાંચો >

નૅપ્થૉલ

નૅપ્થૉલ : નૅપ્થેલીનનાં મૉનોહાઇડ્રૉક્સી સંયોજનો જેને મૉનોહાઇડ્રિક ફીનોલના સમાનાંતર નૅપ્થેલીન વ્યુત્પન્નો કહી શકાય. ફીનોલના જેવા જ રાસાયણિક ગુણધર્મો ધરાવતા બે નૅપ્થૉલ્સ C10H7OH (α – તથા β – અથવા 1- તથા 2-)રંગકોના મધ્યસ્થીઓ તરીકે વપરાય છે. α-નૅપ્થૉલ : ગ. બિ. 95° સે., ઉ.બિં. 282° સે. તેને α- નૅપ્થાઇલ એમાઇનમાંથી અથવા 1…

વધુ વાંચો >

નેફેલોમિતિ

નેફેલોમિતિ : વૈશ્લેષિક રસાયણમાં દ્રાવણનું ધૂંધળાપણું (cloudiness) અથવા આવિલતા (turbidity) માપવા માટે વપરાતી પ્રકાશમિતીય (photometric) પદ્ધતિ. દ્રાવણની આવિલતા તેમાં અવલંબિત બારીક કણોને લીધે હોય છે. જ્યારે આવા આવિલ દ્રાવણમાંથી પ્રકાશપુંજ (beam of light) પસાર કરવામાં આવે ત્યારે અવલંબનમાં રહેલા કણો દ્વારા પ્રકાશનું  વિખેરણ (scattering) અને અવશોષણ (absorption) થાય છે. આથી…

વધુ વાંચો >

નૅશનલ કેમિકલ લૅબોરેટરી (NCL), પુણે

નૅશનલ કેમિકલ લૅબોરેટરી (NCL), પુણે : રસાયણવિજ્ઞાન અને તેને આનુષંગિક વિજ્ઞાનશાખાઓમાં પાયારૂપ સંશોધન અને તેના ઔદ્યોગિક ઉપયોગનું કાર્ય કરતી પુણેસ્થિત રાષ્ટ્રીય સંસ્થા. 1942માં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) નામની સંસ્થા નવી દિલ્હી ખાતે સ્થાપવામાં આવી. આ મધ્યસ્થ સંસ્થા દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં જે વિભાગીય સંસ્થાઓ શરૂ કરવામાં…

વધુ વાંચો >

નૉનસ્ટોઇકિયોમૅટ્રિક સંયોજનો

નૉનસ્ટોઇકિયોમૅટ્રિક સંયોજનો : જેમાં તત્વોના પરમાણુઓની સાપેક્ષ સંખ્યા સાદી પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર વડે દર્શાવી શકાતી ન હોય તેવાં સંયોજનો. તત્વયોગમિતીય, ઉચિતપ્રમાણી, માત્રાત્મક અથવા સ્ટોઇકિયોમૅટ્રિક કે ડોલ્ટનાઇડ સંયોજનો એવાં છે કે તેમાં ધનાયનો અને ઋણાયનોની સંખ્યાનો ગુણોત્તર તેમના રાસાયણિક સૂત્ર દ્વારા સૂચિત થતા ગુણોત્તર જેટલો હોય છે; દા. ત., Cu2S. પરંતુ…

વધુ વાંચો >

નોબેલ, આલ્ફ્રેડ બર્નહાર્ડ

નોબેલ, આલ્ફ્રેડ બર્નહાર્ડ (જ. 21 ઑક્ટોબર 1833, સ્ટૉકહોમ, સ્વીડન; અ. 10 ડિસેમ્બર 1896, સાન રે મો, ઇટાલી) : વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક પ્રતિષ્ઠાનના સ્થાપક અને ડાઇનેમાઇટના શોધક સ્વીડિશ રસાયણશાસ્ત્રી. ઇમૅન્યુઅલ નોબેલના ત્રણ પુત્રોમાંના એક. શરૂઆતમાં નોબેલ કુટુંબે 1842માં સ્વીડન છોડીને સેંટ પીટર્સબર્ગ(રશિયા)માં વસવાટ કર્યો. આલ્ફ્રેડનું શિક્ષણ ખાનગી શિક્ષકો દ્વારા થયું અને…

વધુ વાંચો >

નોબેલિયમ

નોબેલિયમ : આવર્તકોષ્ટકના 3જા B સમૂહની ઍક્ટિનાઇડ શ્રેણીની ટ્રાન્સયુરેનિયમ તત્વ તરીકે ઓળખાતી કિરણોત્સર્ગી ધાતુ. તેની સંજ્ઞા No, પરમાણુઆંક 102 તથા સ્થાયી સમસ્થાનિક(અર્ધજીવનકાળ ~1 કલાક)નો પરમાણુભાર 259.101 છે. તે કુદરતમાં મળતું નથી, પરંતુ પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે બનાવાય છે. માત્ર સૂક્ષ્માતિસૂક્ષ્મ (atomic quantities) માત્રામાં જ તે મેળવી શકાયું છે. તેનો ક્ષય થતાં…

વધુ વાંચો >

નૉયોરી, ર્યોજી (Noyori, Ryoji)

નૉયોરી, ર્યોજી (Noyori, Ryoji) (જ. 3 સપ્ટેમ્બર 1938, કોબે, જાપાન(Kobe, Japan)) : જાપાની રસાયણવિજ્ઞાની અને 2001ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. નૉયોરી ક્યોટો યુનિવર્સિટીની એન્જિનિયરિંગ શાળાના ઔદ્યૌગિક રસાયણ-વિભાગના વિદ્યાર્થી હતા. ત્યાંથી 1961માં સ્નાતક થયા અને તે પછી નગોયા યુનિવર્સિટીની ગ્રૅજ્યુએટ(graduate) સ્કૂલ ઑવ્ એન્જિનિયરિંગમાંથી ઔદ્યોગિક રસાયણમાં અનુસ્નાતક પદવી મેળવી હતી.…

વધુ વાંચો >