Chemistry

સ્વત:દહન (spontaneous combustion)

સ્વત:દહન (spontaneous combustion) : પદાર્થનો મોટા જથ્થામાં સંગ્રહ કરવામાં આવે ત્યારે તેમાં થતા રાસાયણિક ફેરફારો કે ધીમા ઉપચયનને કારણે ઉત્પન્ન થતી ગરમી અંદર જ રોકાઈ જવાથી પદાર્થનું સળગી ઊઠવું. સામાન્ય રીતે કોલસાના કે તૈલી ચીંથરાના ઢગલા, ઘાસની ગંજી વગેરેમાં સ્વત:દહન ઝડપથી થાય છે. આ ઘટનામાં સંગ્રહ દરમિયાન પદાર્થમાં ઉત્પન્ન થતી…

વધુ વાંચો >

સ્વેડબર્ગ થિયોડોર (Swedberg Theodor)

સ્વેડબર્ગ, થિયોડોર (Swedberg, Theodor) (જ. 30 ઑગસ્ટ 1884, ફેલેરેન્ગ, સ્વીડન; અ. 25 ફેબ્રુઆરી 1971, ઓરે બ્રો, સ્વીડન) : કલિલ રસાયણ (colloid chemistry) તથા બૃહદાણ્વિક (macro-molecular) સંયોજનો અંગેના સંશોધનમાં મહત્વનું પ્રદાન કરનાર, 1926ના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પારિતોષિકવિજેતા, સ્વીડિશ રસાયણવિદ્. તેમના પિતા ઇલિયાસ સ્વેડબર્ગ કાર્ય-પ્રબંધક (works manager) હતા. થિયોડોરે કોપિંગ સ્કૂલ, ઓરે…

વધુ વાંચો >

હર્ઝબર્ગ ગરહાર્ડ (Herzberg Gerhard)

હર્ઝબર્ગ, ગરહાર્ડ (Herzberg, Gerhard) (જ. 29 ડિસેમ્બર 1904, હેમ્બુર્ગ, જર્મની; અ. 3 માર્ચ 1999, ઓટાવા, કૅનેડા) : પારમાણ્વિક અને આણ્વિક સ્પૅક્ટ્રમિકી(સ્પેક્ટ્રમવિજ્ઞાન, spectroscopy)માં મહત્વનું સંશોધન કરનાર અને 1971ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા જર્મન-કેનેડિયન ભૌતિકવિજ્ઞાની. જર્મનીમાં જ શિક્ષણ પ્રાપ્ત કરી તેઓ 1928માં ડાર્મસ્ટાડ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી સ્નાતક થયા. 1930માં ત્યાં જ…

વધુ વાંચો >

હર્ષકો એવરામ (Harshko Avram)

હર્ષકો એવરામ (જ. 31 ડિસેમ્બર 1937, કર્કાગ (Karcag), હંગેરી) : 2004ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા ઇઝરાયેલી વૈજ્ઞાનિક. હિબ્રૂ યુનિવર્સિટીની હદાસાહ (Hadasah) મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કરી હર્ષકોએ 1965માં એમ.ડી.ની અને 1969માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1972માં તેઓ ટેકનિયૉન (Technion), ઇઝરાયેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી, હૈફામાં જોડાયા અને 1998માં પ્રાધ્યાપક બન્યા.…

વધુ વાંચો >

હર્ષબાક ડડલી રૉબર્ટ (Herschbach Dudley Robert)

હર્ષબાક, ડડલી રૉબર્ટ (Herschbach, Dudley Robert) (જ. 18 જૂન 1932, સાન જોઝે (San Joze), કૅલિફૉર્નિયા, યુ.એસ.) : યુ.એસ.ના રસાયણવિદ અને 1986ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેઓએ સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાંથી 1954માં મૅથેમૅટિક્સમાં બી.એસસી. અને 1955માં રસાયણશાસ્ત્રમાં એમ.એસસી.ની પદવી જ્યારે 1958માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1959થી 1963 દરમિયાન તેઓએ…

વધુ વાંચો >

હવાનું પ્રદૂષણ

હવાનું પ્રદૂષણ : જુઓ પ્રદૂષણ.

વધુ વાંચો >

હાઇડ્રાઇડ (hydride)

હાઇડ્રાઇડ (hydride) : હાઇડ્રોજનનાં ધાતુ અથવા ઉપધાતુ (meta-lloid) તત્વો સાથેનાં દ્વિઅંગી (binary) સંયોજનો. તત્વ કયા પ્રકારનો હાઇડ્રાઇડ બનાવશે તે તેની વિદ્યુતઋણતા (electro-negativity) ઉપર આધાર રાખે છે. હાઇડ્રાઇડ સંયોજનોને નીચેના વર્ગોમાં વહેંચી શકાય : (1) આયનિક (ionic) અથવા ક્ષાર જેવા (salt-like) હાઇડ્રાઇડ, (2) સહસંયોજક (covalent) અથવા આણ્વિક (molecular) હાઇડ્રાઇડ, (3) ધાત્વીય…

વધુ વાંચો >

હાઇડ્રેટ (hydrate)

હાઇડ્રેટ (hydrate) : એવું ઘન સંયોજન કે જેમાં પાણી H2O અણુઓ રૂપે જોડાયેલું હોય છે. ઘણા સ્ફટિકીય ક્ષારો સંયોજનના એક મોલ-દીઠ પાણીના 1, 2, 3 અથવા વધુ મોલ ધરાવતા હાઇડ્રેટ બનાવે છે; દા. ત., નિર્જળ કૉપર સલ્ફેટ એ CuSO4 સૂત્ર ધરાવતો સફેદ ઘન પદાર્થ છે. પાણીમાંથી તેનું સ્ફટિકીકરણ કરતાં તે…

વધુ વાંચો >

હાઇડ્રોકાર્બનો (hydrocarbons)

હાઇડ્રોકાર્બનો (hydrocarbons) : માત્ર કાર્બન અને હાઇડ્રોજન તત્ત્વો ધરાવતાં રાસાયણિક સંયોજનો. જે હાઇડ્રોકાર્બનોનાં કાર્બન પરમાણુઓ સળંગ [અખંડ, અવિચ્છિન્ન (continuous)] કે અશાખાન્વિત (nonbranched) ક્રમમાં જોડાયેલાં હોય તેમને સામાન્ય (normal) હાઇડ્રોકાર્બનો કહે છે. તેમને રેખીય અથવા સરળ શૃંખલાવાળાં હાઇડ્રોકાર્બન પણ કહે છે. કુદરતી વાયુમાં વધુ પ્રમાણમાં મળી આવતો મિથેન (CH4) તથા થોડા…

વધુ વાંચો >

હાઇડ્રૉક્લોરિક ઍસિડ

હાઇડ્રૉક્લોરિક ઍસિડ : જુઓ હાઇડ્રોજન ક્લોરાઇડ.

વધુ વાંચો >