Botany
રસાયણાનુવર્તન (chemotropism)
રસાયણાનુવર્તન (chemotropism) : રાસાયણિક ઉત્તેજનાને લઈને થતું વાનસ્પતિક રચનાઓનું દિશાત્મક (directive) વૃદ્ધિરૂપ હલનચલન. આ પ્રકારના હલનચલનમાં અનુક્રિયા(response)ની દિશા ઉત્તેજનાની દિશા સાથે સંબંધિત હોય છે. પરાગાસન અને પરાગવાહિનીમાં થઈને પરાગનલિકાની ભ્રૂણપુટ (embryosac) તરફ થતી વૃદ્ધિ રસાયણાનુવર્તનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. સ્ત્રીકેસરોમાં રહેલા રાસાયણિક પદાર્થો પરાગનલિકાની વૃદ્ધિ માટે દિશાત્મક બળ…
વધુ વાંચો >રસારોહણ
રસારોહણ વનસ્પતિઓના મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનિજક્ષારોનું પ્રરોહ(shoot)ના વિવિધ ભાગોમાં થતું ઊર્ધ્વ વહન. રસારોહણની પ્રક્રિયા ગુરુત્વાકર્ષણબળની વિરુદ્ધ ઘણી ઊંચાઈ સુધી થતી હોય છે. યુકેલિપ્ટસ અને સિક્વૉયા જેવાં અત્યંત ઊંચાં વૃક્ષોમાં આ પ્રક્રિયા 90 મી.થી 120 મી.ની ઊંચાઈ સુધી થાય છે. પાણીના વહનનો માર્ગ અને સંવહનતંત્ર : મૂલાગ્રના અધિસ્તરીય (epidermal)…
વધુ વાંચો >રસેલિયા
રસેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક શોભન પ્રજાતિ. તેની એક જાતિ Russelia juncea Zucc. (ગુ. રસીલી; અં. વીપિંગ મેરી, કૉરલ ફાઉન્ટન, ફાયર ક્રૅકર) છે. તે લગભગ 0.75 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની શાખાઓ પાતળી, લીલી અને પ્રકાશસંશ્ર્લેષી હોય છે અને વેલની જેમ પોતાની મેળે ટટ્ટાર રહી શકતી નથી…
વધુ વાંચો >રંગૂસત્રો (chromosomes) (વનસ્પતિ)
રંગૂસત્રો (chromosomes) (વનસ્પતિ) : સસીમ કેન્દ્રી (eukaryote) કોષોના (કોષ)કેન્દ્રમાં ન્યૂક્લીઇક ઍસિડો અને પ્રોટીનના અણુઓના સંયોજનથી બનેલ સૂત્રમય અંગ. અસીમ કેન્દ્રી (prokaryote) કોષોમાં રંગસૂત્ર હોતું નથી. તેના સ્થાને ગોળાકાર DNAનો એક અણુ કોષરસમાં પ્રસરેલો હોય છે. રંગસૂત્રમાં આવેલા DNAના અણુઓ કોષોમાં અગત્યના જનીનિક ઘટકો તરીકે આવેલા હોય છે અને તેઓ સાંકેતિક…
વધુ વાંચો >રંભ (stele)
રંભ (stele) સંવહન પેશીધારી વનસ્પતિઓના અક્ષનો મધ્યસ્થ નળાકાર સ્તંભ કે અંતર્ભાગ (core). ‘stele’ શબ્દ ગ્રીક ભાષામાંથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ સ્તંભ (column) થાય છે. આ રંભ સંવહન પેશીતંત્ર, અંતરાપૂલીય (interfascicular) પેશીઓ, મજ્જા (pith) અને પરિચક્ર (pericycle) ધરાવે છે. વાન ટીધેમ અને ડુલિયટે (1886) રંભનો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંત પ્રમાણે…
વધુ વાંચો >રાઈ
રાઈ દ્વિદળી વર્ગમાં આવેલા બ્રૅસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica juncea (Linn.) Czern. syn. Sinapis juncea Linn. (સં. રાજિકા; મ. મોહરી; હિં. રાઈ; બં. સારિષા; ક. સાસીરાઈ; તે. બર્ણાલું; અ. ખરદલ; અં. બ્રાઉન મસ્ટાર્ડ, લીફ મસ્ટાર્ડ, ઇંડિયન મસ્ટાર્ડ) છે. તે 1.0 મી.થી 1.8 મી. ઊંચી એકવર્ષાયુ શાકીય વનસ્પતિ…
વધુ વાંચો >રાઇઝોફોરેસી
રાઇઝોફોરેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેને ઉપવર્ગમુક્તદલા (polypetalae), શ્રેણી વજ્રપુષ્પી (calyciflorae) અને ગોત્ર મીરટેલ્સમાં મૂકવામાં આવે છે. ચેર (mangrove) વનસ્પતિઓ ધરાવતા આ કુળમાં લગભગ 16 પ્રજાતિઓ અને 120 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં 7 પ્રજાતિઓ અને 14 જેટલી જાતિઓ તેમજ ગુજરાતમાં 3…
વધુ વાંચો >રાઇબોઝોમ
રાઇબોઝોમ : સજીવના કોષમાં જોવા મળતી એક અંગિકા. તેનું સૌપ્રથમ અવલોકન પૅલેડે વીજાણુ-સૂક્ષ્મદર્શકયંત્ર હેઠળ અતિ સૂક્ષ્મ કણિકાઓ સ્વરૂપે કર્યું. તે અંત:રસજાળ(endoplasmic reticulum)ની અને કોષકેન્દ્રપટલ(nuclear membrane)ની બાહ્ય સપાટીએ તથા કોષરસમાં આવેલી હરિતકણ અને કણાભસૂત્ર જેવી અંગિકાઓમાં આવેલા કણો છે. હરિતકણોમાં થાયલેકૉઇડની સપાટી ઉપર તે આવેલા હોય છે. બૅક્ટેરિયા અને ફૂગ-કોષના(કોષ)રસમાં આ…
વધુ વાંચો >રાઉલ્ફિયા
રાઉલ્ફિયા : જુઓ સર્પગંધા
વધુ વાંચો >રાગી
રાગી : જુઓ નાગલી
વધુ વાંચો >