Botany
બાર્લેરિયા
બાર્લેરિયા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકેન્થેસી કુળની એક પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થતી કાંટાળી કે અશાખિત શાકીય અથવા ઉપક્ષુપ (undershrub) જાતિઓની બનેલી છે. ભારતમાં તેની 26 જેટલી જાતિઓ થાય છે. ઉદ્યાનોમાં નીચી વાડ તરીકે સામાન્યત: Barleria. gibsonii Dalz. B. lupulina Lindl. અને B. montana Nees. ઉગાડવામાં આવે છે. કાંટાશેળિયાનું વૈજ્ઞાનિક…
વધુ વાંચો >બાલ્સમ (વનસ્પતિશાસ્ત્ર)
બાલ્સમ (વનસ્પતિશાસ્ત્ર): દ્વિદળી વર્ગમાં આવેલા બાલ્સમિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Impatiens balsmina Linn. (હિં. गुलमहेंदी; બં. દુપાતી; ગુ. ગુલમેંદી, તનમનિયાં, પાનતંબોલ; અં. ગાર્ડન બાલ્સમ) છે. તે આશરે 50 સેમી.થી 60 સેમી. ઊંચી ટટ્ટાર, શાખિત અને માંસલ એકવર્ષાયુ વનસ્પતિ છે. તેનાં પર્ણો સાદાં, અદંડી અથવા ટૂંકા દંડવાળાં, એકાંતરિક અને…
વધુ વાંચો >બાલ્સમિનેસી
બાલ્સમિનેસી : દ્વિદળી વર્ગની વનસ્પતિઓનું એક કુળ. તેને જિરાનિયેસી કુળથી અલગ કરવામાં આવ્યું છે. આ કુળ બે પ્રજાતિઓ (Impatiens, Hydrocera) અને લગભગ 450 જાતિઓ ધરાવે છે. તે પૈકી Impatiensની 420 જેટલી જાતિઓ છે. આ કુળનું વ્યાપકપણે વિતરણ થયું હોવા છતાં એશિયા અને આફ્રિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં તે સૌથી વિપુલ પ્રમાણમાં મળી…
વધુ વાંચો >બાવચી
બાવચી : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Psoralea corylifolia Linn. (સં. बाकुची, सोमराज, अवल्गुजा, चंद्रलेखा, सुगंधकंटक, હિં. बाब्ची, बावंची; બં. सोमराज, બાવચી; મ. બાબચી, બાવચ્યા; ગુ. બાવચી, માળી બાવચો; માળવી બાવચો) છે. તે ટટ્ટાર એકવર્ષાયુ અને 30 સેમી.થી 180 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ…
વધુ વાંચો >બાવટો
બાવટો : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Eleusine coracana Gaertn. (સં. नर्तफा, बहुदल; હિં. नाचनी; બં. મરુઆ; મ. નાગલી, નાચણી; ગુ. બાવટો, નાગલી; તા. રાગી; અં. Finger millet, African millet) છે. તે 30થી 60 સેમી. ઊંચું, ટટ્ટાર એકવર્ષાયુ તૃણ છે. તેનું તલશાખન (tillering) ગુચ્છિત (tufted)…
વધુ વાંચો >બાવળ
બાવળ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના માઇમોસોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia nilotica Delite subsp. indica (Benth.) Brenan syn. A. arobica Willd. var. indica Benth. (સં. बब्बुल, आभाल, किंकिंरात, हिं. बबूल, पंकीकर; બં. બાબલા; મ. બાભૂળ; ગુ. બાવળ, કાળો બાવળ, રામબાવળ; અં. Indian Gum Arabic Tree) છે.…
વધુ વાંચો >બાહ્યવલ્ક
બાહ્યવલ્ક (periderm) : જલજ વનસ્પતિઓ સિવાયની તમામ વાહક-પેશીધારી વનસ્પતિઓમાં જોવા મળતી દ્વિતીયક સંરક્ષણાત્મક પેશી. તેનું નિર્માણ દ્વિતીયક વર્ધનશીલ પેશી દ્વારા થાય છે. પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન અધિસ્તર અંદર આવેલા ભાગોનું રક્ષણ કરે છે. તે પ્રકાંડ અને મૂળના અંદરના ભાગમાં આવેલા પાણીનું બાષ્પોત્સર્જન થતું અટકાવે છે. દ્વિતીય વૃદ્ધિ દરમિયાન વનસ્પતિના અક્ષની જાડાઈ…
વધુ વાંચો >બિગોનિયા
બિગોનિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બિગોનિયેસી કુળની એક માંસલ, કંદિલ (tuberosus) અથવા પ્રકંદી (rhizomatous) શોભન પ્રજાતિ. તે બહુવર્ષાયુ શાકીય કે ઉપક્ષુપ (undershrub) જાતિઓ છે; જે ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલી છે અને મુખ્યત્વે અમેરિકામાં થાય છે. વિશ્વભરમાં તેની 600 જેટલી જાતિઓ નોંધાયેલી છે. ભારતમાં તેની લગભગ 80 જેટલી…
વધુ વાંચો >બિગ્નોનિયા
બિગ્નોનિયા : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિ સ્વરૂપની ર્દષ્ટિએ બે મુખ્ય પ્રકારની જાતિઓ ધરાવે છે : (1) વૃક્ષ અને (2) આરોહી. Bignonia megapotamica એ બગીચામાં અથવા રસ્તાની બેઉ બાજુએ રોપવામાં આવતી વૃક્ષજાતિ છે. આ વૃક્ષ મધ્યમ ઊંચાઈનું થાય છે. પર્ણો સાધારણ નાનાં, થોડાં લાંબાં ચળકતાં અને…
વધુ વાંચો >બિગ્નોનિયેસી
બિગ્નોનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે લગભગ 120 પ્રજાતિ અને 750 જાતિઓનું બનેલું છે અને મુખ્યત્વે ઉષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલું છે. તેની બહુ ઓછી જાતિઓ બંને ગોળાર્ધોના સમશીતોષ્ણ પ્રદેશોમાં થાય છે. ઉત્તરીય દક્ષિણ અમેરિકામાં તેની પ્રજાતિઓ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. કેટલીક પ્રજાતિઓ ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને માડાગાસ્કરમાં…
વધુ વાંચો >