Botany
પોઆ (Poa)
પોઆ (Poa) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી (તૃણાદિ) કુળની એક પ્રજાતિ. તેની આશરે 300 જેટલી જાતિઓ બંને ગોળાર્ધોના સમશીતોષ્ણ અને પહાડી પ્રદેશોમાં થાય છે. ભારતમાં તેની લગભગ 49 જાતિઓ નોંધાઈ છે. ગુજરાતમાં તેની કોઈ જાતિ થતી નથી. ભારતમાં થતી કેટલીક જાણીતી જાતિઓ પૈકી P. annua, P. bulbosa, P. compressa,…
વધુ વાંચો >પોઈ
પોઈ : બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ. શાસ્ત્રીય નામ Basella rubra Linn. કુળ : બસેલસી. (ગુ. હિં. મ. બં. : પોઈ; તે. બટસલા; કન્નડ. બસાલે; મલ. બસાલા; અં. Indian spinach.) તેની દાંડી તેમજ પર્ણો આછા જાંબલી પડતા અથવા લીલા રંગનાં, ભરાવદાર, માંસલ હોય છે. પર્ણો 10થી 15 સેમી. લાંબાં અને ટોચ ઉપર…
વધુ વાંચો >પોઇન્શેટિયા
પૉઇન્શેટિયા : જુઓ, લાલ પત્તી.
વધુ વાંચો >પોથોસ
પોથોસ : વનસ્પતિઓના એકદળી વર્ગના એરેસી કુળની આરોહી ક્ષુપ પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 12 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી 8 જેટલી જાતિઓનો ભારતમાં પ્રવેશ કરાવાયો છે. તેને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તે સદાહરિત આરોહી સુંદર પ્રજાતિ છે અને તેનાં સુશોભિત પર્ણો માટે પ્રખ્યાત છે.…
વધુ વાંચો >પૉપી
પૉપી : દ્વિદળી વનસ્પતિઓના પૅપાવરેસી કુળમાં આવેલી પ્રજાતિ પૅપાવરની જાતિઓ. તેમનું વિતરણ મુખ્યત્વે સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં છ જેટલી જાતિઓ થાય છે. તે પૈકી ત્રણ પ્રવેશ પામેલી છે. Papaver sommiferum Linn. અફીણના મુખ્ય સ્રોત તરીકે ઉગાડાય છે. તેની ઘણી જાતિઓ તેમનાં અતિસુંદર ચકચકિત પુષ્પો માટે શોભન-વનસ્પતિઓ તરીકે…
વધુ વાંચો >પોયણાં
પોયણાં : દ્વિદળી વર્ગના નિમ્ફિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Nymphaea pubescens Willd. syn. N. nouchali Burm. F; N. lotus Hook f. S. Thoms non Linn. N. rubra Roxb. ex Salisb. (સં. કુમુદિની, પદ્મિની, ચંદ્રવિકાસિની; બં. રક્તક્મલ; મ. રક્તકમલ, લાલ કમળ; ગુ. પોયણાં, કમળ, કુમુદિની, કમલફૂલ, નીલોફર, કોકનદ, કુંભકમળ, બોકંડા,…
વધુ વાંચો >પૉર્ચ્યુલેકેસી (Portulacaceae)
પૉર્ચ્યુલેકેસી (Portulacaceae) : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ 19 પ્રજાતિઓ અને લગભગ 580 જાતિઓનું બનેલું છે અને મુખ્યત્વે વિશ્વના ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલું છે. ભારતમાં તેની 2 પ્રજાતિઓ અને આશરે 7 જાતિઓ થાય છે. Portulaca oleracea L. (લૂણી) હિમાલયમાં 1,650 મી.ની ઊંચાઈ સુધી થતી જોવા મળે…
વધુ વાંચો >પૉલિગેલેસી
પૉલિગેલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે લગભગ 1૦ પ્રજાતિઓ અને 7૦૦ જાતિઓ ધરાવે છે. ન્યૂઝીલૅન્ડ અને એશિયા તેમજ ઉત્તર અમેરિકાના ધ્રુવીય પ્રદેશો સિવાય તેનું બહોળું વિતરણ થયેલું છે. Polygala (475 જાતિ) અને Monnina (8૦ જાતિ) – આ કુળની મુખ્ય પ્રજાતિઓ ગણાય છે. તે શાકીય, ક્ષુપ અને નાના વૃક્ષ…
વધુ વાંચો >પૉલિગોનેસી (Polygonaceae)
પૉલિગોનેસી (Polygonaceae) : દ્વિદળી વર્ગની વનસ્પતિઓનું એકપરિદલપુંજી (monochlamydous) કુળ. આ કુળમાં લગભગ 4૦ પ્રજાતિ અને 8૦૦ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની મોટા ભાગની જાતિઓનું વિતરણ ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. દક્ષિણ ગોળાર્ધ, ઉષ્ણપ્રદેશો અને ધ્રુવીય પ્રદેશમાં તેની બહુ ઓછી જાતિઓ થાય છે. ભારતમાં લગભગ 8 પ્રજાતિ અને 11૦ જાતિઓ…
વધુ વાંચો >પૉલિપોડિયેસી
પૉલિપોડિયેસી : ત્રિઅંગી વનસ્પતિઓના ફિલિકેલ્સ ગોત્રનું સૌથી મોટું કુળ. આ કુળમાં હંસરાજ(fern)ની વિવિધ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનાં મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે : આ કુળની વનસ્પતિઓ મધ્યોદભિદ્, શુષ્કોદભિદ, પરરોહી કે જલોદભિદ હોય છે અને શાકીય, ક્ષુપ કે ક્યારેક નાના કદના વૃક્ષ-સ્વરૂપે જંગલોમાં ભેજવાળા વિસ્તારોમાં અને પર્વતીય પ્રદેશોમાં પુષ્કળ…
વધુ વાંચો >