Botany
તાલીસપત્ર
તાલીસપત્ર : વનસ્પતિઓના અનાવૃત બીજધારી વિભાગમાં આવેલા ટૅક્સેસીના કુળના વૃક્ષનું પર્ણ. તેનું વૈજ્ઞાનિક નામ Taxus baccata linn. (સં. મં. બં. હિં – તાલીસપત્ર; ક. ચરીચલી, ચંચલી, મારા; તે. તા. તાલીસપત્રી, મલા. તાલેસપત્ર; ફા. જરનવ; અ. તાલીસફર અં. Common yew) છે. તે 6 મી. જેટલું ઊંચુ અને 1.5-1.8 મી. ઘેરાવો ધરાવતું…
વધુ વાંચો >તાંદળજો
તાંદળજો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા અપામાર્ગાદિકુળ- Amaranthaceae)ની શાકીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amaranathus lividus Linn (સં. तंदुलीक; હિં. चौलाई; चौळाई; મ. તાંદુળજા; બં. ક્ષુદેનટે, કાંટાનટે, તે. કુઈ કોરા, ચિરિકુરા, મોલાકુરા. તા. મુલ્લુકુરઈ; અ. બુક્કેલેયમાનીય) છે. તેનું ઉદભવસ્થાન દક્ષિણ ભારત માનવામાં આવે છે. તાંદળજાનો છોડ વર્ષાયુ પ્રકારનો શાખાઓ તથા પ્રશાખાઓવાળો…
વધુ વાંચો >તુલસી
તુલસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબીયેટી) કુળની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ocimum sanctum Linn. (સં. पर्णाशा वृंदा, पत्रपुष्पा, गौरी विष्णुप्रिया, गंधहारिणी, अमृता, पवित्रा, मंजरी, सुभगा, पापघ्नी, तीव्रा; ગુ., હિં. બં., તે. મલ., તુલસી; તા. થુલસી, મ. તુળસ, તુળસી; કન્ન; વિષ્ણુતુલસી, શ્રીતુલસી; અં. Sacred Basil, Holy Basil) છે.…
વધુ વાંચો >તુવરક
તુવરક : દ્વિદળી વર્ગમાં આવેલા ફલેકોર્શિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hydnocarpus laurifolia (Dennst.) Sleumer syn. H. wightiana Blume. (સં. તુવરક; હિં. ચોલમુગરા; મ. કડુ-કવટા, કટુ-કવથ; અં. જંગલી આમંડ) છે. આ જ કુળની બીજી એક જાતિ Gynocardia odorata R. Br.ને પણ તુવરક તરીકે ઓળખવામાં આવે છે. તે ભારતમાં પશ્ચિમઘાટ,…
વધુ વાંચો >તુવેર
તુવેર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (પેપિલિયોનેસી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cajanus cajan (Linn.) Millsp. syn. C. indicus Spreng (સં. અર્વાકી, તુવેરી, તુવરિકા; હિ.બં.મ. અરહાર, તુર, તુવેર, તા. થોવારે; તે. કાદુલુ; ક. તોગારી; મલ. થુવારા; ગુ. તુવેર; અં. રેડ ગ્રામ, પીજિયન પી, કૉંગો પી) છે. તે આફ્રિકાની…
વધુ વાંચો >તૂરિયાં
તૂરિયાં : દ્વિદળી વર્ગના કૃષ્માણ્ડાદિ (Cucurbitaceae) કુળનો શાકભાજીનો છોડ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa acutangula (linn.) Roxb. (સં. ધારાકોશાતકી; હિં. તોરઈ, તુરૈયા; મ. દોડકી, શીરાળી; બં. ઝિંગા; ક. ધારાવીરે. તે. બીરકાયા તા. પીરકુ, પીરે; મલા. પિચ્ચકં; અં. રિજડ્ ગુઅર્ડ, રિબક્ ગુઅર્ડ) છે. તે ભારતની મૂલનિવાસી જાતિ છે. તે એક વર્ષાયુ, મોટા…
વધુ વાંચો >તૃણનિયંત્રણ
તૃણનિયંત્રણ : જુઓ, તૃણાપતૃણનાશકો
વધુ વાંચો >તૃણભૂમિ
તૃણભૂમિ (grassland) સ્થળજ નિવસનતંત્રનો એક મુખ્ય વનસ્પતિ-સમૂહ. ભૌતિક અને પર્યાવરણીય પરિબળોના સંયુક્ત આધારે વર્ગીકૃત કરેલા વનસ્પતિ-સમૂહોમાં રણ, ટુંડ્ર અને વનભૂમિ (wood land) ઉપરાંત તૃણભૂમિનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાં વૃક્ષોની ગેરહાજરીમાં અથવા દૂર દૂર છૂટાંછવાયાં વૃક્ષોની હાજરીમાં તૃણ અને તૃણાભ (graminoid) વનસ્પતિઓ પ્રભાવી હોય છે. એક વનસ્પતિસમૂહનું બીજા વનસ્પતિસમૂહમાં થતું…
વધુ વાંચો >તૃણાપતૃણનાશકો
તૃણાપતૃણનાશકો (herbicides or weedicides) : અનિચ્છનીય તૃણ-અપતૃણ વનસ્પતિઓનો નાશ કરવા વપરાતાં રસાયણો. વીસમી સદીમાં તૃણાપતૃણનાશકોનો શરૂઆતમાં ખૂબ ધીમો, પરંતુ ત્યારબાદ 1945 પછી 2,4-D (2,4 ડાઇકલોરો ફિનોક્સી એસેટિક ઍસિડ)ના પ્રવેશ બાદ ખૂબ ઝડપથી ઉપયોગ વધતો ગયો છે. તૃણાપતૃણનાશકોની શોધોને લગતી કડીબદ્ધ ઘટનાઓ આ પ્રમાણે છે : (1) ધાન્યના પાકોમાં પહોળાં પર્ણોવાળાં…
વધુ વાંચો >તૃણાહારી
તૃણાહારી (Herbivore) : પોષણ માટે વનસ્પતિ પેશીઓ પર પૂર્ણપણે આધાર રાખનાર પ્રાણી. તૃણાહાર માટેનાં અનુકૂલનોમાં વાગોળનારાં (ruminant) પ્રાણીઓમાં ચતુષ્ખંડ જઠર; કૃન્તકો(rodent)માં સતત વૃદ્ધિ પામતા છેદક દાંત; ઢોર, ઘેટાં-બકરાં, અન્ય પશુઓ અને હાથીમાં ચૂર્ણ કરવા માટે વિશિષ્ટીકરણ પામેલી દાઢ; પાણીની ગોકળગાય અને ચૂષક મુખવાળા બિડાલ–મત્સ્ય (sucker mouthed catfish-Plecostomus)માં રેતન જીભ(rasping–tongue)નો સમાવેશ…
વધુ વાંચો >