Botany
ઍપોમિક્સિસ
ઍપોમિક્સિસ : જુઓ અસંયોગી જનન.
વધુ વાંચો >એપોસાયનેસી
એપોસાયનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ અનુસાર તેને ઉપવર્ગ-યુક્તદલા (Gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae) અને ગોત્ર – જેન્શિયાનેલિસમાં મૂકવામાં આવે છે. આ કુળમાં લગભગ 300 પ્રજાતિઓ અને 1,300 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે.…
વધુ વાંચો >એપ્લિલેકના (Eplilechna) ભ્રમર
એપ્લિલેકના (Eplilechna) ભ્રમર : ઢાલપક્ષ (coleptera) શ્રેણીના coccinellidae કુળના કથ્થઈ રંગના અને શરીર પર કાળાં ટપકાં ધરાવતા કીટકો. મોટાભાગના એપ્લિલેકના ભ્રમર માનવજાતિને લાભદાયક ગણવામાં આવે છે, જ્યારે બીજા કેટલાક ભ્રમર નુકસાનકારક છે. અમુક ભ્રમરની ઇયળ અને તેના પુખ્ત અવસ્થાના કીટકો બટાટા, કારેલી, રીંગણી અને ટામેટાંનાં પાનને ખાઈને ચાળણી જેવાં બનાવી…
વધુ વાંચો >એફીડ્રેલ્સ
એફીડ્રેલ્સ : અનાવૃત બીજધારી વનસ્પતિઓના નીટોપ્સીડા વર્ગનું એક ગોત્ર. ચૅમ્બરલીને નીટમ, એફીડ્રા અને વેલવીશિયા પ્રજાતિઓને એક જ કુળ નીટેસી હેઠળ મૂકી હતી. એ. જે. ઇમ્સે (1952) નીટેસી કુળને તોડીને ત્રણેય પ્રજાતિઓને સ્વતંત્ર ગોત્રનો દરજ્જો આપ્યો. તે માટે તેમણે આપેલાં કારણો આ પ્રમાણે છે : (1) એફીડ્રામાં રંધ્રો હેપ્લોકાઇલિક પ્રકારનાં, જ્યારે…
વધુ વાંચો >એબીનેસી
એબીનેસી : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી ઊર્ધ્વસ્ત્રીકેસરી (superae), ગોત્ર – એબીનેલીસ, કુળ – એબીનેસી. આ કુળમાં 5 પ્રજાતિઓ અને લગભગ 325 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું વિતરણ વિશ્વના…
વધુ વાંચો >એબ્રસ, એલ.
એબ્રસ, એલ. (Abrus, L) : જુઓ રક્તગુંજ (ચણોઠી).
વધુ વાંચો >એબ્સીસીક ઍસિડ
એબ્સીસીક ઍસિડ : જુઓ અંત:સ્રાવો (વનસ્પતિ).
વધુ વાંચો >એમહર્સ્ટિયા વૉલ
એમહર્સ્ટિયા વૉલ (Amherstia Wall) : જુઓ વિશ્વસુંદરી.
વધુ વાંચો >ઍમાયલેઝ (amylase)
ઍમાયલેઝ (amylase) : વનસ્પતિજન્ય કાર્બોદિત, સ્ટાર્ચ અને પ્રાણીજન્ય ગ્લાયકોજન બહુશર્કરાઓનું પાચન કે વિઘટન કરનાર સામાન્ય ઉત્સેચકસમૂહ. તે આથવણકારક (fermentable) બહુશર્કરાનું મુખ્યત્વે માલ્ટોઝમાં વિઘટન કરે છે, જ્યારે આથવણ-નિરોધી અને ધીમી ગતિએ આથવણ થતી બહુશર્કરાનું વિઘટન ડેક્સ્ટ્રોઝમાં કરે છે. α-1, 6 બંધન ધરાવતી બહુશર્કરાને ડેક્સ્ટ્રોઝ કહે છે; જ્યારે ખોરાકી બહુશર્કરાને ઍમાયલોઝ કહે…
વધુ વાંચો >ઍમિનોઍસિડ (વનસ્પતિશાસ્ત્ર)
ઍમિનોઍસિડ (વનસ્પતિશાસ્ત્ર) : સજીવના બંધારણમાં આવેલ પ્રોટીનનું ઍસિડ જલાપઘટન (hydrolysis) કરતાં પ્રાપ્ત થતા એકલકો (monomers). તેઓ વનસ્પતિકોષોમાં થતી ચયાપચયની પ્રક્રિયાના નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે; તેથી જુદા જુદા કોષો, પેશી અને અંગોમાં તેઓ વિવિધ માત્રામાં મળી આવે છે. ઍમિનોઍસિડનું માપન નીનહાઇડ્રીન દ્વારા થઈ શકે છે. જીવોત્પત્તિ અને ઉદવિકાસ અને વિભેદન…
વધુ વાંચો >