Botany
વેલ્વિત્સિયેસી
વેલ્વિત્સિયેસી : અનાવૃતબીજધારી વનસ્પતિઓના ક્લેમીડોસ્પર્મોપ્સિડા વર્ગનું એક કુળ. આ કુળમાં એકમાત્ર વનસ્પતિ Welwitschia mirabilisનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં વૅલ્વિસના અખાતના ઉત્તર અને દક્ષિણ દરિયાકિનારે અને એન્જોલામાં થાય છે. તે વર્ષ દરમિયાન 2.5 સેમી.થી પણ ઓછો વરસાદ થતો હોય તેવી અત્યંત શુષ્ક આબોહવામાં થાય છે. પ્રકાંડ આડા ઉપવલયી…
વધુ વાંચો >વોગેલિયા
વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે…
વધુ વાંચો >વૉટર હાઇસિન્થ (Water Hyacynth)
વૉટર હાઇસિન્થ (Water Hyacynth) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોન્ટેડેરિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Eichhornia crassipes syn. Pontederia crassipes છે. તેને ગુજરાતીમાં નાળો કે નકવી અને હિંદીમાં જળકુંભી કહે છે. આ છોડ પાણીમાં થતા શોભાના અને સુંદર ફૂલવાળા છોડ માટે એક આક્રમક નીંદામણ છે; કારણ કે થોડા વખતમાં…
વધુ વાંચો >વ્હાલિયેસી
વ્હાલિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેન્થામ અને હૂકરે તેનો સમાવેશ સેક્સિફ્રેગેસી કુળમાં કર્યો હતો. જોકે ઘણા વર્ગીકરણવિજ્ઞાનીઓએ વ્હાલિયેસીને સ્વતંત્ર કુળ તરીકેનો દરજ્જો આપ્યો છે અને તેનું સ્થાન સેક્સિફ્રેગેસી અને રુબિયેસી વચ્ચે હોવાનું સ્વીકારે છે. આ કુળ એક પ્રજાતિ અને આશરે પાંચ જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ દક્ષિણ…
વધુ વાંચો >શક્કરિયું
શક્કરિયું : દ્વિદળી વર્ગમાં આવેલા કન્વૉલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea batatas (Linn.) Lam. (હિં. મીઠા આલુ, શકરકંદ; બં. લાલ આલુ; મ. રતાલુ; ગુ. શક્કરિયું; તે. ચેલાગાડા; ત. સક્કરીવેલ્લેઇકિલંગુ; મલ. ચાકરકિલંગુ; અં. સ્વીટ પોટેટો) છે. તે નાજુક ભૂપ્રસારી કે આરોહી બહુવર્ષાયુ, શાકીય વનસ્પતિ છે. તે માંસલ સાકંદ મૂળ…
વધુ વાંચો >શક્તિ
શક્તિ : પદાર્થની કે તંત્રની કાર્ય કરવાની ગુંજાશ. ભિન્ન ભિન્ન સ્વરૂપો ધરાવતી ગતિ માટેના સામાન્ય માપ તરીકે પણ તેને ઓળખાવી શકાય. શક્તિ વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે; જેમ કે, ધ્વનિ, પ્રકાશ, વિદ્યુત, ઉષ્મા, રાસાયણિક અને ન્યૂક્લિયર સ્વરૂપે. શક્તિના પ્રત્યેક સ્વરૂપ થકી તેનો જથ્થો દર્શાવવા માટે ગાણિતિક સૂત્ર તૈયાર કરવામાં આવે…
વધુ વાંચો >શતાવરી
શતાવરી : એકદળી વર્ગમાં આવેલા બિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Asparagus racemosus Willd. (બં. શતમૂલી; ગુ. એકલકંટો, સતાવરી, સસલાચારો; હિં. ચાતવાલ, સતાવર, સતમૂલી; મ. આસવેલ, શતાવરી, શતમૂલી; ક. અહેરુબલ્લી, આશાધી; મલ. ચાતવાલી, સતાવરી; ત. અમૈકોડી, ઇન્લી-ચેડી, કડુમૂલા, શિમૈશડાવરી; તે. પિલ્લી-ગડ્ડાલુ, તોઆલા-ગડ્ડાલુ) છે. આ પ્રજાતિની જાતિઓ ઉપ-ક્ષુપ (under-shrub) કે…
વધુ વાંચો >શતાવરી ઘૃત (રસાયન-ઔષધિ)
શતાવરી ઘૃત (રસાયન–ઔષધિ) : આયુર્વેદિક ઔષધિ. પાઠ તથા નિર્માણવિધિ : શતાવરીનો રસ 2560 મિલિ., દૂધ 2560 મિલિ, ગાયનું ઘી 1300 ગ્રામ તથા જીવક, ઋષભક, મેદા, મહામેદા, કાકોલી, ક્ષીરકાકોલી, દ્રાક્ષ (લીલવા-સૂકી), જેઠીમધ, જંગલી મગ, જંગલી અડદ, વિદારી કંદ અને રતાંજળી આ 12 ઔષધિઓ 30-30 ગ્રામ લઈ, તેનો કલ્ક કરવામાં આવે છે.…
વધુ વાંચો >શરપુંખો
શરપુંખો : ઔષધિજ વનસ્પતિ. પરિચય : ગુજરાતમાં અમદાવાદ, વાપી-વલસાડ, દમણગંગા તથા અન્ય અનેક સ્થળોએ, શરપુંખો કે શરપંખો જેને સંસ્કૃતમાં शरपुंख હિન્દીમાં शरफोंका અને ગુજરાતી લોકભાષામાં ઘોડાકુન અથવા ઘોડાકાનો કહે છે, તે ખૂબ થાય છે. આ વનસ્પતિ આયુર્વેદમાં યકૃત(લીવર)નાં દર્દોમાં એક રામબાણ ઔષધિ રૂપે વખણાય છે. આ વનસ્પતિ વર્ષાયુ, 0.4572 મી.થી…
વધુ વાંચો >શર્મા, અરુણકુમાર
શર્મા, અરુણકુમાર (જ. 31 ડિસેમ્બર 1924, કોલકાતા) : ભારતના સુપ્રસિદ્ધ કોષ-જનીનવિજ્ઞાની (cytogenetisist). તેઓ સી. સી. શર્માના પુત્ર છે. તેમણે 1943માં બી.એસસી., 1945માં એમ. એસસી. અને 1955માં ડી. એસસી., કોલકાતા યુનિવર્સિટીની ઉપાધિઓ પ્રાપ્ત કરી હતી. તેમણે 1947માં વનસ્પતિવિજ્ઞાન-વિભાગ, કોલકાતા યુનિવર્સિટીના વ્યાખ્યાતા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો; 1976-88 સુધી સર રાસબિહારી સેન્ટર ઑવ્…
વધુ વાંચો >