Botany
વિસ્કમ (Viscum L.)
વિસ્કમ (Viscum L.) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વિસ્કેસી (જૂનું નામ – લૉરેન્થેસી) કુળની એક પ્રજાતિ. ઉષ્ણ પ્રદેશોમાં થતી આ પ્રજાતિ હેઠળ આશરે 60થી 70 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અંગ્રેજીમાં ‘mistletoe’ તરીકે ઓળખાતું આ દ્રવ્ય આયુર્વેદમાં ખડકી રાસ્ના કે વાંદા તરીકે જાણીતું છે. તે ભારતભરમાં અને ગુજરાતનાં જંગલોમાં મોટાં…
વધુ વાંચો >વીંછીકંટો (ઍકેલીફા)
વીંછીકંટો (ઍકેલીફા) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની શાકીય, ક્ષુપ કે વૃક્ષ-પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં તેના સુંદર પર્ણ-સમૂહ અને નિલંબ શૂકી (catkin) પ્રકારના પુષ્પવિન્યાસ માટે ઉગાડવામાં આવે છે અને ઓછી કાળજીએ થઈ શકે છે. ભારતમાં તેની 27 જેટલી જાતિઓ થાય છે,…
વધુ વાંચો >વુલ્ફિયા
વુલ્ફિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા લેમ્નેસી કુળની પ્રજાતિ. તેની આશરે 10 જેટલી જાતિઓ ઉષ્ણ અને શીતપ્રદેશોમાં થાય છે. Wolfia arrhiza નામની જાતિ વનસ્પતિજગતની સૌથી નાની સપુષ્પ વનસ્પતિ છે. સ્થિર પાણીનાં ખાબોચિયાં, કુંડ, હોજ અને તળાવમાં થતી આ વનસ્પતિ અત્યંત વિશિષ્ટ છે. તેના નાનકડા ગોળાકાર લાલ રંગના છોડ પાણીમાં તરતા…
વધુ વાંચો >વૂડફૉર્ડિયા
વૂડફૉર્ડિયા : દ્વિદળી વર્ગમાં આવેલા લિથ્રેસી કુળની એક પ્રજાતિ. તેની એક જ જાતિ, Woodfordia fruiticosa (ધાવડી, ધાતકી), ભારત, માડાગાસ્કર, શ્રીલંકા, ચીન અને સુમાત્રાથી ટીમોર સુધીના ઉષ્ણ પ્રદેશોમાં મળી આવે છે. તે નદીની ભેખડો કે રસ્તાની આસપાસ ઊગે છે. તે મધ્યમ કદનું ક્ષુપ છે. તેનાં પર્ણો સંમુખ, ક્વચિત્ ભ્રમિરૂપ (whorled), અંડાકાર…
વધુ વાંચો >વૃક્ષોદ્યાન
વૃક્ષોદ્યાન : શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સંશોધન માટે ફક્ત કાષ્ઠમય (woody) વૃક્ષો અને ક્ષુપો જેમાં ઉછેરેલાં હોય તેવો અલાયદો પ્રદેશ. વનસ્પતિ-ઉદ્યાનો(botanical gardens)માં વનસ્પતિઓની સાથે સાથે શુષ્ક વાનસ્પત્યમ્ યાને વનસ્પતિ-સંગ્રહાલય (herbarium) પણ હોય છે તથા આનંદપ્રમોદનાં સાધનો પણ ગોઠવેલાં હોય છે. વૃક્ષોદ્યાનને જીવંત, કાષ્ઠમય વૃક્ષોનું સંગ્રહાલય કહી શકાય. અમેરિકાનું મોટામાં મોટું વૃક્ષોદ્યાન…
વધુ વાંચો >વૃદ્ધિ અને વિકાસ (વનસ્પતિશાસ્ત્ર)
વૃદ્ધિ અને વિકાસ (વનસ્પતિશાસ્ત્ર) સજીવનું એક અગત્યનું લક્ષણ. એકકોષી યુગ્મનજ (zygote) સૂક્ષ્મદર્શી કોષમાંથી ક્રમશ: વિભાજનો અને વિભેદનો પામી વર્ષો પછી 120 મી. ઊંચી અને 12 મી.નો થડનો ઘેરાવો ધરાવતું સિક્વોયા નામનું મહાકાય વૃક્ષ વિકાસ પામે છે. પ્રાણીઓમાં ચોક્કસ અને સીમિત પ્રકારની વૃદ્ધિ હોય છે. વનસ્પતિને અનુકૂળ સંજોગો મળતા અપરિમિત વૃદ્ધિ…
વધુ વાંચો >વૃદ્ધિવલય
વૃદ્ધિવલય : વૃક્ષોના કાષ્ઠમાં થતી દ્વિતીય વૃદ્ધિ દરમિયાન ઋતુનિષ્ઠ (seasonal) સામયિકતાને લીધે ઉત્પન્ન થતો વલય. સમશીતોષ્ણ પ્રદેશોમાં સ્પષ્ટ તફાવતોવાળી ઋતુઓ જોવા મળે છે. શિયાળામાં ઠારી નાખતી ઠંડી હોય છે, પરંતુ વસંતઋતુમાં આબોહવા હૂંફાળી અને અનુકૂળ હોય છે. પાનખર ઋતુમાં વૃક્ષ પર્ણપતન કરે છે. આ ઋતુઓના અનુસંધાનમાં વૃક્ષો તેમની દ્વિતીય વૃદ્ધિ…
વધુ વાંચો >વેટિવેરિયા (ખસ)
વેટિવેરિયા (ખસ) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક બહુવર્ષાયુ ઘાસની પ્રજાતિ. તે જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થાય છે. ભારતમાં તેની બે જાતિઓ થાય છે : Vetiveria zizanioides (Linn.) Nash syn. Andropogon muricatus Retz. (સં. સુગંધીમૂલ; હિં. ખસ-ખસ; ગુ. ખસ, વાળો; મ. વાળો; અં. વેટિવર). સામાન્ય રીતે ‘વેટિવર’ તરીકે…
વધુ વાંચો >વેલિસ્નેરિયા (જલસરપોલિયાં)
વેલિસ્નેરિયા (જલસરપોલિયાં) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા હાઇડ્રૉકેરિટેસી કુળની એક પ્રજાતિ. તેનું ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે. તેની એક જલજ નિમજ્જિત (submerged) શાકીય જાતિનું વૈજ્ઞાનિક નામ Vallisneria spiralis L. (ગુ. જલસરપોલિયાં, પ્રાનવગટ; અં. ઇલ-ગ્રાસ ટેપ-ગ્રાસ) છે. તે વિરોહયુક્ત (stoloniferous) હોય છે. પર્ણો…
વધુ વાંચો >વેલેરિસ
વેલેરિસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વૃક્ષસ્વરૂપ અને કાષ્ઠમય આરોહી પ્રજાતિ. તેનું વિતરણ ભારતથી શરૂ થઈ દક્ષિણ-પૂર્વ એશિયા અને ફિલિપાઇન્સ સુધી થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે, તે પૈકી એક ઔષધીય અગત્ય ધરાવે છે. તેની એક જાતિ Vallaris solanacea Kuntze syn. V. heynei Spreng. (સં.…
વધુ વાંચો >