Ayurveda

પ્રતિતૂની (પ્રતૂની)

પ્રતિતૂની (પ્રતૂની) : પ્રતિતૂની કે પ્રતૂની — એને આયુર્વેદવિજ્ઞાને વાતપ્રકોપજન્ય એક રોગ ગણેલ છે. ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના નિદાનસ્થાન 11માં ‘વિદ્રધિ-વૃદ્ધિ-ગુલ્મ નિદાન’ નામના અધ્યાયમાં આ રોગોનું વર્ણન ઉપલબ્ધ છે. પક્વાશય(ગ્રહણી સિવાય નાનાં તથા મોટાં આંતરડાં)માંથી ગુદા અને મૂત્રેન્દ્રિય તરફ (ઉપરથી નીચેની દિશામાં) જતા અને અટકી અટકીને વારંવાર જોરદાર તીવ્ર વેદના કરતા, વાયુદોષજન્ય…

વધુ વાંચો >

પ્રદરાંતક રસ

પ્રદરાંતક રસ : મહિલાઓને થતા પ્રદરરોગ માટેનું આયુર્વેદિક ઔષધ. ઔષધિ પાઠ અને વિધિ : શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, રૌપ્ય ભસ્મ, બંગ ભસ્મ, કોડી ભસ્મ, શંખ ભસ્મ, પ્રવાલ ભસ્મ, શંખજીરાની ભસ્મ અને રાળ – આટલાં 9 દ્રવ્યો સરખા વજને લઈ તે બધાંના સમાન વજને લોહભસ્મ લઈ, બધું મોટી ખરલમાં એકત્ર કરીને…

વધુ વાંચો >

પ્રમેહ

પ્રમેહ : આયુર્વેદ અનુસાર અપથ્ય સેવનથી થતો ત્રિદોષજ રોગ. આ રોગમાં વારંવાર, અધિક પ્રમાણમાં ડહોળા (आविल) મૂત્ર(પેશાબ)ની પ્રવૃત્તિ જોવા મળે છે. આયુર્વેદ પ્રમેહને અપથ્ય સેવનથી થતો ત્રિદોષજ વ્યાધિ માને છે. પ્રમેહનો રોગી નીચે દર્શાવેલ ચાર લક્ષણો ધરાવે છે : (1) અતિ ડહોળા મૂત્રનો ત્યાગ કરવો, (2) ભૂખ અધિક લાગે, તરસ…

વધુ વાંચો >

પ્રસારણી

પ્રસારણી : જેના ઉપયોગથી શરીરનાં જકડાઈ ગયેલાં અંગો છૂટાં થાય તે આયુર્વેદિક ઔષધ. પ્રસારણીને ‘अपेहिवाता’ અર્થાત્ વાતદોષદૂરકર્તા પણ કહે છે. ઔષધિનાં અન્ય નામો : સંસ્કૃત, હિન્દી, ગુજરાતી – બધી ભાષામાં તે ‘પ્રસારણી’ નામે અને મરાઠીમાં પ્રસારણ નામે, લૅટિનમાં Paederia faetida તથા બંગાળીમાં ‘ગંધમાદુલિયા’ નામે ઓળખાય છે. તે મંજિષ્ઠાદિ વર્ગ –…

વધુ વાંચો >

પ્રસૂતિતંત્ર (આયુર્વેદિક)

પ્રસૂતિતંત્ર (આયુર્વેદિક) : આયુર્વેદ અનુસાર કૌમારભૃત્ય નામના અંગની એક ઉપશાખા. આયુર્વેદનાં આઠ અંગમાંનું એક અંગ ‘કૌમારભૃત્ય’ છે. કૌમારભૃત્યતંત્રમાં ગર્ભવિજ્ઞાન, સૂતિકાવિજ્ઞાન તથા બાલરોગવિજ્ઞાનનો સમાવેશ થતો હોય છે. ગર્ભોત્પત્તિ ‘સ્ત્રી’ની અંદર થતી હોય છે આથી સ્ત્રીરોગવિજ્ઞાનનો સમાવેશ પણ કૌમારભૃત્યની અંદર જ કરવામાં આવ્યો છે. ટૂંકમાં, કૌમારભૃત્યની ત્રણ ઉપશાખા પાડી શકાય : (1)…

વધુ વાંચો >

પ્રાણદા ગુટી

પ્રાણદા ગુટી : બધી જાતના હરસની આયુર્વેદિક ઔષધિ. સૂંઠ 120 ગ્રામ, મરી 40 ગ્રામ, પીપર 60 ગ્રામ, ચવક 40 ગ્રામ, તાલીસપત્ર 40 ગ્રામ, નાગકેસર 20 ગ્રામ, પીપરીમૂળ 80 ગ્રામ, તમાલપત્ર 6 ગ્રામ, નાની ઇલાયચી 10 ગ્રામ, તજ 6 ગ્રામ, સુગંધી વાળો 6 ગ્રામ લેવામાં આવે છે. (નોંધ : હરસમાં જો…

વધુ વાંચો >

પ્રુસિનર, સ્ટેન્લી બી.

પ્રુસિનર, સ્ટેન્લી બી. (જ. 1942 અમેરિકા) : દેહધર્મવિદ્યા અને વૈદ્યક માટેનું 1997નું નોબેલ પારિતોષિક મેળવનાર અમેરિકી સંશોધક. પ્રુસિનરે દાકતરીનું પ્રશિક્ષણ લઈ દાકતરનો વ્યવસાય સંભાળવા વિચારેલું પણ, શિક્ષણ અને સંશોધનકાર્યમાં રુચિ વધતાં તે સાન ફ્રાન્સિસ્કોમાં ફૉલિકેર્નિયા યુનિવર્સિટીમાં જોડાયા. 1972માં તે દાક્તર હતા ત્યારે તેમની સારવાર હેઠળના એક રોગીનું ભેદી મરણ થયું.…

વધુ વાંચો >

બલા (ખપાટ, ખરેટી, બળબીજ)

બલા (ખપાટ, ખરેટી, બળબીજ) : દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sida cordifolia Linn. (સં. बला; ગુ. બલા, લાડુડી, મામા સુખડી, ખપાટ, બળ, કાંસકી; હિં. खिरैटी, वरियारा; મ. ચીકણી, લઘુચીકણા; બં. રવેતબેરેલા; અં. country-mallow) અને S. rhombifolia Linn. (મહાબલા) છે. આ વનસ્પતિ ભારતમાં ઉષ્ણ અને અર્ધોષ્ણ પ્રદેશોમાં…

વધુ વાંચો >

બસ્તી

બસ્તી : જુઓ પંચકર્મ

વધુ વાંચો >

બહુફળી

બહુફળી : દ્વિદળી વર્ગમાં આવેલા ટિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Corchorus antichorus Raensche. (બેઠી બહુફળી, ભૂફલી, હરણસુરી, નાની બહુફળી) અને C. aestuans L. syn. C. acutangulus Lam. (મોટી બહુફળી, છૂંછ, છધારી છૂંછ, જીતેલી) છે. બેઠી બહુફળી ભૂપ્રસારી હોય છે અને તેની શાખાઓ વળદાર હોય છે. તેનાં પર્ણો નાનાં,…

વધુ વાંચો >