Astronomy
ઉલૂઘ બેગ વેધશાળા
ઉલૂઘ બેગ વેધશાળા : મધ્ય એશિયાના સમરકંદમાં તૈમૂરના પુત્ર ઉલૂઘ બેગે 1428માં બંધાવેલી વેધશાળા. ટિમુરિડ શહેરની ઉત્તરે એક ખડકાળ વિસ્તારમાં બાંધવામાં આવેલી આ વેધશાળાથી ઉલૂઘ બેગ તેના ખગોળશાસ્ત્રના કાર્ય માટે સૌથી વધુ પંકાયેલ છે. તેણે ખગોળવેત્તા ટૉલેમીની ઘણી ભૂલો શોધી બતાવેલી. આ વેધશાળા અંદરની બાજુએ ષટ્કોણાકાર અને બહારથી ગોળાકાર બાંધકામવાળી…
વધુ વાંચો >ઉલ્કા અને ઉલ્કાશ્મ
ઉલ્કા અને ઉલ્કાશ્મ (meteors and meteorites) : રાત્રિ દરમિયાન આકાશમાં જોવા મળતા તેજસ્વી લિસોટા અને પૃથ્વીના પટ પર પડેલી ઉલ્કાઓના ધાત્વિક કે પાષાણિક પિંડો. ઉલ્કા એ અંધારી રાત્રે દેખાતા પ્રકાશિત લિસોટા છે. લોકભાષામાં તેમને ‘ખરતા તારા’ (shooting stars) પણ કહે છે. ધાત્વિક કે પાષાણિક અવકાશી પિંડો પોતાના મૂળ સ્થાનેથી મુક્ત…
વધુ વાંચો >ઉલ્કાગર્તો
ઉલ્કાગર્તો (meteoric craters) : અવકાશમાંથી પૃથ્વી તરફ ખેંચાઈ આવતી એકલ-ઉલ્કાઓ જમીન ઉપર પછડાતાં, જમીનમાં ઉત્પન્ન થતા ખાડા કે ગર્ત. મોટી વજનદાર ઉલ્કા દ્વારા જ ઉલ્કાગર્ત ઉત્પન્ન થતા હોય છે. એવું પણ બને કે આવી મોટી વજનદાર ઉલ્કાશિલાઓ દ્ધારા ઉલ્કાગર્ત ન પણ ઉત્પન્ન થાય. ઉદાહરણ રૂપે, જૂન 1908માં ઉત્તર સાઇબીરિયાના તુંગુસ્કા…
વધુ વાંચો >ઊટી રેડિયો ઑબ્ઝર્વેટરી
ઊટી રેડિયો ઑબ્ઝર્વેટરી : દક્ષિણ ભારતમાં નીલગિરિની સુંદર ટેકરીઓથી ઘેરાયેલ ઊટી પાસે સ્થપાયેલું રેડિયો ખગોલીય કેન્દ્ર. અહીં ખગોળ અને ખગોલીય ભૌતિકી(astrophysics)માં સંશોધનકાર્ય માટે રાષ્ટ્રીય કક્ષાએ મહત્વની સગવડ આપતાં ઊટી રેડિયો ટેલિસ્કોપ (ORT) અને ઊટી સિન્થેસિસ રેડિયો ટેલિસ્કોપ (OSRT) છે; તેમનું કાર્યક્ષેત્ર 322 અને 328.5 MHz આવૃત્તિ પટાઓની વચ્ચે છે. ORT…
વધુ વાંચો >ઊર્ત જાં હેન્દ્રિક
ઊર્ત, જાં હેન્દ્રિક (Oort Jan Hendrik) (જ. 28 એપ્રિલ 1900, નેધરલેન્ડઝ; અ. 5 નવેમ્બર 1992 લાઈજન, દક્ષિણ હોલેન્ડ) : નેધરલૅન્ડનો એક અગ્રણી ખગોળશાસ્ત્રી. ગ્રોનિંજન (Groningen) યુનિવર્સિટીનો સ્નાતક. લાઇડન (Leiden) યુનિવર્સિટી તેમજ વેધશાળા સાથે આજીવન સંબંધ. 1945થી 1970 સુધી વેધશાળામાં પૂર્ણ સમયના પ્રોફેસર અને નિયામક તરીકે સેવાઓ આપી. ઊર્તની શોધ :…
વધુ વાંચો >ઊર્ધ્વયુતિ
ઊર્ધ્વયુતિ : જુઓ અધોયુતિ અને ઊર્ધ્વયુતિ.
વધુ વાંચો >એકવીસ સેન્ટિમીટર વિકિરણ
એકવીસ સેન્ટિમીટર વિકિરણ : આંતરતારકીય અવકાશમાં તટસ્થ હાઇડ્રોજન દ્વારા 21 સેમી. તરંગલંબાઈએ થતું પ્રકાશનું લાક્ષણિક ઉત્સર્જન અથવા અવશોષણ. આપણા તારાવિશ્વમાં આવેલા ગરમ તેમજ ઠંડા હાઇડ્રોજનના જથ્થા ધરાવતા પ્રદેશોને H π અને H I કહેવામાં આવે છે. H Iવાળા શિથિલ હાઇડ્રોજનના પરમાણુઓના ઇલેક્ટ્રૉનની ભ્રમણધરી પ્રોટૉનની ભ્રમણધરીને સમાંતર હોય છે. સામાન્ય રીતે…
વધુ વાંચો >એકો ઉપગ્રહ
એકો ઉપગ્રહ (Echo satellites) : સંદેશાવ્યવહાર માટેનો નિષ્ક્રિય પ્રકારનો બલૂન ઉપગ્રહ. તેની રચનામાં પૉલિયેસ્ટર બલૂનની બહારની સપાટી ઉપર ઍલ્યુમિનિયમનું 0.0013 સેમી. જાડાઈનું અત્યંત પાતળું (સિગારેટના પાકીટ ઉપરના સેલોફેનના પેકિંગની અડધી જાડાઈ જેટલું) ચળકતું પડ ચડાવેલું હોય છે. તેનો ઉપયોગ રેડિયો-તરંગોનું પરાવર્તન કરીને, યુરોપ-અમેરિકા વચ્ચે ટેલિફોન અને ટેલિવિઝનની આપ-લે માટે કરવામાં…
વધુ વાંચો >ઍડમ્સ, જૉન કોચ
ઍડમ્સ, જૉન કોચ (જ. 5 જૂન 1819, કૉર્નવેલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જાન્યુઆરી 1892, કેમ્બ્રિજ) : અંગ્રેજ ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી. નેપ્ચ્યૂનગ્રહના અસ્તિત્વની આગાહી કરનાર બે ખગોળશાસ્ત્રીઓમાંના એક. ઍડમ્સે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ આ જ વિશ્વ વિદ્યાલયમાં ફેલો, ટ્યૂટર અને છેવટે ખગોળશાસ્ત્ર અને ભૂમિતિના પ્રાધ્યાપક બન્યા (1859). 1861માં કેમ્બ્રિજ વેધશાળાના નિયામક…
વધુ વાંચો >