Astronomy

કુઇપરનો પટ્ટો

કુઇપરનો પટ્ટો (Kuiper Belt) : સૂર્યની ગ્રહમાળામાં નેપ્ચૂનની પેલે પાર અનેક નાનામોટા બરફીલા ખડકોના પિંડોનો સૂર્ય ફરતે આવેલો વલયાકાર પટ્ટો. 1940 અને 1950ના દાયકાઓમાં ખગોળવિજ્ઞાનીઓ કેન્નેથ એડ્જવર્થે (Kenneth Edgeworth) અને જેરાર્ડ કુઇપરે (Geroard Kuiper) એવું પૂર્વસૂચિત કરેલું કે નેપ્ચૂન ગ્રહની કક્ષાની પેલેપાર નાનામોટા બરફીલા ખડકોનો ભંડાર હોય તેવો સૂર્યને વીંટળાતો…

વધુ વાંચો >

કુલગૂરા (સોલર) ઑબ્ઝર્વેટરી ઑસ્ટ્રેલિયા

કુલગૂરા (સોલર) ઑબ્ઝર્વેટરી, ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ ખાતે કુલગૂરા નામના સ્થળે આવેલી સૌર-વેધશાળા. આ વેધશાળાનું સંચાલન ધી કૉમનવેલ્થ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગનાઇઝેશન(CSIRO)ની રેડિયોફિઝિક્સ લેબૉરેટરીને હસ્તક છે. ઑસ્ટ્રેલિયાના આ જ વિસ્તારમાં પાર્ક્સ ખાતે આવેલી જાણીતી વેધશાળાનું સંચાલન પણ તે સંસ્થા જ સંભાળે છે. કુલગૂરા સોલર ઑબ્ઝર્વેટરી ખાતે સૂર્યના ચાક્ષુષીય…

વધુ વાંચો >

કૃત્તિકા

કૃત્તિકા (pleiades) : કારતક માસની રાત્રીના પ્રથમ ચરણમાં પૂર્વાકાશમાં રોહિણીની સહેજ નીચે અને મૃગશીર્ષની સહેજ ઉપર આવેલું ખાસ ધ્યાન ખેંચતું તારાનું ઝૂમખું. વિવૃત ગુચ્છ (open cluster) કે મંદાકિનીય ગુચ્છ (galactic cluster) તરીકે ઓળખાતા તારાનાં ઝૂમખાંમાં આ ઝૂમખું ઘણું જ જાણીતું છે. ખગોળની ર્દષ્ટિએ નજીકના ભૂતકાળમાં હાઇડ્રોજન વાયુના અણુઓના વાદળનું એકત્રીકરણ…

વધુ વાંચો >

કૅટેલીના ઑબ્ઝર્વેટરી – અમેરિકા

કૅટેલીના ઑબ્ઝર્વેટરી, અમેરિકા : અમેરિકાની ઍરિઝોના યુનિવર્સિટી સાથે સંકળાયેલી અને ટુસાન ખાતે આવેલી ‘લ્યુનર ઍન્ડ પ્લૅનેટરી લૅબોરેટરી’ (LPL) સંસ્થાનું નિરીક્ષણમથક. આ વેધશાળા LPL સંસ્થાથી અંદાજે 45 કિલોમીટરના અંતરે કૅટેલીના પર્વત ઉપર, સમુદ્રની સપાટીથી 2510 મીટરની ઊંચાઈએ આવેલી છે. તેમાં રાખવામાં આવેલા 155 સેમી.ના પરાવર્તક-દૂરબીનનું સંચાલન LPL કરે છે, જેનું ઉદઘાટન…

વધુ વાંચો >

કેતકર વ્યંકટેશ બાપુજી

કેતકર, વ્યંકટેશ બાપુજી ( જ. 18 જાન્યુઆરી 1854, નારગુંડ, જિ. મહારાષ્ટ્ર; અ. 3 ઑગસ્ટ 1930, બીજાપુર) : પ્રાચીન અને પશ્ચિમી જ્યોતિષના વિદ્વાન. તેમણે મુંબઈમાં અંગ્રેજી શાળાના શિક્ષક અને આચાર્ય તરીકે ઉત્તમ સેવા આપી હતી. તેમણે સંસ્કૃત ભાષામાં ‘જ્યોતિર્ગણિત’, ‘કેતકી ગ્રહગણિત’, ‘કેતકી પરિશિષ્ટ’, ‘વૈજયન્તી’, ‘બ્રહ્મપક્ષીય તિથિગણિત’, ‘કેતકીવાસના ભાષ્ય’, ‘શાસ્ત્રશુદ્ધ પંચાંગ’, ‘અયનાંશ…

વધુ વાંચો >

કૅનન ઍની જમ્પ

કૅનન, ઍની જમ્પ (જ. 11 ડિસેમ્બર 1863, ડોવર, ડેલાવર, અમેરિકા; અ. 13 એપ્રિલ 1941, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : તારકીય વર્ણપટ(stellar spectra)ના વર્ગીકરણમાં વિશેષજ્ઞતા (specialisation) પ્રાપ્ત કરનાર અમેરિકી મહિલા ખગોળજ્ઞ (astronomer). વેલસ્લી કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ, 1896માં હાર્વર્ડની વેધશાળામાં મદદનીશ તરીકે જોડાઈ, મરણ પર્યંત ત્યાં જ સેવાઓ આપી. તારાઓના વર્ણપટનું ફક્ત એકલ…

વધુ વાંચો >

કેનેરી દ્વીપ દૂરબીનો

કેનેરી દ્વીપ દૂરબીનો : આફ્રિકા ખંડની વાયવ્યે આશરે 113 કિમી. દૂર, કર્કવૃત્તની સહેજ ઉત્તરે, આટલાંટિક મહાસાગરમાં આવેલા તેર જેટલા (સાત મોટા, છ નાના), કેનેરી દ્વીપ તરીકે ઓળખાતા ટાપુઓના સમૂહ ઉપર સ્થપાયેલી વેધશાળાના ટેલિસ્કોપ. આ દ્વીપસમૂહમાં પશ્ચિમ તરફ સૌથી દૂર આવેલો ટાપુ લા પાલ્મા છે, જ્યારે તેનો સૌથી મોટો ટાપુ ટેનેરિફ…

વધુ વાંચો >

કેપ ઑબ્ઝર્વેટરી

કેપ ઑબ્ઝર્વેટરી : લંડન પાસેની ‘ધ રૉયલ ગ્રિનિચ ઑબ્ઝર્વેટરી’ની બરોબરી કરી શકે તેવી વેધશાળા. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં પણ આવી વેધશાળા હોવી જોઈએ એવી માગણીને માન આપીને દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ખાતે આ પ્રકારની વેધશાળા બાંધવાની દરખાસ્ત 1821માં મંજૂર કરવામાં આવી અને કેપ ઑવ્ ગુડ હોપ ખાતે સન 1825થી 1828 દરમિયાન એનું…

વધુ વાંચો >

કૅપ્લરના ગ્રહગતિના નિયમો : જુઓ કૅપ્લર – યોહાનસ

કૅપ્લરના ગ્રહગતિના નિયમો : જુઓ કૅપ્લર, યોહાનસ.

વધુ વાંચો >

કૅપ્લરના નિયમો : જુઓ કૅપ્લર – યોહાનસ

કૅપ્લરના નિયમો : જુઓ કૅપ્લર, યોહાનસ.

વધુ વાંચો >