Architecture

જયસ્તંભ (ચિતોડનો જયસ્તંભ કે વિજયસ્તંભ)

જયસ્તંભ (ચિતોડનો જયસ્તંભ કે વિજયસ્તંભ) : ખાસ કરીને પ્રતિષ્ઠિત રાજાઓ દ્વારા વિજયની યાદમાં બંધાવવામાં આવતો ઊંચો મિનારો. 1450માં બંધાયેલ ચિતોડનો વિજયસ્તંભ આનો ઘણો જ ઉત્કૃષ્ટ નમૂનો છે. આ જ કિલ્લામાં આશરે 1100માં કીર્તિસ્તંભ પણ બંધાયેલો છે. આ સ્તંભો ખાસ કરીને મંદિરો જોડે સંકળાયેલા રહેતા. ચિતોડમાં આ બંને સ્તંભો પાસેનાં મંદિરોના…

વધુ વાંચો >

જયાદિત્યનું મંદિર

જયાદિત્યનું મંદિર : નગરા(તા. ખંભાત)માં આવેલું મંદિર. હાલમાં આ એક નાના ખંડ સ્વરૂપનું મંદિર જોવામાં આવે છે. તેમાં સૂર્યની તેમજ સૂર્યાણીની 1.83 મી. ઊંચી મૂર્તિઓ છે. આ મૂર્તિઓ પર સં. 1292 (ઈ. 1236)નો લેખ કોતરેલો છે. તેમાં જણાવ્યા અનુસાર જયાદિત્યનું મંદિર અતિવૃષ્ટિને લઈને પડી જવા જેવું થવાથી મહામાત્ય વસ્તુપાલે એ…

વધુ વાંચો >

જહાંગીરની કબર

જહાંગીરની કબર : મુઘલકાલીનનું એક ભવ્ય સ્થાપત્ય. જહાંગીરના શાસન(1605થી 1627)ના સમયના સ્થાપત્યનો અગત્યનો ભાગ અકબરની સિકંદરા ખાતેની કબરના બાંધકામ પછીનો ગણી શકાય. જહાંગીરની પોતાની કબરનો મોટો ભાગ તેના અવસાન પછી તેની બેગમ નૂરજહાંની દેખરેખ નીચે બંધાયેલ. મુઘલ શહેનશાહોની પ્રણાલી મુજબ આ કબર પણ એક ભવ્ય બાગની મધ્યમાં ચાર બાગના સિદ્ધાંત…

વધુ વાંચો >

જહાંગીરી મસ્જિદ, જૌનપુર

જહાંગીરી મસ્જિદ, જૌનપુર : જૌનપુરી કે શર્કી સ્થાપત્યશૈલીનો નમૂનો. જૌનપુર (1360થી 1480) તે વખતમાં દિલ્હીનું એક અગત્યનું તાબેદાર રાજ્ય હતું અને ત્યાંનો રાજ્યપાલ પૂર્વના રાજા તરીકે ઓળખાતો જે ખિતાબ દિલ્હીના તુઘલક રાજવીઓએ તેને આપેલ – મલ્લિકુરા-શર્ક (પૂર્વનો રાજા), જેના ઉપરથી આ સમય દરમિયાનના જૌનપુરની રાજાશાહી શર્કી તરીકે ઓળખાયેલ. આ સમય…

વધુ વાંચો >

જહાંગીરી મહલ (આગ્રા)

જહાંગીરી મહલ (આગ્રા) (આશરે ઈ. સ. 1566) : મુઘલકાલનું સ્થાપત્ય. અકબરે બંધાવેલા પ્રથમ રાજમહેલોમાંનો એક. મુઘલ શાસનકાળ દરમિયાનનાં સ્થાપત્ય-પ્રણાલીઓનાં વિવિધ પાસાંમાં વચગાળાની શૈલી તરીકે હિંદુ રાજમહેલોનાં સ્થાપત્ય અને મુસ્લિમ સ્થાપત્ય વચ્ચેની ગણાતી શૈલી જેમાં દિશાનો અભાવ રહેતો તેના ઉદાહરણરૂપ આ ઇમારત ગણી શકાય. સમગ્ર ઇમારતનું બાંધકામ પથ્થરમાં થયેલ હોવા છતાં…

વધુ વાંચો >

જંઘા

જંઘા : મંદિરોની દીવાલમાંનો એક થર. તે મૂર્તિકલાથી સુશોભિત કરાયેલ હોય છે. મંડોવરના ભાગરૂપ અને છજાની નીચેનો થર જાંઘા તરીકે ઓળખાય છે. સામાન્ય મંદિરોમાં એક જ જંઘા હોય છે પણ મોટાં મંદિરોમાં ત્રણ જંઘા પણ હોય છે. જેમ કે ખજૂરાહોના કંદારિયા મહાદેવના મંદિરમાં ત્રણ જંઘા આવેલી છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

જાળી

જાળી : પથ્થરને કોતરીને જુદી જુદી ભાતથી જાળીઓની રચના કરવામાં આવે છે. આવી જ રચના લાકડામાંથી પણ કરાય છે. જાળીઓનો મુખ્ય ઉપયોગ બારીઓ તથા અલગ અલગ જાતના ગાળાઓમાં પ્રકાશ તથા હવાની આવજાની અનુકૂળ માત્રા નિર્ધારિત કરવામાં રહેલો છે જેની કલાત્મકતાથી બહારના દેખાવમાં તથા અંદરના પ્રકાશની વહેંચણીમાં અનોખું કૌશલ જોઈ શકાય…

વધુ વાંચો >

જુમ્મા મસ્જિદ

જુમ્મા મસ્જિદ : ઇસ્લામના અનુયાયીઓ માટે શુક્રવારે સામૂહિક નમાજ પઢવાનું સ્થળ. ઇસ્લામના ફેલાવા સાથે મુસલમાન વસ્તી વધી, તેવાં સ્થળોએ મુખ્યત્વે મુસલમાન બાદશાહોએ આ મસ્જિદો બંધાવી. આવી જુમ્મા મસ્જિદોમાં અમદાવાદ, દિલ્હી, આગ્રા, દોલતાબાદ, શ્રીનગર, ગુલબર્ગ આદિની મસ્જિદો નોંધપાત્ર છે. અમદાવાદમાં 1424માં જુમ્મા મસ્જિદનું બાંધકામ પૂરું થયું. તેનું બાંધકામ સુલતાન અહમદશાહે કરાવ્યું…

વધુ વાંચો >

જોતો ડી બોન્દોને

જોતો ડી બોન્દોને (Giotto de Boundone) (જ. 1266; અ. 1337) : ઇટાલિયન ચિત્રકાર અને સ્થપતિ. જોતો અને તેમના ગુરુ ચિમાબુઆ (Cimabua) બંને અદ્યતન કલાના અગ્રયાયી ગણાયા છે. ઇટાલોબાઇઝૅન્ટાઇનની ચીલાચાલુ શૈલીમાંથી તેમણે માનવ-આકૃતિને મુક્ત કરી. તેને મહત્તમ શિલ્પમય ઘનતા અને સ્વાભાવિકતા આપી. શ્યોમાં કલ્પના અને અનુભૂતિને પ્રાધાન્ય આપ્યું. ફ્લૉરેન્ટાઇન ચિત્રકળાના તેઓ…

વધુ વાંચો >

જોધાબાઈનો મહેલ (ફતેહપુર સિક્રી)

જોધાબાઈનો મહેલ (ફતેહપુર સિક્રી) : આગ્રાથી 41 કિમી.ના અંતરે આવેલી વિશિષ્ટ ઇમારત. ફતેહપુર સિક્રીની અન્ય ઇમારતો સાથે ભળી જવા છતાં આગવી ભાત પાડે છે. ખાસ તો સ્તંભો અને મોતીના નકશીકામ પર પશ્ચિમ ભારતના મંદિરસ્થાપત્યની અસર જોવા મળે છે. બાદશાહ અકબરે સિક્રીના ઝડપી બાંધકામ માટે ગુજરાતથી પણ કારીગરો બોલાવ્યા હતા. આ…

વધુ વાંચો >