જકનાચાર્ય : અલૌકિક સ્થપતિ. એક બ્રાહ્મણની હત્યાની સજા રૂપે તેમણે 20 વર્ષ સુધી સ્થાપત્યક્ષેત્રમાં મંદિરોનાં બાંધકામ માટે કામ કર્યું. એક રાજકુંવર હોવા છતાં પણ આ રીતે ગુના માટેની સજા ભોગવી અદ્વિતીય મંદિરોનાં નિર્માણ માટે કારણભૂત બન્યા. આદિકાળમાં અપ્રતિમ રચનાઓના પ્રણેતા તરીકે આવાં પાત્રો નિમિત્ત બનાવાયેલાં છે. જેમ કે ઘણી જગ્યાએ ઘણા જ પુરાણા અવશેષો પાંડવોએ બાંધ્યા છે તેવી માન્યતા પ્રચલિત છે, દક્ષિણ ભારતમાં પણ આવી જાતનાં ઉદાહરણો મળે છે.

રવીન્દ્ર વસાવડા