Archeology
કૃષ્ણદેવ
કૃષ્ણદેવ (જ. 24 ઑગસ્ટ 1914, અ. 2001) : પુરાતત્વનિષ્ણાત. તે 1938માં પુરાતત્વ-સર્વેક્ષણમાં જોડાયા અને જાન્યુઆરી 1973માં તેના નિયામક તરીકે નિવૃત્ત થયા. ત્યારબાદ બિરલા એકૅડેમી ઑવ્ આર્ટ અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન સ્ટડી, વારાણસીમાં તેમણે કામ કર્યું. કૃષ્ણદેવ પુરાવસ્તુનાં ઉત્ખનનો અગ્રોદા, કુમરાહાર, વૈશાલી આદિ સ્થળોએ કર્યાં છે. પરંતુ ભારતનાં દેવસ્થાનોના સ્થાપત્યના…
વધુ વાંચો >કૃષ્ણસ્વામી વી. ડી.
કૃષ્ણસ્વામી, વી. ડી. (જ. 18 જાન્યુઆરી 1905, ચેન્નાઈ; અ. 15 જુલાઈ 1970, બેંગાલુરુ) : ભારતના પ્રાગૈતિહાસિક અધ્યયનના એક અગ્રયાયી, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના પ્રથમ પ્રાગિતિહાસજ્ઞ. તેમણે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણનાં વિવિધ સ્થળોએ અધીક્ષક તરીકે કાર્ય કર્યું છે અને પ્રાગિતિહાસની શાખા વ્યવસ્થિત કરી છે. તે પુરાતત્ત્વ-સર્વેક્ષણના મદદનીશ નિયામક હતા. નિવૃત્ત થયા બાદ તેમણે…
વધુ વાંચો >કેતકર શ્રીધર વ્યંકટેશ
કેતકર, શ્રીધર વ્યંકટેશ (જ. 2 ફેબ્રુઆરી 1884, રાયપુર, મધ્યપ્રદેશ; અ. 10 એપ્રિલ 1937, પુણે) : પ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ્, જ્ઞાનકોશકાર, અર્થશાસ્ત્રજ્ઞ, ઇતિહાસકાર અને મરાઠી નવલકથાકાર. મૂળ વતન કોંકણના દાભોળ નજીક અંજનવેલ. તેમના જન્મ પૂર્વે કેતકર કુટુંબ વિદર્ભના અમરાવતી ગામે સ્થળાંતર કરી ગયેલું. તેમના દાદા જૂના ગ્રંથોની નકલો કરીને ગામેગામ વેચતા. તેમના પિતા…
વધુ વાંચો >કૉર્પસ ઇન્સ્ક્રિપ્શનમ્ ઇન્ડિકેરમ
કૉર્પસ ઇન્સ્ક્રિપ્શનમ્ ઇન્ડિકેરમ : ભારતીય અભિલેખોના સંગ્રહની ગ્રંથશ્રેણી. આર્કિયૉલૉજિકલ સરવે ઑવ્ ઇન્ડિયામાં અભિલેખવિદ્યાનો વિભાગ રખાયો અને ‘ઇન્ડિયન ઍન્ટિક્વરી’ તથા ‘એપિગ્રાફિયા ઇન્ડિકા’ જેવાં સામયિકોમાં ભારતના અનેકાનેક અભિલેખ પ્રકાશિત થતા રહ્યા. પછી ‘કૉર્પસ ઇન્સ્ક્રિપ્શનમ્ ઇન્ડિકેરમ’ ગ્રંથશ્રેણી શરૂ થઈ. એના ગ્રંથ 1માં અશોકના અભિલેખોનો સંગ્રહ કનિંગહમે 1877માં પ્રકાશિત કર્યો, જેની સુધારેલી આવૃત્તિ હુલ્શે…
વધુ વાંચો >કોલ્લમ સંવત : જુઓ સંવત.
કોલ્લમ સંવત : જુઓ સંવત
વધુ વાંચો >કોસંબી દામોદર ધર્માનંદ
કોસંબી, દામોદર ધર્માનંદ (જ. 31 જુલાઈ 1907, કોસબેન, ગોવા; અ. 29 જૂન 1966, પુણે) : પ્રખ્યાત પ્રાચ્યવિદ્યાપંડિત અને ગણિતજ્ઞ. પ્રા. ધર્માનંદ કોસંબીના પુત્ર. નાનપણમાં જ તે પિતાની સાથે અમેરિકા ગયા અને ત્યાંની હાર્વર્ડ યુનિ.ની પદવી મેળવી (1929). વિદ્યાર્થી અવસ્થામાં પ્રક્ષેપણશાસ્ત્ર(ballistics)માં રસ પડ્યો અને તેનો ઊંડો અભ્યાસ કર્યો. તેમણે ગણિતમાં 1934માં…
વધુ વાંચો >ક્લાર્ક, જૉન ડેસ્મન્ડ
ક્લાર્ક, જૉન ડેસ્મન્ડ (જ. 10 એપ્રિલ 1916, લંડન; અ. 14 ફેબ્રુઆરી 2002, ઓકલેન્ડ, કૅલિફૉર્નિયા) : ઇંગ્લૅન્ડના સુપ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ. અધ્યયન કેમ્બ્રિજમાં માકટન કૉમ્બ સ્કૂલ અને ક્રાઇસ્ટ કૉલેજમાં પૂરું કરીને ઉત્તર રહોડેશિયામાં રોડ્સ લિવિંગ્સ્ટન મ્યુઝિયમમાં ડિરેક્ટર તરીકે જોડાયા. ત્યાર બાદ કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલે)માં ઍન્થ્રૉપૉલૉજીના પ્રોફેસર તરીકે સેવા આપી. તેમણે ઉત્તર રહોડેશિયાના નૅશનલ મૉન્યુમેન્ટ…
વધુ વાંચો >ખરોષ્ટી
ખરોષ્ટી : જુઓ લિપિ
વધુ વાંચો >ખાવડાના અભિલેખો
ખાવડાના અભિલેખો : આ અભિલેખો ક્ષત્રપવંશી રાજાઓનાં શાસનની કાલગણના માટે ઉપયોગી છે. ખાવડા બેટ કચ્છના રણમાં પચ્છમ તાલુકામાં આવેલો છે. ખાવડાથી અગ્નિખૂણે 24 કિમી. દૂર અંધૌ ગામે વર્ષ 11 અને 52ની સાલવાળા ચાર પાળિયા ઉપરના લેખો મળ્યા છે. ત્યાર બાદ એક અંધૌ ગામેથી અને બીજો ખાવડાથી ક્ષત્રપકાલીન ચષ્ટન્ રુદ્રદામાના સંયુક્ત…
વધુ વાંચો >ખીમેશ્વરનાં મંદિરો
ખીમેશ્વરનાં મંદિરો : પોરબંદર પાસે આવેલ કુછડી ગામથી પશ્ચિમે આવેલાં મૈત્રકકાલીન મંદિરોનો સમૂહ. મૈત્રકકાલીન મંદિરોના સ્થાપત્યમાં ઘણી વિવિધતા જોવા મળે છે. આ મંદિરો તેની વિશિષ્ટ રચનાને કારણે પ્રસિદ્ધ છે. આ મંદિરસમૂહમાં શિવ, સૂર્ય, રાંદલ અને ભૈરવનાં મળી કુલ સાત મંદિરો આવેલાં છે. આ મંદિરસમૂહ પૈકી મંદિર નં. 7 ગર્ભગૃહ અને…
વધુ વાંચો >