Apabhramsa pali prakrit literature
પાર્શ્વચન્દ્રસૂરિ
પાર્શ્વચન્દ્રસૂરિ (જ. 1481; અ. 1546, જોધપુર) : પાર્શ્વચંદ્ર ગચ્છના સ્થાપક જૈનાચાર્ય. તે હમીરપુરના નિવાસી વીસા પોરવાડ જ્ઞાતિના શ્રેષ્ઠી વેલગ શાહના પુત્ર હતા. તેમની માતાનું નામ વિમલાદેવી હતું. તેમણે 1490માં નાગોરી તપાગચ્છના આચાર્યશ્રી સાધુરત્નસૂરિની પાસે દીક્ષા લીધી. તેમણે ટૂંકસમયમાં જ સંસ્કૃત અને પ્રાકૃતનું; ન્યાય અને વ્યાકરણનું અધ્યયન કરી 1498માં ઉપાધ્યાયપદ પ્રાપ્ત…
વધુ વાંચો >પાલિ સાહિત્ય
પાલિ સાહિત્ય : બૌદ્ધ ધર્મવિષયક પાલિ ભાષામાં લખાયેલું સાહિત્ય. વિદ્વાનોએ ‘પાલિ’ શબ્દનો સંબંધ પંક્તિ, પરિયાય, પલ્લિ, પાટલિપુત્ર વગેરે સાથે બતાવ્યો છે; પણ તેની ખરી વ્યુત્પત્તિ, જેમાં બુદ્ધ-વચનો-વાણી સુરક્ષિત રહી છે તે પાલિ (पाति रक्खतीति बुद्धवचनं इति पालि ।) એવી છે. પાલિ ભાષા મૂલત: કયા પ્રદેશની હશે એ બાબતે વિદ્વાનોમાં ઠીક…
વધુ વાંચો >પાસણાહચરિઉ
પાસણાહચરિઉ : જૈન તીર્થંકરોમાંના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વ કે પાર્શ્વનાથનું ચરિત વર્ણવતું મહાકાવ્ય. અપભ્રંશ ભાષામાં આચાર્ય પદ્મકીર્તિએ રચેલું આ કાવ્ય ‘પાસ-પુરાણ’ એવા નામે પણ ઓળખાય છે. તે ઇન્દોરના પ્રફુલ્લકુમાર મોદીએ સંપાદિત કરેલું છે અને પ્રાકૃત ગ્રંથ પરિષદ, વારાણસી દ્વારા 1965માં ‘આયરિય-સિરિ-પઉમકિત્તિ-વિરઇઉ પાસણાહચરિઉ’-એ શીર્ષકથી પ્રકાશિત થયું છે. આચાર્ય પદ્મકીર્તિએ 1077ના અરસામાં આ…
વધુ વાંચો >પાસણાહચરિય (પાર્શ્વનાથચરિત)
પાસણાહચરિય (પાર્શ્વનાથચરિત) : પાર્શ્વનાથ તીર્થંકરનું ચરિત વર્ણવતું કાવ્ય. ‘કહારયણકોસ’ના કર્તા ગુણચંદ્રગણિ(1111)એ પ્રાકૃત ગદ્યપદ્યમાં રચેલા આ ચરિતકાવ્યમાં 5 પ્રસ્તાવોમાં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના ચરિત્રનું આલેખન છે. સરસ રચનામાં સમાસાન્ત પદાવલિ, છંદોવૈવિધ્ય, સંસ્કૃત શૈલીનો પ્રભાવ અને અનેક સંસ્કૃત સુભાષિતોનાં અવતરણ એે આ કાવ્યની વિશેષતાઓ છે. પ્રથમ પ્રસ્તાવમાં પાર્શ્વનાથના ત્રણ પૂર્વભવોના ઉલ્લેખ છે અને…
વધુ વાંચો >પાહુડદોહા
પાહુડદોહા : મુનિ રામસિંહે અપભ્રંશ ભાષામાં રચેલી 220 દોહાઓની કૃતિ. તેમાં પાહુડ એટલે તીર્થંકરોની પ્રાકૃત ભાષામાં રચાયેલા દોહાઓ છે. આ ગ્રંથ દસમી કે અગિયારમી સદીમાં રચાયો છે. 1933માં ડૉ. હીરાલાલ જૈને કારંજા(મહારાષ્ટ્ર)માંથી અંબાદાસ ચવરે દિગંબર જૈન ગ્રંથમાળાના ત્રીજા ગ્રંથ તરીકે ‘પાહુડદોહા’ને પ્રકાશિત કર્યો છે. સાદી ભાષામાં રહસ્યવાદને ગંભીરતાથી રજૂ કરતો…
વધુ વાંચો >પુષ્પદંત
પુષ્પદંત : આશરે દસમા શતકમાં થઈ ગયેલા અપભ્રંશ ભાષાના મહાન જૈન કવિ. એમના પિતાનું નામ કેશવ અને માતાનું મુગ્ધાદેવી હતું. તેઓ વિદર્ભ પ્રદેશના હતા. જન્મે કાશ્યપ ગોત્રના શૈવ સંપ્રદાયના બ્રાહ્મણ હતા, પરંતુ પાછળથી જૈન ધર્મના દિગંબર સંપ્રદાયની દીક્ષા લીધેલી. આથી તેમના પર બ્રાહ્મણ પરંપરાનાં સાંખ્ય, વેદાંત, મીમાંસા, બૌદ્ધ વગેરે દર્શનો…
વધુ વાંચો >પુહઇચંદચરિય (પૃથ્વીચંદ્રચરિત્ર)
પુહઇચંદચરિય (પૃથ્વીચંદ્રચરિત્ર) : ગદ્યપદ્યાત્મક પ્રાકૃત ભાષાનિબદ્ધ જૈન ધર્મકથાનો ગ્રંથ. આ ગ્રંથના રચયિતા શ્વેતાંબર જૈન આચાર્ય શાન્તિસૂરિ (1104) છે. એમની ગુરુપરંપરામાં ચંદ્રકુલીન સર્વદેવસૂરિ દાદાગુરુ, નેમિચન્દ્રસૂરિ ગુરુ હતા. આ કૃતિને પં. મુનિશ્રી રમણીકવિજયજીએ સંપાદિત કરી છે તથા તેની પ્રસ્તાવના વગેરે પં. અમૃતલાલ મોહનલાલ ભોજકે તૈયાર કરી છે. આ ગ્રંથ પ્રાકૃત ગ્રંથ પરિષદ,…
વધુ વાંચો >પૃથ્વીચંદ્રચરિત
પૃથ્વીચંદ્રચરિત : ચૌદમી સદીના અંતભાગની ગુજરાતી ગદ્યકથા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓમાં સુંદર ગદ્યકથાનકો મળે છે. સંસ્કૃત ભાષામાંના આના ‘કથા’, ‘આખ્યાયિકા’, ‘ચંપૂ’ વગેરે અનેક ભેદ પણ મળે છે, પણ અપભ્રંશ પછીની લોકભાષાઓમાં એ પ્રકારનો કોઈ પણ જાતનો વિકાસ થયો નથી, માત્ર સોગંદ ખાવા પૂરતી મધ્યકાલીન ગુજરાતીમાં એક ગદ્યકથા મળે છે, જેને…
વધુ વાંચો >પ્રજ્ઞપ્તિ (પન્નત્તિ)
પ્રજ્ઞપ્તિ (પન્નત્તિ) : જૈન આગમ ગ્રંથો. પ્રાકૃત ભાષામાં રચાયેલી (1) જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ, (2) ચંદ્રપ્રજ્ઞપ્તિ, (3) સૂર્યપ્રજ્ઞપ્તિ, (4) દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ અને (5) વિયાહપન્નત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ?) – એ પાંચ રચનાઓનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. પહેલી ચાર રચનાઓને સ્થાનાંગસૂત્ર મુજબ ઉપાંગો ગણવામાં આવી છે, જ્યારે છેલ્લી રચના વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ એ ભગવતીસૂત્ર નામનું અંગ ગણાય છે.…
વધુ વાંચો >પ્રાકૃતકથાસંગ્રહ (14મી સદી)
પ્રાકૃતકથાસંગ્રહ (14મી સદી) : પ્રાકૃત કથાઓનો સંગ્રહ. પદ્મચંદ્રસૂરિના અજ્ઞાત શિષ્યે ‘વિક્કમસેણચરિય’ નામના પ્રાકૃત કથાગ્રંથની રચના કરી હતી. આની 14 કથાઓમાંથી 12 કથાઓ ‘પ્રાકૃતકથાસંગ્રહ’માં આપવામાં આવી છે. ગ્રંથકર્તાની અને સમયની બાબતમાં આનાથી વધારે કોઈ બીજી માહિતી મળતી નથી. ‘પ્રાકૃતકથાસંગ્રહ’ની એક પ્રત સંવત 1398(ઈ. સ. 1342)માં લખાઈ હતી, જેનાથી અનુમાન થઈ શકે…
વધુ વાંચો >