Anthropology
ફ્રેઝર, સર જેમ્સ જ્યૉર્જ
ફ્રેઝર, સર જેમ્સ જ્યૉર્જ (જ. 1 જાન્યુઆરી 1854, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 7 મે 1941, કૅમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : વિદ્વાન બ્રિટિશ માનવશાસ્ત્રી. તેમણે ક્ષેત્રકાર્ય આધારિત સંશોધન-કાર્ય કર્યું ન હતું કે આદિમ સમુદાયો સાથે તેમને પરિચય પણ થયો ન હતો. તેમણે જે કાંઈ લખ્યું કે જે કેટલાક સિદ્ધાંતો તારવવાનો પ્રયત્ન કર્યો તે બધું…
વધુ વાંચો >બર્કિટ, માઇલ્સ સી.
બર્કિટ, માઇલ્સ સી. : વિશ્વના પ્રથમ પંક્તિના પ્રાગ્-ઇતિહાસવિદ્. તેમણે પ્રાગ્-ઇતિહાસ સંબંધી અભ્યાસ અને સંશોધનમાં પ્રાગ્-ઇતિહાસ અને પ્રાચીન આબોહવાના તબક્કા નક્કી કરી નવી કેડી કંડારી હતી. યુરોપમાં ખાસ કરીને ફ્રાંસમાંથી મળેલાં ઓજારો, ગુફાચિત્રો તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રાગ્-ઇતિહાસ વિશે ઊંડો અભ્યાસ કર્યો. ભારતમાં 1930 આસપાસ તેમણે આંધ્રપ્રદેશમાં પ્રાગ્-ઐતિહાસિક સર્વેક્ષણ કરી ઉત્તરઅશ્મકાલીન (upper…
વધુ વાંચો >બારગુંડા
બારગુંડા : મધ્યપ્રદેશમાં મુખ્યત્વે રતલામ જિલ્લામાં રહેતા લોકોની એક જાતિ. તેને બરગુંડા પણ કહે છે. તેઓ ઇન્દોર, ઉજ્જૈન, ભોપાલ વગેરે ઠેકાણે પણ રહે છે. તેઓ તમિળ ભાષાને મળતી ભાષા બોલે છે અને તામિલનાડુમાંથી આ તરફ આવ્યા છે, એવો એક મત છે. તે એક વિચરતી જાતિ છે અને તેમને પોતાના મૂળ…
વધુ વાંચો >બેક, ચાર્લ્સ ટિલસ્ટૉન
બેક, ચાર્લ્સ ટિલસ્ટૉન (જ. 1800, લંડન; અ. 1874) : ઇંગ્લૅન્ડના સાહસખેડુ સંશોધક અને બાઇબલના વિવેચક. પ્રાચીન ઇતિહાસ, તત્વજ્ઞાન તથા માનવવંશશાસ્ત્રના નિષ્ણાત અભ્યાસી. તેમણે ‘રિસર્ચિઝ ઇન પ્રિમીવલ હિસ્ટ્રી’ (1834) નામનું આધારભૂત લેખાતું પુસ્તક લખ્યું. 1840–43 દરમિયાન તેમણે ઍબિસિનિયાનો સંશોધનલક્ષી સાહસપ્રવાસ ખેડ્યો અને બ્લૂ નાઇલના વહેણમાર્ગનો અભ્યાસ કર્યો તથા 70,000 જેટલા ચોમી.…
વધુ વાંચો >બેટેલી આંદ્રે
બેટેલી આંદ્રે : ભારતમાં સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્રના વિકાસમાં અગ્રગણ્ય ભૂમિકા ભજવનાર અધ્યાપક અને સંશોધક. 1959થી દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના અધ્યાપક. હાલ નિવૃત્ત. તેમના મહત્વના સંશોધન-વિષયોમાં સામાજિક સ્તરીકરણ, ખેડૂત-આંદોલન, પછાત વર્ગો અને રાજકીય સમાજશાસ્ત્રનો સમાવેશ થાય છે. 1968માં તેમને નેહરુ ફેલોશિપ એનાયત થઈ હતી. આ ફેલોશિપના ભાગ રૂપે ગ્રામીણ કૃષિવિષયક સામાજિક…
વધુ વાંચો >બૅટ્સન, ગ્રેગરી
બૅટ્સન, ગ્રેગરી (જ. 1904, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1980) : માનવશાસ્ત્રના જાણીતા અભ્યાસી. તેઓ વિલિયમ બૅટ્સન નામના જીવવિજ્ઞાનીના પુત્ર હતા. તેમણે ભૌતિક માનવશાસ્ત્રનો અભ્યાસ કર્યો કેમ્બ્રિજ ખાતે, પરંતુ પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો અમેરિકામાં. માર્ગારેટ મીડની સાથે તેઓ પણ સંસ્કૃતિ અને વ્યક્તિત્વની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા. 1942માં તેમણે ‘બાલિનીઝ કૅરેક્ટર’ નામનું પુસ્તક…
વધુ વાંચો >બેનેડિક્ટ, રૂથ ફુલ્ટન
બેનેડિક્ટ, રૂથ ફુલ્ટન (જ. 5 જૂન 1887, ન્યૂયૉર્ક સિટી; અ. 17 સપ્ટેમ્બર 1948, ન્યૂયૉર્ક સિટી) : પ્રખ્યાત અમેરિકન મહિલા માનવશાસ્ત્રી. પિતા તબીબી સંશોધન અને વાઢકાપ-વિદ્યામાં આગળપડતા નિષ્ણાત હતા. પિતાના અવસાન પછી તેઓ સ્થળાંતર કરીને માતા સાથે મધ્યપશ્ચિમ અમેરિકામાં વસ્યાં હતાં. પાછળથી તેઓ બફેલોમાં સ્થાયી થયાં. 1909માં સ્નાતક થયાં અને 1914માં…
વધુ વાંચો >બૅન્ડેલીર, ઍડૉલ્ફ
બૅન્ડેલીર, ઍડૉલ્ફ (જ. 1840, બર્ન; અ. 1914) : જર્મનીના નિષ્ણાત પુરાતત્વવિજ્ઞાની અને માનવશાસ્ત્રી. તેમણે ઈશાન અમેરિકાની પ્રિ-કોલમ્બિયન ઇન્ડિયન તથા પેરુ અને બોલિવિયાની સાંસ્કૃતિક પરંપરાના અભ્યાસની પહેલ કરી. 1880થી તેમણે મુખ્યત્વે ઍરિઝોના તથા ન્યૂ મેક્સિકોની સમસ્યાઓ વિશે કામ કરવા માંડ્યું અને તેમાં તેમણે દસ્તાવેજી સંશોધન, માનવવંશવિજ્ઞાન અને પુરાતત્ત્વીય સર્વેક્ષણ – એમ…
વધુ વાંચો >બોઆસ, ફ્રાન્સ
બોઆસ, ફ્રાન્સ (જ. 9 જુલાઈ 1858, મિન્ડન, જર્મની; અ. 22 ડિસેમ્બર 1942, ન્યૂયૉર્ક સિટી) : પ્રભાવશાળી અમેરિકન માનવશાસ્ત્રી. માનવશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે વિદ્યાકીય અને વ્યાવસાયિક સ્તરે મૂકવાનો તથા માનવશાસ્ત્રની પ્રશાખાઓને પ્રમાણિત કરવાનો, ‘સંસ્કૃતિ’ વિશેના ખ્યાલને વધુ સ્પષ્ટ કરી માનવશાસ્ત્રને અન્ય પ્રયોગશીલ વિજ્ઞાનોની હરોળમાં મૂકવાનો તેમણે પ્રયત્ન કર્યો. તેઓ હેડલબર્ગ યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >ભીલ
ભીલ : એક આદિવાસી જાતિ. ‘ભીલ’ શબ્દ મૂળ દ્રવિડ કુળના ‘બીલ્લુ’ શબ્દ ઉપરથી ઊતરી આવ્યાનું મનાય છે. તેનો અર્થ બાણ અથવા તીર થાય છે. ભીલો પ્રાચીન કાળથી પોતાની સાથે બાણ રાખતા આવ્યા છે. આને કારણે ભીલ નામે ઓળખાયા હોય એવું માનવામાં આવે છે. હાલમાં બાણ-તીર માટે બીલ્ખું શબ્દ વપરાય છે.…
વધુ વાંચો >