Allopathy
રેટિક્યુલો-એન્ડોથેલિયલ તંત્ર
રેટિક્યુલો-એન્ડોથેલિયલ તંત્ર : રોગપ્રતિકાર માટે ભક્ષકકોષો (phagocytes) ધરાવતું તંત્ર. તેને જાલતન્વી અથવા તનુતન્ત્વી-અંતછદીય તંત્ર (reticulo-endothelial system, RES) કહે છે. આ કોષો મધ્યપેશી(mesenchyme)માંથી વિકસે છે. આ તંત્રના કોષો ઝીણા તાંતણાવાળી જાળીમયી પેશીમાં હોય છે, માટે તેમને ‘તનુતન્ત્વી’ કે ‘જાલતન્ત્વી’ (reticular) કહે છે. તેઓ નસો(વાહિનીઓ)ના અંદરના પોલાણ પર આચ્છાદન (lining) કરતા કોષોના…
વધુ વાંચો >રેડ્ડી, દુવ્વૂર નાગેશ્વર (ડૉ.)
રેડ્ડી, દુવ્વૂર નાગેશ્વર (ડૉ.) (જ. 18 માર્ચ 1956) : એઆઈજી હૉસ્પિટલના ચૅરમૅન. ડૉ દુવ્વૂર નાગેશ્વર રેડ્ડી તબીબી સંશોધન, કરુણા અને દર્દીની સારસંભાળમાં ઉત્કૃષ્ટતા મેળવવા માટેના અથાગ પ્રયત્નો માટે જાણીતા છે. તેઓ વિશ્વપ્રસિદ્ધ ગૅસ્ટ્રોએન્ટેરોલૉજિસ્ટ છે, જેમણે ચિકિત્સીય એન્ડોસ્કોપીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવીને હજારો લોકોનાં જીવન બદલી નાખ્યાં છે અને ભારતને વિશ્વસ્તર પર…
વધુ વાંચો >રેડ્ડી, મુથુલક્ષ્મી
રેડ્ડી, મુથુલક્ષ્મી (જ. 30 જુલાઈ 1886, પુદુકોટ્ટા; અ. 22 જુલાઈ 1968) : મહિલા તબીબ અને વિવિધ ક્ષેત્રે અસાધારણ પ્રદાન કરનાર સામાજિક કાર્યકર. પિતા એસ. નારાયણસ્વામી આયર શિક્ષિત આગેવાન અને સમાજસેવી હતા. તેઓ અંગ્રેજી સાહિત્યનાં વિદ્વાન પ્રાધ્યાપક અને પુદુકોટ્ટા (તામિલનાડુમાં આઝાદી પૂર્વેનું એક નાનું રાજ્ય) રાજ્યની મહારાજા કૉલેજનાં આચાર્ય હતા. માતા…
વધુ વાંચો >રેનિન
રેનિન : ગુચ્છાસન્ન (juxtaglomerular) કોષોના દેહદ્રવી (humoural) ઉત્તેજન(stimulation)ના પ્રતિભાવરૂપે મૂત્રપિંડ(kidney)માં સ્રવતું પ્રોટીન-ઉત્સેચક. તે પ્રોટીનનું વિખંડન કરીને લોહીના દબાણમાં વધારો કરે છે. લોહીમાં રેનિન પ્લાવિકા (પ્લાઝ્મા) પ્રોટીન ઉપર આંશિક પ્રભાવ દર્શાવીને તેમાંથી ઍન્જિયોટેન્સિન-I મુક્ત કરે છે. રૂપાંતરક (converting) ઉત્સેચક દ્વારા ઍન્જિયોટેન્સિન(angiotensin)-Iની 10 એમીનો ઍસિડવાળી શૃંખલાનું વિભાજન થવાથી ઍન્જિયોટેન્સિન-II બને છે. આ…
વધુ વાંચો >રેનિન-ઍન્જિયોટેન્સિન તંત્ર
રેનિન-ઍન્જિયોટેન્સિન તંત્ર : શરીરમાં પાણી, આયનો તથા લોહીના દબાણને સંતુલિત રાખતું તંત્ર. મૂત્રપિંડમાં ગુચ્છ-સમીપી કોષો (Juxta-glomarular cells)માંથી રેનિન નામનો નત્રલવિલયી (proteolytic) ઉત્સેચક નીકળે છે, જે ઍન્જિયોટેન્સિનોજન નામના દ્રવ્યમાંથી ઍન્જિયોટેન્સિન-I નામનું દ્રવ્ય બનાવે છે. મૂત્રપિંડમાં લોહીનું પરિભ્રમણ ઘટે, નસોમાંનું પ્રવાહી ઘટે, લોહીમાં કેટેકોલ એમાઇન્સ નામનાં દ્રવ્યોનું પ્રમાણ ઘટે, સંવેદી ચેતાતંત્રની ક્રિયાશીલતા…
વધુ વાંચો >રેનોડનો રોગ અને રેનોડની ઘટના
રેનોડનો રોગ અને રેનોડની ઘટના : ઠંડી અથવા લાગણીજન્ય કારણોસર આંગળીની ટોચની ફિક્કાશ સાથે કે તેના પછી નીલિમા(cyanosis)ના થતા વારંવારના લઘુ હુમલા (રેનોડની ઘટના) અને તેવું થતું હોય તેવો કોઈ જાણીતા કારણ વગરનો રોગ (રેનોડનો રોગ). આંગળીઓની ટોચ ભૂરી પડી જાય તેને નીલિમા કહે છે. આ વાહિની-સંચલનના વિકારો(vasomotor disorders)ના જૂથનો…
વધુ વાંચો >રેમાક, રૉબર્ટ
રેમાક, રૉબર્ટ (જ. 26 જુલાઈ 1815, પોસેન; અ. 29 ઑગસ્ટ 1865, કિસિન્જેન) : જર્મન ગર્ભવિજ્ઞાની (embryologist) અને ચેતાશાસ્ત્રજ્ઞ (neurologist). રેમાક ખ્યાતનામ દેહધર્મવિજ્ઞાની જોહૅન મ્યુલરના વિદ્યાર્થી. રેમાકે ઈ. સ. 1835માં બર્લિન વિશ્વવિદ્યાલયમાંથી M.D.ની ઉપાધિ પ્રાપ્ત કરી, પરંતુ તેઓ યહૂદી હોવાને કારણે આ વિદ્યાલયમાં તેમને નોકરી આપવાની ના પાડવામાં આવી. આમ છતાં…
વધુ વાંચો >રેસર્પિન (reserpine)
રેસર્પિન (reserpine) : ભારતમાં થતી રાવોલ્ફિયા સર્પેન્ટિના (બેન્થ, Benth) નામની વનસ્પતિના મૂળમાંથી મળતો આલ્કેલૉઇડ તથા લોહીનું દબાણ ઘટાડવા માટે એક જમાનામાં વ્યાપક પ્રમાણમાં વપરાતી મુખમાર્ગી દવા. હાલ વધુ સુરક્ષિત ઔષધોની ઉપલબ્ધિને કારણે તેનો વપરાશ નહિવત્ થઈ ગયો છે; પરંતુ તેનું સૌથી મહત્વનું પાસું તે ઘણી સસ્તી દવા છે તે છે.…
વધુ વાંચો >રોગનિયમન
રોગનિયમન : રોગ થવાની સંભાવનાનો દર, રોગનો સમયગાળો તથા તેના ફેલાવાની શક્યતા, તેની શારીરિક અને માનસિક અસરો તથા સમાજ પર તેના આર્થિક ભારણને ઘટાડવા માટે નિરંતર ચાલતું અભિયાન. નિયમનની પ્રક્રિયામાં પ્રાથમિક તથા દ્વૈતીયીક પૂર્વનિવારણ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. મોટાભાગના રોગનિયંત્રણ (disease control)-કાર્યક્રમોમાં આ બંને બાબતોને સમાવાય છે. આ…
વધુ વાંચો >રોગનોંધવહી (disease registry)
રોગનોંધવહી (disease registry) : ચોક્કસ વસ્તીવિસ્તારમાં અથવા હૉસ્પિટલમાં નવા નોંધાતા તથા સારવાર લેતા દર્દીઓની જે તે રોગ સંબંધિત માહિતીની નોંધપોથી. આરોગ્યલક્ષી માહિતી અંગેની પ્રણાલીઓ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કેટલાંક માર્ગદર્શક સૂચનો કરેલાં છે. તે પ્રમાણે તે વસ્તી-આધારિત હોવી જોઈએ. તેમાં મેળવાયેલી જાણકારી અયોગ્ય સમૂહોમાં એકત્રિત કરેલી ન હોવી જોઈએ. તેમાં…
વધુ વાંચો >