Allopathy
મસ્તિષ્કી રુધિરસ્રાવ
મસ્તિષ્કી રુધિરસ્રાવ : જુઓ મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો
વધુ વાંચો >મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો
મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો મગજમાં લોહીનું પરિભ્રમણ અને તેના વિકારો થવા તે. મગજને મહાધમની(aorta)ની શાખાઓમાંથી ઉદભવતી 4 ધમનીઓ, ડાબી અને જમણી અંત:શીર્ષગત ધમનીઓ (internal carotid arteries) તથા ડાબી અને જમણી મણિકાગત ધમનીઓ (vertebral arteries) વડે લોહીનો પુરવઠો મળે છે. તે ઑક્સિજન તથા પોષણ લાવે છે તથા તેનો કચરો દૂર…
વધુ વાંચો >મસ્તિષ્કી વીજાલેખન
મસ્તિષ્કી વીજાલેખન (electroencephalography) : મગજની વિદ્યુત-પ્રક્રિયાઓનો આલેખ નોંધવાની ક્રિયા. તેના આલેખને મસ્તિષ્કી વીજાલેખ (electroencephalogram, EEG) કહે છે. મગજના વિવિધ વિકારોના નિદાનમાં તે સરળ, સસ્તી અને આધારભૂત પદ્ધતિ ગણાય છે. માથા પરના વાળ જ્યાં સામાન્ય રીતે ઊગે તે ભાગને શીર્ષવલ્ક(scalp) કહે છે. મગજની વિદ્યુત-ક્રિયાને નોંધવા માટે શીર્ષવલ્ક પર બે જુદાં જુદાં…
વધુ વાંચો >મસ્તિષ્કી શલ્યસ્થાનાંતરતા
મસ્તિષ્કી શલ્યસ્થાનાંતરતા : જુઓ મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો
વધુ વાંચો >મસ્તિષ્કી સપૂયગડ
મસ્તિષ્કી સપૂયગડ (cerebral abscess) : મગજમાં ગૂમડું થવું તે. મગજમાં પરુ કરતો ચેપ લોહી દ્વારા, આસપાસના અવયવોમાંથી કે ઈજા પછી ફેલાય છે. આશરે 20 % દર્દીઓમાં તેનું મૂળ કારણ જાણી શકાતું નથી. મધ્યકર્ણમાં લાગેલો ચેપ કે ચહેરાના હાડકાનાં અસ્થિવિવરો(sinuses)માંનો ચેપ સીધેસીધો કે તેમની નસો દ્વારા અવળા માર્ગે મગજમાં પહોંચે છે.…
વધુ વાંચો >મહાકોષી ધમનીશોથ
મહાકોષી ધમનીશોથ (giant cell arteritis) : મોટી ઉંમરે એટલે કે 50 વર્ષ કે વધુ વયે શરીરની મધ્યમ કદની કે મોટી ધમનીઓમાં થતો શોથ(inflammation)નો વિકાર. તેમાં લમણામાં આવેલી ગંડકપાલીય ધમની (temporal artery), ડોકના કરોડસ્તંભના મણકામાંથી પસાર થતી મેરુસ્તંભીય ધમની (vertebral artery) તથા આંખના ભાગોને લોહી પહોંચાડતી નેત્રીય ધમની (ophthalmic artery) સૌથી…
વધુ વાંચો >મહાધમની-કમાનકુંચિતતા
મહાધમની-કમાનકુંચિતતા (coarctation of Aorta) : મહાધમનીની કમાનમાંથી ડાબા હાથ તરફ જતી અવ-અરીય ધમની (subclavian artery) નીકળ્યા પછીના મહાધમની કમાનના ભાગનું સ્થાનિક સાંકડાપણું. આશરે 25 % દર્દીઓમાં મહાધમનીના દ્વારનો હૃદયમાંનો વાલ્વ (કપાટ) પણ કુરચનાવાળો હોય છે અને તેને ત્રણના બદલે 2 પાંખડીઓ (દલ, cusp) હોય છે. મહાધમનીમાં તથા તેની કુંચિતતા પહેલાં…
વધુ વાંચો >મહાપાત્ર અશોક કુમાર (ડૉ.)
મહાપાત્ર અશોક કુમાર (ડૉ.) (જ. 29 ડિસેમ્બર 1952, પુરી) : પ્રસિદ્ધ ન્યુરોસર્જન. જે એસ.ઓ.એ.ડી.યુ.ના ચિકિત્સા સલાહકારના રૂપમાં કાર્યરત છે. પ્રો. (ડૉ.) મહાપાત્રએ 1970માં એમ.કે.સી.જી. મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો, જ્યાંથી તેમણે 1975માં એમ.બી.બી.એસ. પૂરું કર્યું. તેઓએ એમ્સ (AIIMS) દિલ્હીમાંથી ન્યુરો સર્જરીમાં એમ.એસ. અને એમ.સી.એચ. પણ કર્યું. 1983થી 2017 સુધી તેમણે એમ્સ,…
વધુ વાંચો >મહેતા, અશ્વિન બાલાચંદ
મહેતા, અશ્વિન બાલાચંદ (ડૉ.) (જ. 3 માર્ચ 1939, સૂરત, ગુજરાત, ભારત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાર્ડિયોલૉજિસ્ટ. તેઓ જસલોક હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટર, મુંબઈના કાર્ડિયોલૉજીના નિર્દેશક છે. તેઓએ મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. અને એમ.ડી.નું શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓએ શિકાગોમાં કાર્ડિયોલૉજીમાં ફેલોશિપ પ્રાપ્ત કરી. 1973માં ભારત પાછા આવ્યા બાદ તેઓને સાયન હૉસ્પિટલમાં કાર્ડિયોલૉજીના માનદ…
વધુ વાંચો >મહેતા, જીવરાજ (ડૉ.)
મહેતા, જીવરાજ (ડૉ.) : (જ. 29 ઑગસ્ટ 1887, અમરેલી, ગુજરાત; અ. 7 નવેમ્બર 1978, મુંબઈ) : કુશળ તબીબ, સંનિષ્ઠ રાજનીતિજ્ઞ અને ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન. પિતા નારાયણ મહેતા. માતા ઝમકબહેન મહેતા. અંધ પિતામહીએ પણ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં જોડાવું પડે તેવી ગરીબીમાં તેમનો જન્મ થયો હતો. કિશોરાવસ્થા દરમિયાન અમરેલીના સિવિલ સર્જન ડૉ.…
વધુ વાંચો >