Allopathy

થેલેસિમિયા

થેલેસિમિયા : હીમોગ્લોબિનની બનાવટમાં ઉદભવતા જન્મજાત વિકારથી થતો રોગ. મૂળ ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં આ રોગ જોવા મળતો હોવાથી તેને સામુદ્રિક પાંડુતા (thalassaemia) કહે છે. Thalassa એટલે સમુદ્ર તથા haimia એટલે લોહી; જોકે તેનું વધુ યોગ્ય શાસ્ત્રીય નામ ગર્ભીય રક્તવર્ણક-પાંડુતા (thalassaemia) છે, જે દર્શાવે છે કે આ રોગમાં જન્મ પછી પણ…

વધુ વાંચો >

થૉમસ, ડોનાલ ઈ.

થૉમસ, ડોનાલ ઈ. (જ. 15 માર્ચ 1920, માર્ટ, ટૅક્સાસ; અ. 20 ઑક્ટોબર 2012, સીએટલ, યુએસ) : 1990નું તબીબી વિદ્યા અને શરીરક્રિયાશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જૉસેફ મરે સાથે પ્રાપ્ત કરનાર અમેરિકન વૈજ્ઞાનિક. તેઓએ પેશી-પ્રત્યારોપણ (tissue transplantation) અંગે પાયાનું સંશોધન કર્યું હતું. તેને કારણે આજે કોષીય પ્રત્યારોપણ (cell transplantation) અને અવયવી પ્રત્યારોપણ (organ…

વધુ વાંચો >

દમ, શ્વસની

દમ, શ્વસની (bronchial asthma) : વારંવાર શ્વાસની નળીઓ સંકોચાવાથી થતી શ્વાસોચ્છવાસની તકલીફનો વિકાર. તેમાં જ્યારે વ્યક્તિને રોગનો હુમલો ન થયેલો હોય ત્યારે તે એકદમ સામાન્ય સ્થિતિમાં હોય છે અને તેને કોઈ તકલીફ હોતી નથી; તેથી જ્યારે શ્વાસોચ્છવાસની તકલીફ ન હોય ત્યારે ફેફસાંની શ્વસનક્ષમતાની કસોટીઓ પણ સામાન્ય પ્રકારની હોય છે. સામાન્ય…

વધુ વાંચો >

દંશ (ડંખ)

દંશ (ડંખ) : સાપ, વીંછી, જંતુઓ વગેરેના ડંખવાથી થતો વિકાર. ઘર બહારની પ્રવૃત્તિઓ જેમ વધે તેમ ડંખ લાગવાની સંભાવના વધે  છે. મોટા ભાગના ડંખ મારતા સજીવો સંધિપાદ (arthropod) જૂથના હોય છે. ડંખ બે પ્રકારના છે : (1) કરડવાથી થતો ડંખ (bite) અને (2) વીંધીને કરાતો ડંખ (sting). સજીવો દ્વારા ડંખથી…

વધુ વાંચો >

દાદર

દાદર : ચામડીનો એક પ્રકારનો રોગ. તે ચામડી, નખ તથા વાળમાં ફૂગના ચેપથી થાય છે. તેને અંગ્રેજીમાં tinea અથવા ring worm કહે છે. ચામડીમાં ફૂગનો ચેપ લાગે છે અને ફૂગ વનસ્પતિ જૂથમાં ગણાય છે માટે શાસ્ત્રીય રીતે તેને ત્વક્ફૂગિતા (dermatomycosis) કે ત્વક્દ્રુમિતા (dermato-phytosis) પણ કહે છે. ચામડી અને તેના ઉપસર્ગો(appendages)માં…

વધુ વાંચો >

દાબકે, અરુણ ત્રિમ્બક (ડૉ.)

દાબકે, અરુણ ત્રિમ્બક (ડૉ.) (જ. 24 ડિસેમ્બર 1942) : બાળ-ચિકિત્સાના ક્ષેત્રમાં જાણીતા. તેઓને છત્તીસગઢના ચિકિત્સકોમાં પિતાતુલ્ય માનવામાં આવે છે. તેમણે એમ.બી.બી.એસ.ની પદવી તથા બાળ-ચિકિત્સામાં અનુસ્નાતક(એમ.ડી.)ની પદવી એમ.જી.એમ. મેડિકલ કૉલેજ, ઇન્દોરથી પ્રાપ્ત કરી. તેઓએ 1972માં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ન્યૂટ્રીશન, હૈદરાબાદથી ન્યૂટ્રિશનમાં સર્ટિફિકેટ કોર્સ પૂરો કર્યો. તેમને 1974માં જીવન વિજ્ઞાન આનુવંશિકીમાં સંશોધનકાર્ય…

વધુ વાંચો >

દાંત અને દંતવિદ્યા

દાંત અને દંતવિદ્યા દાંત પાચનતંત્રની શરૂઆતમાં આવેલી વધારાની સંરચનાઓ છે. તે ઉપલા અને નીચલા જડબાંમાં આવેલી નાની-નાની બખોલોમાં ગોઠવાયેલા છે. બંને જડબાંના હાડકામાં ઊપસેલી પટ્ટી જેવો અસ્થિપ્રવર્ધ (process) આવેલો છે. તેને વાતપુટિલ પ્રવર્ધ અથવા દંતીય પ્રવર્ધ (alveolar process) કહે છે. તેમાં દંતબખોલો અથવા દંતકોટરિકાઓ (sockets) આવેલી છે. આ દંતબખોલોમાં દાંત…

વધુ વાંચો >

દાંત કચકચાવવા

દાંત કચકચાવવા (bruxism) : રાતના ઊંઘમાં દાંતને એકબીજા જોડે ઘસવાની ક્રિયા. જે વ્યક્તિને તે થતું હોય તેને માટે તે ખાસ મહત્વનું લક્ષણ (symptom) હોતું નથી; પરંતુ તેની સાથે સૂનારને તે ક્યારેક અકળાવે છે. સામાન્ય રીતે મનાય છે કે બાળકોમાં તેનું મુખ્ય કારણ આંતરડામાંનાં કૃમિ છે – ખાસ કરીને ઑક્ઝયુરિસ વર્મિક્યુલારિસ.…

વધુ વાંચો >

દુર્વિકસન

દુર્વિકસન (dysplasia) : અનિયમિત અને અલાક્ષણિક (atypical) સંખ્યાવૃદ્ધિ પામતા કોષોથી ઉદભવતો વિકાર. ‘દુર્વિકસન’નો શાબ્દિક અર્થ ‘કોષોનો ખોટો અને વિકારયુક્ત વિકાસ’ થાય છે. પરંતુ વ્યવહારમાં તેને વિકારયુક્ત સંખ્યાવૃદ્ધિ(proliferation)ની સ્થિતિ સાથે જોડવામાં આવે છે. તેથી પુખ્ત કોષોનાં કદ, આકાર અને બંધારણમાં વિષમતા (abnormality) આવી ગયેલી હોય છે. પરાવિકસન(metaplasia)માં કોષો પરિસ્થિતિને અનુકૂળ થવા…

વધુ વાંચો >

દુલ્બેકો રેનાટો

દુલ્બેકો રેનાટો (જ. 22 ફેબ્રુઆરી 1914, કેન્ટાન્ઝેરો, ઇટાલી; અ. 19 ફેબ્રુઆરી 2012, કૅલિફૉર્નિયા) : ગાંઠોના વિષાણુ અને કોષના જનીનદ્રવ્ય (genetic material) વચ્ચેની આંતરક્રિયા શોધી કાઢવા માટે ડેવિડ બાલ્ટિમોર અને હાવર્ડ માર્ટિન ટેમિન સાથે 1975નો તબીબી વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. દુલ્બેકો ટોરીનો યુનિવર્સિટીમાં ભણ્યા અને 1936માં એમ.ડી.ની ઉપાધિ મેળવી. થોડોક…

વધુ વાંચો >