Allopathy

શોથ (inflammation)

શોથ (inflammation) : સૂક્ષ્મજીવો કે ઝેરી દ્રવ્યો કે ભૌતિક પરિબળોથી પેશીને થયેલી ઈજામાં ઈજાના મૂળ કારણને તથા તેનાથી થયેલા કોષનાશનાં શેષ દ્રવ્યોને દૂર કરીને રૂઝ આવે તેવી સ્થિતિ પેદા કરતી પ્રક્રિયા. આ પ્રક્રિયા વગર જીવન ટકાવી રાખવું શક્ય નથી. તેનાં મુખ્ય 4 લક્ષણો છે  જે ભાગમાં સોજો આવે છે, તે…

વધુ વાંચો >

શ્યામ મળ (melana)

શ્યામ મળ (melana) : ડામર જેવા કાળા રંગનો મળ. જઠર કે આંતરડાંમાં લોહી વહે ત્યારે અર્ધપચિત રુધિરમિશ્રિત મળનો રંગ ડામર જેવો કાળો (farry black) બને છે. તે જઠર અને આંતરડાંમાં ક્યાંક લોહી વહી રહ્યું છે તે દર્શાવે છે. જો જઠર કે આંતરડાંમાં પુષ્કળ પ્રમાણમાં  રુધિરસ્રાવ થાય તો લોહીની ઊલટી થાય…

વધુ વાંચો >

શ્રવણ (hearing)

શ્રવણ (hearing) : સાંભળવાની ક્રિયા. બહારથી આવતા અવાજના તરંગો હવા તથા હાડકાં દ્વારા વહન પામીને કાનની સાંભળવાની સૂક્ષ્મ સંયોજના સુધી પહોંચે છે. આને અનુક્રમે વાયવીય વહન (air conduction) અને અસ્થીય વહન (bone conduction) કહે છે. વાયવી વહનમાં અવાજનાં મોજાં (તરંગો) બાહ્યકર્ણનળીમાંથી પસાર થાય છે. કર્ણઢોલ પર આવતા અવાજના તરંગો કર્ણઢોલને…

વધુ વાંચો >

શ્રોણીય શોથકારી રોગ (pelvic inflammatory disease, – PID)

શ્રોણીય શોથકારી રોગ (pelvic inflammatory disease, – PID) : અંડપિંડ, અંડવાહિની તથા ગર્ભાશયમાં પીડાકારક સોજાનો વિકાર. પીડાકારક અને પેશીને લાલ બનાવતા વિકારને શોથ (inflammation) કહે છે. તેનું મુખ્ય કારણ ચેપ (infection) હોય છે. સામાન્ય રીતે લોહી દ્વારા કે યોનિ (vagina) માર્ગે પ્રસરીને પ્રજનનમાર્ગના ઉપરના અવયવોમાં ચેપ પહોંચે છે. તેથી તે…

વધુ વાંચો >

શ્વસનતંત્ર (માનવ)

શ્વસનતંત્ર (માનવ) વાતાવરણ અને લોહીની વચ્ચે પ્રાણવાયુ અને અંગારવાયુનો વિનિમય કરતું તંત્ર. શરીરના બધા જ કોષોને તેમના કાર્ય માટે તથા જીવતા રહેવા માટે ઑક્સિજન(પ્રાણવાયુ)ની જરૂર પડે છે. તેમની ઘણી ક્રિયાઓમાં કાર્બનડાયૉક્સાઇડ (અંગારવાયુ) ઉત્પન્ન થાય છે. તેનો વધારો થાય તો તે અમ્લીય સ્થિતિ (acidic condition) સર્જે છે. માટે તેનો ઝડપી અને…

વધુ વાંચો >

શ્વાન થિયૉડોર

શ્વાન થિયૉડોર (જ. 1810; અ. 1882) : કોષસિદ્ધાંત(cell theory)નું પ્રતિપાદન કરનાર એક પ્રમુખ જર્મન દેહધર્મવિજ્ઞાની (physio-logist). બ્રિટિશ વિજ્ઞાની રૉબર્ટ હૂકે ઈ.સ. 1665માં બૂચ(cork)નો પાતળો ટુકડો કરી તેને પોતે બનાવેલ સૂક્ષ્મદર્શકની નીચે નિહાળ્યું. તેણે જોયું કે આ ટુકડો અનેક ખાના(compartments)નો બનેલો છે અને તેની ફરતે એક દીવાલ આવેલી છે. આ ખાનાના…

વધુ વાંચો >

શ્વેતપ્રદર (leukorrhea)

શ્વેતપ્રદર (leukorrhea) : યોનિમાર્ગે વધુ પડતું પ્રવાહી પડવું તે. તેને સાદી ભાષામાં ‘પાણી પડવું’ પણ કહે છે. યોનિ (vagina) માર્ગે બહાર આવતા પ્રવાહીને યોનીય બહિ:સ્રાવ (vaginal discharge) પણ કહે છે. તેમાં યોનિની દીવાલ, ગર્ભાશય અને ગર્ભાશય-ગ્રીવા(cervix)માંના સામાન્ય સ્રાવો (secretions) હોય છે. ગર્ભાશય-ગ્રીવાને સામાન્ય ભાષામાં ગર્ભાશયનું મુખ પણ કહે છે. ગર્ભાશયમાંથી…

વધુ વાંચો >

શ્વેતશલ્કતા (leukoplakia)

શ્વેતશલ્કતા (leukoplakia) : મોંઢાની અંદરની દીવાલમાં સફેદ ચકતી જેવો દોષવિસ્તાર. તે શૃંગિન (keratin) નામના દ્રવ્યનું વધુ ઉત્પાદન થાય તેવો મોંની અંદરની દીવાલના આવરણરૂપ અધિચ્છદ(epithelium)નો રોગ છે. સૂક્ષ્મદર્શક વડે તપાસતાં શૃંગી સ્તરમાં વિકાર ઉદ્ભવેલો હોય છે. તેને દુ:શૃંગસ્તરતા (dyskeratosis) કહે છે. લાદીસમ અધિચ્છદ એક રીતે સ્તરીકૃત (stratified) આવરણ બનાવે છે, જેમાં…

વધુ વાંચો >

સગર્ભતા, અતિજોખમી

સગર્ભતા, અતિજોખમી (high risk pregnancy) : માતા, ગર્ભશિશુ (foetus) કે નવજાત શિશુ(neonate)ને જન્મ પહેલાં કે પછી માંદગી કે મૃત્યુનો ભય હોય અથવા તેવું જોખમ થવાની સંભાવના હોય તેવી સગર્ભતા (pregnancy). દરેક સગર્ભતા તથા પ્રસવ સમયે જોખમ રહેલું હોય છે; પરંતુ કેટલીક સ્થિતિઓમાં તેની સંભાવના વધે છે. આવું આશરે 20 %થી…

વધુ વાંચો >

સગર્ભતા, અન્યત્રી (ectopic pregnancy)

સગર્ભતા, અન્યત્રી (ectopic pregnancy) : ગર્ભાશયના પોલાણને બદલે અન્ય સ્થળે ફલિત અંડકોષનું અંત:સ્થાપન થવું અને ગર્ભશિશુ રૂપે વિકસવું તે. ફલિત થયેલો અંડકોષ ભ્રૂણ તરીકે વિકસે માટે કોઈ યોગ્ય સપાટી પર સ્થાપિત થાય તેને અંત:સ્થાપન (implantation) કહે છે. સામાન્ય રીતે ફલિત અંડકોષ ગર્ભાશયના ઘુમ્મટ(fundus)ની પાસે આગળ કે પાછળની દીવાલ પરની ગર્ભાશયાંત:કલા(endometrium)માં…

વધુ વાંચો >