હ. છ. ધોળકિયા
ઉપરાષ્ટ્રપતિ (ભારતના)
ઉપરાષ્ટ્રપતિ (ભારતના) : ભારતના બંધારણમાં કરેલી જોગવાઈ પ્રમાણે રાષ્ટ્રપતિ પછીનો હોદ્દો ધરાવતા પદાધિકારી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદનાં બંને ગૃહોના સભ્યોનું બનેલું મતદાર મંડળ પ્રમાણસર પ્રતિનિધિત્વ અનુસાર કરે છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે, તે વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ, 35 વર્ષથી વધારે વયની હોવી જોઈએ તથા રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત ધરાવતી…
વધુ વાંચો >કાયદાશાસ્ત્ર
કાયદાશાસ્ત્ર ન્યાયી સમાજવ્યવસ્થા અને જીવનમૂલ્યોનું જતન કરે તેવી વ્યવસ્થા માટેના કાયદાનું શાસ્ત્ર. કાયદાનું શાસન સુસંસ્કૃત સમાજ માટે અનિવાર્ય ગણાય છે. કાયદાના શાસનમાં કાયદાના નિયમો પ્રમાણે વ્યવસ્થિત રીતે ન્યાયી સમાજવ્યવસ્થા વિકસે અને માનવીય મૂલ્યોનું જતન થાય એવી વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આમ થવા માટે કાયદાના સુનિશ્ચિત સિદ્ધાંતો અને જોગવાઈઓ હોવાં જરૂરી…
વધુ વાંચો >કાયદો
કાયદો કોઈ પણ દેશ કે રાજ્યમાં જે નિયમો કે સિદ્ધાંતો હસ્તક નાગરિકોને ન્યાય અપાતો હોય છે, જેને અનુસરીને રાજ્યો-રાજ્યો વચ્ચેના, રાજ્ય અને નાગરિકો વચ્ચેના તથા પરસ્પર નાગરિકો વચ્ચેના વિવાદોનો નિકાલ કરવામાં આવતો હોય છે તથા જેને આધારે શાંતિ અને વ્યવસ્થા જળવાતી હોય છે તે નિયમો કે સિદ્ધાંતોનો સંપુટ. 1. સામાન્ય…
વધુ વાંચો >તટસ્થતા
તટસ્થતા : યુદ્ધમાં ન જોડાયેલ દેશ કે સરકારનો વૈધિક દરજ્જો. જે રાષ્ટ્ર યુદ્ધ કરનાર રાષ્ટ્રો જોડે યુદ્ધ કરતું ન હોય, અને તેમની વચ્ચેની શત્રુતામાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાગ લેતું ન હોય તે રાષ્ટ્ર તટસ્થ કહેવાય, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાની ર્દષ્ટિએ આ તટસ્થતા વૈધિક દરજ્જો છે અને આંતરરાષ્ટ્રીય કાયદામાં તેની જોડે…
વધુ વાંચો >દરિયા સંબંધી કાયદો
દરિયા સંબંધી કાયદો : ‘દરિયાઈ વિસ્તાર’ હેઠળ ગણાતા માન્ય પ્રદેશના ઉપયોગને તથા દરિયાઈ સંપત્તિના ઉપભોગને નિયંત્રિત કરતી જોગવાઈઓની સંહિતા. ભૂતકાળમાં દરિયો માત્ર નૌકાવહન માટે ઉપયોગી ગણાતો, તેથી તે અંગેનો કાયદો નૌકાવહન પૂરતો મર્યાદિત હતો. હવે દરિયાના તળ ઉપર તથા તેની નીચે ગર્ભમાં રહેલી કુદરતી સંપત્તિને કારણે આ વિષયમાં નવાં પરિમાણો…
વધુ વાંચો >દારૂબંધી
દારૂબંધી : ભારતમાં કાયદા દ્વારા દારૂના સેવન પર મુકાતો પ્રતિબંધ. નશાખોરી કોઈ પણ સમાજમાં સદગુણ ગણાતો નથી. દારૂનું વધારે પડતું સેવન અનેક અનિષ્ટોને જન્મ આપે છે. તેનાથી મનુષ્યની શારીરિક અને માનસિક શક્તિઓ ક્ષીણ થાય છે. તે રોગોમાં સપડાય છે. દારૂની ટેવ પડી જવાથી તે સંતોષવા આર્થિક રીતે નુકસાન વેઠીને પણ…
વધુ વાંચો >દેશદ્રોહ
દેશદ્રોહ : પોતાના દેશની અખંડિતતા તથા સાર્વભૌમિકતાને આંચ આવે તેવું નાગરિકનું ગુનાઇત વર્તન અથવા વ્યવહાર. પોતાના દેશ પ્રત્યે વફાદારી રાખવી, એ દરેક નાગરિકની ફરજ છે. આ ફરજનું યોગ્ય પાલન થાય, તે માટે રાજ્યે પોતાના કાયદાઓમાં જોગવાઈ કરેલી હોય છે. તે અનુસાર દેશદ્રોહ એ ફોજદારી ગુનો બને છે. દેશદ્રોહ અંગેના ગુનામાં…
વધુ વાંચો >ન્યાયતંત્ર
ન્યાયતંત્ર : દેશના બંધારણનાં વિવિધ પાસાંઓનું તથા દેશની સંસદે અને વિધાનસભાઓએ પસાર કરેલા કાયદાઓનું જરૂર પડે ત્યારે અર્થઘટન કરવા માટે તથા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે, એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે, રાજ્ય અને નાગરિકો વચ્ચે અને નાગરિકો નાગરિકો વચ્ચે ઊભા થતા વિવાદો અંગે ન્યાય આપવા માટે સત્યના પક્ષે ચુકાદો આપવા…
વધુ વાંચો >