હોસંગ ફરામરોજ મોગલ
એમોનિયાકરણ (ammoniation)
એમોનિયાકરણ (ammoniation) : પ્રાણીઓનાં યુરિયા તથા યુરિક ઍસિડ જેવાં ઉત્સર્ગદ્રવ્યોના નાઇટ્રોજનયુક્ત ભાગને અલગ કરીને તેને એમોનિયામાં ફેરવવાની પ્રક્રિયા. ચોક્કસ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ યુરિયા અને યુરિક ઍસિડનું વિઘટન કરી તેને કાર્બન ડાયૉક્સાઇડ અને એમોનિયામાં ફેરવે છે. મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓના અવશેષો પર પણ તુરત જ સૂક્ષ્મ જીવાણુઓ વિઘટનની પ્રક્રિયા શરૂ…
વધુ વાંચો >પ્રતિજીવકો (antibiotics)
પ્રતિજીવકો (antibiotics) સૂક્ષ્મજીવાણુઓ દ્વારા ઉત્પન્ન કરાતો એવો રાસાયણિક પદાર્થ કે જે મંદ દ્રાવણમાં અન્ય સૂક્ષ્મજીવાણુઓનો વિકાસ અટકાવવાની તથા તેમનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં આવાં સંયોજનો આંશિક અથવા પૂર્ણ રીતે રાસાયણિક સંશ્લેષણ દ્વારા પ્રયોગશાળામાં પણ બનાવી શકાય છે. બૅક્ટેરિયા, ફૂગ કે બીજા પરજીવી સંક્રમણકારકો પ્રતિજીવકો કહેવાતા નથી, કારણ તેઓ…
વધુ વાંચો >પ્રતિદ્રવ્ય (antibody)
પ્રતિદ્રવ્ય (antibody) : પૃષ્ઠવંશી પ્રાણીઓના રુધિરરસમાંથી વહેતા રુધિરકોષો દ્વારા ઉત્પન્ન થયેલાં પ્રોટીન દ્રવ્ય જે શરીરમાં પ્રવેશ પામતાં બાહ્યદ્રવ્યોને ચોંટીને તેમનાથી શરીરની રક્ષા કરે છે. પ્રતિદ્રવ્યના ઉત્પાદન માટે કારણભૂત પદાર્થને પ્રતિજન કહે છે. પ્રતિદ્રવ્યમાં સંયોજક-સ્થાન (combinant site) નામે ઓળખાતાં વિશિષ્ટ સ્થાનો આવેલાં છે, જેની સાથે પ્રતિજનમાં આવેલ નિશ્ચાયક સ્થાન (determinant site)…
વધુ વાંચો >પ્રવ્રણ (canker)
પ્રવ્રણ (canker) : વનસ્પતિ પર ચાઠાં પાડતો જીવાણુજન્ય રોગ. મનુષ્ય તથા પ્રાણીઓની માફક વનસ્પતિને પણ વિવિધ રોગો થાય છે. આ રોગકારકોમાં જીવાણુ, ફૂગ, વિષાણુ, પ્રજીવો તથા લીલ મુખ્ય છે. વનસ્પતિને જ્યારે કોઈ પણ કારકથી ચેપ લાગે ત્યારે તેનાં બાહ્ય લક્ષણોમાં ફેરફાર થાય છે. આવું એક અગત્યનું લક્ષણ પ્રવ્રણ છે. આમાં…
વધુ વાંચો >પ્રારંભિક સંવર્ધન
પ્રારંભિક સંવર્ધન : પ્રયોગશાળાઓમાં સૂક્ષ્મ જીવો માટે કરવામાં આવતું પ્રાથમિક પ્રકારનું સંવર્ધન. આવા સંવર્ધન માટે વપરાતા માધ્યમ(medium)માં જૈવસંશ્લેષણ માટે અગત્યના પ્રક્રિયાર્થી ઘટકો અને યોગ્ય પર્યાવરણિક જાળવણી અગત્યનો ભાગ ભજવે છે. પાણી એક એવું સૌથી અગત્યનું ઘટક છે. પ્રવાહી માધ્યમમાં નિલંબિત અવસ્થામાં અથવા તો વસાહતી (colonial) સજીવો તરીકે તેમનો ઉછેર ઘન…
વધુ વાંચો >પ્લાક
પ્લાક : યજમાન (host) બૅક્ટેરિયા ઉપર જીવાણુનાશકો(bacterio-phage)નો ફેલાવો કરવાથી, યજમાનનો નાશ થતાં દેખાતો ચોખ્ખો વિસ્તાર. યજમાન કોષમાં થતી બૅક્ટેરિયોફેજ વિષાણુઓની વૃદ્ધિની પ્રક્રિયા સમજવા અને કેટલી સંખ્યામાં નવા વિષાણુ પેદા થયા તે જાણવા પ્રયોગશાળામાં પ્રયોગો કરવામાં આવે છે. તે માટે સૌપ્રથમ પેટ્રી ડિશમાં ઘન માધ્યમ ઉપર જીવાણુનો ઉછેર કરવામાં આવે છે…
વધુ વાંચો >પ્લાસ્મિડ
પ્લાસ્મિડ : કોષના મુખ્ય DNA સૂત્રથી અલગ પરંતુ સંજનીન(genome)ના ભાગ રૂપે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો DNAનો ટુકડો. તેમાં આવેલા જનીનિક ઘટકો કુળ સંજનીનો(genome)ના 1થી 3% જેટલા હોય છે. પ્લાસ્મિડોનું થતું પુનરાવૃત્તિ(replication)નિર્માણ મુખ્ય DNA સૂત્રના નિર્માણથી સ્વતંત્ર હોય છે. કોષમાં આવેલા ઉત્સેચકોની મદદથી પ્લાસ્મિડની પુનરાવૃત્તિની પ્રક્રિયા થતી હોય છે. પ્લાસ્મિડો મોટાભાગના સૂક્ષ્મ…
વધુ વાંચો >બીઓડી (BOD – biological oxygen demand)
બીઓડી (BOD – biological oxygen demand) : જૈવરાસાયણિક પ્રાણવાયુ-જરૂરિયાત એટલે પ્રદૂષિત પાણીમાં આવેલાં કાર્બનિક સંયોજનોનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન કરતાં તેમના દ્વારા જે પ્રાણવાયુ વપરાતો હોય તેનો આંક. આ માહિતીના આધારે પ્રદૂષિત પાણીનો ઉપચાર કરવો સરળ બને છે. BODને માપવા એક લિટર પ્રદૂષિત પાણીમાં જેના પ્રાણવાયુનું પ્રમાણ જ્ઞાત હોય તેવું પાણી…
વધુ વાંચો >બીજાણુ
બીજાણુ (spore) : વૃદ્ધિ પામીને સ્વતંત્ર સજીવમાં પરિણમતો એક જૈવિક સૂક્ષ્મ ઘટક. સામાન્ય રીતે પ્રજીવો (protozoa), બૅક્ટેરિયા, ફૂગ (fungi), લીલ (algae) જેવા સૂક્ષ્મ કદના સજીવો બીજાણુ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. વિપરીત સંજોગોમાં આ સૂક્ષ્મજીવો પોતાની સપાટી ફરતે એક કવચ બનાવીને બીજાણુમાં રૂપાંતર પામતા હોય છે. આવા બીજાણુઓનો ફેલાવો પાણી…
વધુ વાંચો >બી.સી.જી.
બી.સી.જી. : ક્ષય રોગ સામે રક્ષણ આપતી એક પ્રકારની રસી. કાલમેટ અને ગુએરીન નામના ફ્રેંચ વૈજ્ઞાનિકોએ 1921માં આ રસી શોધી હતી. ક્ષય રોગ માટે જવાબદાર બૅક્ટેરિયા Mycobacterium tuberculosis દંડાણુ (Bacillus) પ્રકારનો હોવાથી આ રસીને બેસિલસ ઑવ્ કાલમેટ–ગુએરીન (બી.સી.જી.) કહે છે. ગોજાતીય (bovine) પ્રાણીઓમાં ક્ષય ઉપજાવનાર સૂક્ષ્મજીવમાંથી બનાવવામાં આવતી તે એક…
વધુ વાંચો >