હેમન્તકુમાર શાહ

આન્વેઈ

આન્વેઈ (Anhui) : ચીનના પૂર્વ ભાગમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 310 40´ ઉ. અ. અને 1170 00´ પૂ. રે.ની આજુબાજુનો 1,40,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ચીનના 21 પ્રાંતો પૈકીનો આ નાનામાં નાનો પ્રાંત છે અને બધી બાજુએ ભૂમિભાગોથી બંધિયાર છે. તેની ઈશાન તરફ કિયાંગ્સુ, અગ્નિ તરફ ચેકિયાંગ,…

વધુ વાંચો >

આપખુદશાહી

આપખુદશાહી (authoritarianism) : એકહથ્થુ સત્તાવાદ. એવી પદ્ધતિની સરકાર કે જ્યાં એક નેતા કે નાના જૂથના હાથમાં સત્તાનું કેન્દ્રીકરણ થયું હોય અને જે બંધારણીય રીતે પ્રજાને જવાબદાર ન હોય. બંધારણીય લોકશાહીથી તે તદ્દન વિરોધી છે. લશ્કરી વિજય કે લોકોની એષણાઓ સંતોષવાના નામે કામચલાઉ સરમુખત્યારશાહી(dictatorship)ના સ્વરૂપમાં કે કટોકટી(emergency)ની સ્થિતિ દ્વારા કાયદાવિહીન શાસનને…

વધુ વાંચો >

આમસભા

આમસભા (House of Commons) : બ્રિટિશ સંસદનાં બે ગૃહોમાંનું નીચલું ગૃહ. 13મી સદીના ઉત્તરાર્ધમાં જ્યારે પહેલી જ વાર શહેરો અને કાઉન્ટીઓને નાણાકીય બાબતો અંગે પોતાના પ્રતિનિધિઓ મોકલવાની સત્તા અપાઈ ત્યારે આમસભાની શરૂઆત થઈ હતી. 16મી સદીમાં આમસભા અને ઉપલા ગૃહની ઉમરાવસભા(House of Lords)ને સત્તાવાર રીતે જુદી પાડવામાં આવી. 1801થી 1885…

વધુ વાંચો >

આમાન

આમાન (અમાન) : જૉર્ડનનું પાટનગર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 320 ૦૦´ ઉ. અ. અને 360 ૦૦´ પૂ. રે.. તે મૃત સમુદ્રથી ઈશાનમાં 40 કિમી.ને અંતરે જૉર્ડનના ઉત્તર ભાગમાં, જબલ અજલૂન પર્વતોની પૂર્વ સરહદે વસેલું છે. આ શહેરની મોટા ભાગની ઇમારતો ટેકરીઓ પર આવેલી છે. શહેરના મુખ્ય માર્ગ…

વધુ વાંચો >

આયરિશ રિપબ્લિકન આર્મી

આયરિશ રિપબ્લિકન આર્મી (I. R. A.) : આયર્લૅન્ડના પ્રજાસત્તાકમાં સ્થપાયેલું બિનસત્તાવાર અર્ધલશ્કરી સંગઠન. શરૂમાં ‘આયરિશ વૉલન્ટિયર્સ’’ તરીકે અને ત્યારબાદ 1919 ના જાન્યુઆરીમાં આઇ. આર. એ. તરીકે તેની સ્થાપના થયેલી. તેનો હેતુ ઉત્તર આયર્લૅન્ડને બ્રિટનથી મુક્ત કરવાનો હતો પરંતુ તેણે અસરકારક રાજકીય અંકુશ ભાગ્યે જ પ્રાપ્ત કર્યો છે. સ્વાતંત્ર્યસંગ્રામ (1919-21 )…

વધુ વાંચો >

આયર્લૅન્ડ

આયર્લૅન્ડ : ગ્રેટ બ્રિટનની પશ્ચિમે આવેલા ટાપુનો મોટો ભાગ ધરાવતો દેશ. તેનું આયરિશ નામ આયર (Eire) છે. તે 51 0 30´ અને 550 30´ ઉત્તર અક્ષાંશ તથા 50 30´ અને 10 0 30´ પશ્ચિમ રેખાંશ વચ્ચે આવેલો છે. ઉત્તરથી દક્ષિણ સૌથી વધુ લંબાઈ 475 કિમી. અને પૂર્વથી પશ્ચિમ સૌથી વધુ…

વધુ વાંચો >

આયર્લૅન્ડ, ઉત્તર

આયર્લૅન્ડ, ઉત્તર : આયર્લૅન્ડના ટાપુમાં ઈશાને આવેલો યુનાઇટેડ કિંગ્ડમ(U.K.)નો એક પ્રદેશ. તેની દક્ષિણે આયર્લૅન્ડનું પ્રજાસત્તાક, પૂર્વે આયરિશ સમુદ્ર અને સેન્ટ જ્યૉર્જની ખાડી, ઉત્તરે અને પશ્ચિમે ઍટલાંટિક મહાસાગર આવેલાં છે. ઉત્તર આયર્લૅન્ડને અલ્સ્ટર પ્રાંત તરીકે ઘણી વાર ઓળખવામાં આવે છે, જોકે આયર્લૅન્ડની રચનામાં ઐતિહાસિક રીતે મહત્વનો ભાગ ભજવનાર નવ પરગણાંઓ(counties)માંથી તે…

વધુ વાંચો >

આયંગર, એન. ગોપાલસ્વામી

આયંગર, એન. ગોપાલસ્વામી (જ. 31 માર્ચ 1882 ચેન્નાઇ ; અ. 10  ફેબ્રુઆરી 1953 ચેન્નાઇ ) : તામિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં જન્મ. ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ કાયદાના સ્નાતક થયા. શરૂઆતમાં ચેન્નાઈની કૉલેજમાં પ્રાધ્યાપક. પછી રાજ્યની સનંદી નોકરીમાં ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટર તરીકે  નીયુકતી થઇ. 1937 માં તેઓ કાશ્મીરના દીવાન…

વધુ વાંચો >

આયંગર, શેષાદ્રિ શ્રીનિવાસ

આયંગર, શેષાદ્રિ શ્રીનિવાસ (જ. 11 સપ્ટેમ્બર 1874 રામનાથપુરમ્ ; અ. 19 મે 1941 ચેન્નાઇ ) : દક્ષિણ ભારતના એક રાષ્ટ્રવાદી નેતા. પિતા રામનાથપુરમના જમીનદાર. મદુરાઈ અને ચેન્નાઈમાં શિક્ષણ લીધું. 1895માં પ્રેસિડેંસી કૉલેજ, ચેન્નાઈમાંથી કાયદાના સ્નાતક બન્યા. 1898થી વકીલાત શરૂ કર્યા બાદ 1920માં ઍડવોકેટ જનરલની જગ્યાનું રાજીનામું. રાજકારણમાં પ્રવેશ બાદ 1926માં…

વધુ વાંચો >

આયોનિયન સમુદ્ર

આયોનિયન સમુદ્ર : ભૂમધ્ય સમુદ્રના મધ્યવિસ્તારમાં આવેલો ભાગ. ભૌગોલિક સ્થાન : તે આશરે 360થી 400 ઉ. અ. અને 150 થી 210 પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેની પૂર્વ તરફ આલ્બેનિયા અને ગ્રીસ, પશ્ચિમ તરફ સિસિલી અને ઇટાલી તથા ઉત્તર તરફ ઍડિયાટ્રિક સમુદ્ર આવેલા છે. તે ઓટ્રન્ટોની સામુદ્રધુનીથી એડ્રિયાટિક સમુદ્ર સાથે…

વધુ વાંચો >