હેમન્તકુમાર શાહ
ઍમસ્ટરડૅમ
ઍમસ્ટરડૅમ : નેધરલૅન્ડ્ઝની રાજધાની, દેશના વ્યાપાર અને ઉદ્યોગનું પ્રમુખ કેન્દ્ર તથા પૂર્ણ વિકસિત બંદર. ભૌ. સ્થાન : 52o 22′ ઉ. અ. અને 4o 54′ પૂ. રે.. દેશની પશ્ચિમે, ઉત્તર હોલૅન્ડ પ્રાંતમાં, ઉત્તર સમુદ્રની નાની ખાડી પર આ નગર વસેલું છે. શહેરની વચ્ચેથી ઍમસ્ટેલ નદી વહે છે. તેના પર 1270માં બનાવવામાં…
વધુ વાંચો >એસર તૉબિયાસ
એસર તૉબિયાસ (જ. 28 એપ્રિલ 1838, ઍમસ્ટરડૅમ, નેધરલેન્ડઝ; અ. 29 જુલાઈ 1913, હેગ, નેધરલેન્ડઝ) : પ્રથમ હેગ શાંતિ પરિષદમાં લવાદીની કાયમી અદાલત(Permanent Court of Arbitration)ની રચનામાં મહત્વનો ફાળો આપવા બદલ (ઑસ્ટ્રિયાના આલ્ફ્રેડ ફ્રીડ સાથે) 1911નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર ડચ ન્યાયવિદ. 1862થી 1893 સુધી યુનિવર્સિટી ઑવ્ ઍમસ્ટરડૅમમાં આંતરરાષ્ટ્રીય કાયદાના…
વધુ વાંચો >ઓડેસા (Odesa)
ઓડેસા (Odesa) : યુક્રેઇન પ્રજાસત્તાક(સ્થાપના : 1911)નો 33,300 ચોકિમી. વિસ્તાર ધરાવતો કાળા સમુદ્રના કિનારાનો પ્રદેશ અને તેનું મહત્વનું શહેર તથા બંદર. 460 28′ ઉ. અ. અને 300 44′ પૂ. રે. વસ્તી : પ્રદેશની 25,47,800; શહેરની 10,27,000 (1998). ખેતી અને પશુપાલન ઓડેસા પ્રદેશના મુખ્ય વ્યવસાય છે. ઘઉં, મકાઈ, બીટ, જવ અને…
વધુ વાંચો >ઓમડુરમાન
ઓમડુરમાન : આફ્રિકાના સુદાનનું નાઇલ નદીના ડાબા કિનારે વસેલું ખાર્ટુમનું ઉપનગર. ભૌગોલિક સ્થાન : 150 ૩8′ ઉ. અ. અને ૩20 ૩0′ પૂ. રે. આ સ્થળનું મૂળ નામ ઉમ્મડુરમાન છે. ઓમડુરમાન, પૂર્વે અલ્ ખાર્ટુમ અને ખાર્ટુમ બહારી (ઉત્તર) એમ ત્રણ ભેગાં મળીને એક મેટ્રોપૉલિટન વિસ્તાર બને છે. શહેરની વસ્તી : 23,95,013(2021)…
વધુ વાંચો >ઓર્કની
ઓર્કની : સ્કૉટલૅન્ડથી ઉત્તરે તેના ઈશાન કાંઠા નજીક 32 કિમી. દૂર પેન્ટલૅન્ડ ફર્થ તરીકે ઓળખાતી સામુદ્રધુનીમાં આવેલા 70 ઉપરાંત ટાપુઓનો સમૂહ. ભૌ. સ્થાન 590 ઉ. અ. અને 30 પ. રે. આ ટાપુઓ સમુદ્રસપાટીથી ઓછી ઊંચાઈવાળા તેમજ વૃક્ષવિહીન છે. અખાતી પ્રવાહ અહીંથી પસાર થતો હોવાથી આબોહવા સૌમ્ય રહે છે. તે પૈકી…
વધુ વાંચો >ઓસ્માનાબાદ
ઓસ્માનાબાદ : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 180 10′ ઉ. અ. અને 760 02′ પૂ.રે.ની આજુબાજુનો 7,569 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બીડ, પૂર્વે લાતુર અને કર્ણાટક રાજ્યનો બિદર, દક્ષિણે સોલાપુર તથા પશ્ચિમે સોલાપુર અને અહમદનગર જિલ્લા આવેલા છે.…
વધુ વાંચો >કરાચી
કરાચી : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ સૌથી મોટું શહેર, બંદર ને તેની પૂર્વ રાજધાની. તે સિંધુના ત્રિકોણાકાર પ્રદેશથી વાયવ્યે અરબી સમુદ્રને કિનારે 24o 5′ ઉ. અ. અને 67o પૂ. રે. ઉપર આવેલું છે. તે કિયામારી અને મનોરા ટાપુઓ અને ઑઇસ્ટર બાધક ખડકો(reef)ને કારણે વાવાઝોડાં તથા સમુદ્રી તોફાનોથી રક્ષાયેલું કુદરતી બંદર…
વધુ વાંચો >કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર
કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર : સામાજિક કલ્યાણના સંદર્ભમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની પદ્ધતિની આર્થિક કાર્યક્ષમતા તથા આર્થિક નીતિઓની સમીક્ષા કરતી અર્થશાસ્ત્રની વિશિષ્ટ શાખા. તે મુખ્યત્વે ત્રણ બાબતોને સ્પર્શે છે : આર્થિક કાર્યક્ષમતાની વ્યાખ્યા કરવી; જુદી જુદી આર્થિક પદ્ધતિમાં થતી સાધનફાળવણીની કાર્યક્ષમતાની મુલવણી કરવી; તથા સામાજિક-આર્થિક કલ્યાણમાં સુધારો સૂચવતી શરતો નિર્ધારિત કરવી. અર્થશાસ્ત્રની સંલગ્ન…
વધુ વાંચો >કાલેમી
કાલેમી : મધ્ય આફ્રિકાના ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો (ઝૈર) દેશમાં ટાંગાનિકા સરોવરના પશ્ચિમ કિનારે આવેલું બંદર. ભૌગોલિક સ્થાન : 5o 56′ દ. અ. અને 29o 12′ પૂ.રે.. ત્યાં લુકુગા નદી આવેલી છે. 1915થી 1966 દરમિયાન તે આલ્બર્ટ વિલે તરીકે જાણીતું હતું. બ્રિટિશ-બેલ્જિયમ લશ્કરી થાણા તરીકે અગાઉ સ્થપાયેલું આ શહેર ઝૈરની…
વધુ વાંચો >કાંચીપુરમ્
કાંચીપુરમ્ : ભારતના તામિલનાડુ રાજ્યમાં ચેન્નાઈથી નૈર્ઋત્યે આવેલો જિલ્લો તથા પાલર નદીને કિનારે આવેલું શહેર તથા કાંચીપુરમ્ જિલ્લાનું વડું મથક. તે કાંચી અથવા કાંચીપુરમ્ કાંજીવરમ્ તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 12o 50′ ઉ. અ. અને 79o 43′ પૂ.રે.. આ જિલ્લાનો વિસ્તાર 4,037 ચોકિમી. છે. જ્યારે વસ્તી 39,90,897 (2011),…
વધુ વાંચો >