હિન્દી સાહિત્ય

કૌલ હરિકૃષ્ણ

કૌલ, હરિકૃષ્ણ (જ. 22 જુલાઈ 1934, શ્રીનગર; અ. 15 જાન્યુઆરી 2009) : કાશ્મીરી અને હિંદી વાર્તાકાર તથા નાટકકાર. 1951માં તેઓ હિંદી સાહિત્ય સંમેલન, અલ્લાહાબાદમાં; 1953માં યુવાન લેખકમંડળ અને પ્રગતિશીલ લેખક- મંડળની જુનિયર પાંખમાં જોડાયા. 1955માં તેમણે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં અનુવાદક તરીકે કામગીરી કરી. 1960માં તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત…

વધુ વાંચો >

કૌવે ઔર કાલા પાની (1983)

કૌવે ઔર કાલા પાની (1983) : નિર્મલ વર્મા-રચિત હિન્દી વાર્તાસંગ્રહ. સાત વાર્તાઓનો તેમાં સમાવેશ થાય છે. સંગ્રહમાંની કેટલીક વાર્તાઓ ભારતીય પરિવેશની તો કેટલીક યુરોપના જીવનનો પરિચય આપે છે; બધી વાર્તાઓમાં માનવીય સંવેદના તો સર્વત્ર સમાન છે. લેખકે મધ્યમવર્ગના જીવનનું નિરૂપણ કર્યું છે, વાર્તાઓમાં માનવવ્યવહારમાં ર્દષ્ટિગોચર થતી ઉદાસીનતા, ઉષ્માહીનતા, લાચારી અને…

વધુ વાંચો >

‘કૌશિક’ વિશ્વંભરનાથ શર્મા

‘કૌશિક’ વિશ્વંભરનાથ શર્મા (જ. 1899 અમ્બાલા; અ. 1945) : હિંદી કહાની અને ઉપન્યાસક્ષેત્રે પ્રતિષ્ઠિત સાહિત્યકાર. પંડિત હરિશ્ચન્દ્ર કૌશિકના પુત્ર પરંતુ કાકા પંડિત ઇન્દ્રસેને દત્તક લીધેલા. પુત્ર મૂળ સહરાનપુર જિલ્લાના ગંગોહ નામના કસ્બાના વતની. કાકાને ત્યાં કાનપુરમાં ઉછેર. હિંદી, સંસ્કૃત, ઉર્દૂ અને ફારસીનો અભ્યાસ કર્યો. 1911થી હિંદીક્ષેત્રમાં પદાર્પણ થયું. કાનપુરના ‘જીવન’…

વધુ વાંચો >

ખત્રી, દેવકીનંદન

ખત્રી, દેવકીનંદન (જ. 18 જૂન 1861, મુઝફ્ફરપુર, બિહાર; અ. 1 ઑગસ્ટ 1913, કાશી) : હિન્દી નવલકથાકાર. મુઝફરપુરમાં પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં ઉર્દૂ તથા ફારસી શીખ્યા. પછી કાશી જઈને હિન્દી તથા સંસ્કૃત શીખ્યા. એમની પ્રથમ નવલકથા ‘ચન્દ્રકાન્તા’ 1888માં પ્રગટ થઈ. એણે એમને પ્રતિષ્ઠા અપાવી. તે પછી ‘ચન્દ્રકાન્તાસંતતિ’ (11 ભાગ, 1891); ‘વીરેન્દ્રવીર’…

વધુ વાંચો >

ખૂંટિયોં પર ટંગે લોગ

ખૂંટિયોં પર ટંગે લોગ (1982) : હિન્દી કાવ્યસંગ્રહ. હિન્દીના પ્રસિદ્ધ આધુનિક કવિ સર્વેશ્વર દયાલ સક્સેનાના 1976-1981નાં વર્ષોમાં લખાયેલાં 55 કાવ્યોના આ સંગ્રહને 1982ના હિન્દીના શ્રેષ્ઠ પુસ્તક તરીકે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અપાયો હતો. 1960 પછીના કવિઓમાં સર્વેશ્વર દયાલનું સ્થાન મોખરે છે અને વિષય અને નિરૂપણની ર્દષ્ટિએ એ સતત અવનવા સફળ પ્રયોગો…

વધુ વાંચો >

ગંગ (કવિ)

ગંગ (કવિ) : મધ્યકાલીન હિંદી ભાષાના માર્મિક કવિ. તે સન 1534થી 1614ના ગાળામાં થઈ ગયાનું માનવામાં આવે છે. ગંગની કવિતાનો મોટો ભાગ નષ્ટ થઈ ગયો છે; જે બચ્યો છે તેનાથી પણ એમની પ્રતિભાનો પરિચય મળી રહે છે. એમનો એક ‘ખાનખાનાકવિત’ શીર્ષક ગ્રંથ મળ્યો છે. એમનાં કાવ્યોનું વાહન વ્રજભાષા હતું. એમ…

વધુ વાંચો >

ગિરિરાજ કિશોર

ગિરિરાજ કિશોર (જ. 8 જુલાઈ 1937, મુઝફ્ફરપુર, ઉત્તરપ્રદેશ; અ. 9 ફેબ્રુઆરી 2020, ન્યૂદિલ્હી ) : હિંદીના જાણીતા વાર્તાકાર, નાટ્યકાર અને વિવેચક તથા નવલકથાકાર. તેમની ઉત્તમ નાટ્યકૃતિ ‘ઢાઈ ઘર’ માટે તેમને 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે આગ્રા વિશ્વવિદ્યાલયમાંથી બી.એ. તથા એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ ઉત્તરપ્રદેશ સરકારમાં જુદાં…

વધુ વાંચો >

ગીતાંજલિ શ્રી

ગીતાંજલિ શ્રી (જ. 12 જૂન 1957, મેનપુરી, ઉત્તરપ્રદેશ) : બુકર પ્રાઇઝ વિજેતા લેખિકા. હિન્દી ભાષાનાં નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક. ગીતાંજલિ શ્રીનો જન્મ ઉત્તરપ્રદેશના મેનપુરીમાં થયો હતો. તેમના પિતા અનિરુદ્ધ પાંડે ઇન્ડિયન સિવિલ સર્વિસના અધિકારી હોવાથી ઉત્તરપ્રદેશના જુદાં જુદાં શહેરોમાં એમનું બાળપણ વીત્યું અને પ્રારંભિક શિક્ષણ પણ જુદાં જુદાં શહેરોમાં થયું.…

વધુ વાંચો >

ગુજરી

ગુજરી : પંદરમી-સોળમી સદીમાં ગુજરાતમાં બોલાતી ઉર્દૂ-હિન્દી. ઉર્દૂ-હિન્દીની વિવિધ શૈલીઓ અને સ્વરૂપોને હિન્દી, હિન્દવી, હિન્દુઈ વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. વિદ્વાનોના મત મુજબ આ જ હિન્દી ભાષા જ્યારે દેશના અન્ય ભાગોમાં કેટલાક સ્થાનિક ફેરફાર સાથે બોલાવા લાગી ત્યારે ત્યાંની સ્થાનિક ભાષાના પ્રભાવ અને સમન્વયથી તે ભાષાનું એક આગવું સ્વરૂપ…

વધુ વાંચો >

ગુપ્ત, મૈથિલીશરણ

ગુપ્ત, મૈથિલીશરણ (જ. 3 ઑગસ્ટ 1886, ચિરગાંવ, ઉત્તરપ્રદેશ; અ. 12 ડિસેમ્બર 1964, ચિરગાંવ, ઉત્તરપ્રદેશ) : હિન્દીના રાષ્ટ્રીય કવિ. ઝાંસીની પાસે ચિરગાંવમાં વૈષ્ણવ કુટુંબમાં જન્મ. એમના પિતા શેઠ રામચરણ રામભક્ત હતા. એમણે કિશોરવયમાં કાવ્યરચનાની શરૂઆત કરેલી અને એમને મહાન હિન્દી સાહિત્યકાર આચાર્ય મહાવીરપ્રસાદ દ્વિવેદીનું માર્ગદર્શન મળેલું, તેથી એમનો ઉત્તરોત્તર વિકાસ થતો…

વધુ વાંચો >