હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
બાવટાના રોગો
બાવટાના રોગો : ફૂગના ચેપથી બાવટાને અથવા નાગલી કે રાગીને થતા રોગો. એ રોગોના મુખ્ય પ્રકારો નીચે પ્રમાણે છે : 1. બાવટાનો દાહ અથવા કરમોડી (blast) : આ રોગ પારિક્યુલરિયા નામની ફૂગથી થાય છે, જે બાવટો ઉગાડતા દરેક પ્રદેશમાં દર વર્ષે જોવા મળે છે. ગુજરાતનો આહવા-ડાંગ પ્રદેશ અને કર્ણાટક રાજ્યમાં…
વધુ વાંચો >બાવાં
બાવાં : બાજરીમાં સ્કેરોસપોરા ગ્રામિનિકોલા નામની ફૂગથી થતો રોગ. આ રોગ કુતુલ, પીલીઓ, ખોડિયો, જોગીડો, ડાકણની સાવરણી અને બાવાં જેવાં જુદાં જુદાં નામે ઓળખાય છે. આ રોગ બાજરી ઉગાડતા દરેક પ્રદેશમાં, અને ખાસ કરીને ગુજરાતમાં સંકર જાતોમાં વધુ જોવા મળે છે. તે દર વર્ષે ખૂબ જ (6 %થી 60 %)…
વધુ વાંચો >બોરનો રોગ
બોરનો રોગ : બોરને ઓઇડિયમ ઇરિસીફૉઇડ્સ નામની ફૂગથી થતો રોગ. દક્ષિણ ગુજરાતમાં વધુ ભેજવાળા અને હૂંફાળા પ્રદેશમાં પાકની ઋતુની શરૂઆતથી એટલે કે ફૂલ બેસતાં જ ફૂલ અને પાન ઉપર ફૂગનું આક્રમણ શરૂ થઈ જાય છે અને તેથી બોરનો પાક લઈ શકાતો નથી. ચોમાસા બાદ ઠંડીની શરૂઆત થતાં પાનની નવી કૂંપળો…
વધુ વાંચો >બ્લૂપૅનિકના રોગો
બ્લૂપૅનિકના રોગો : ધૂસડો (bluepanic)નામના ઘાસને કેટલીક ફૂગના ચેપથી થતા રોગો. આ ઘાસનું વૈજ્ઞાનિક નામ Panicum antidotale Retz. છે. આ ઘાસ સૂકા વિસ્તારોમાં ઢોરોના ચારા માટે આગવું સ્થાન ધરાવે છે. તે હલકી જમીનમાં અને ઓછા વરસાદમાં થતો પાક હોવાથી રોગના પ્રશ્નો નહિવત્ છે. બ્લૂપેનિકને ફૂગ દ્વારા થતા રોગો આ પ્રમાણે…
વધુ વાંચો >ભીંડાના રોગો
ભીંડાના રોગો : ભીંડા પર થતા રોગો. ભીંડા દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની વનસ્પતિ છે. તેના કુમળા ફળમાંથી ભારતમાં સર્વત્ર શાક બનાવાય છે. વિશેષ માત્રામાં તેના ફળમાં લોહતત્વ અને અન્ય પોષક તત્વો હોવાથી શાકભાજીમાં તે આગવું સ્થાન ધરાવે છે. ભીંડાની ઘણી જાતો છે, પરંતુ પુસા શાવણી, પરભણી ક્રાન્તિ, નીમકર તેમજ કેટલીક…
વધુ વાંચો >ભૂકી છારો
ભૂકી છારો : ઇરિસિફેસી કુળની ફૂગ અને યજમાન છોડ વચ્ચે ખોરાક માટે આંતરિક ઘર્ષણ થવાથી યજમાનના આક્રમિત ભાગમાં ઉદભવતો રોગ. આ કુળની છ જાતિની ફૂગો, 1,500થી વધુ જાતિની વનસ્પતિમાં રોગ કરતી નોંધાયેલી છે. ખાસ કરીને વેલાવાળી શાકભાજીના પાકો, કઠોળ પાકો, ફૂલછોડ અને ફળ પાકોમાં આ રોગ વિશેષ નુકસાન કરે છે.…
વધુ વાંચો >ભૂખરાં ખૂણિયાં ટપકાંનો ઝાળ રોગ
ભૂખરાં ખૂણિયાં ટપકાંનો ઝાળ રોગ : આંબાના પાન ઉપર લોફોડરમિયમ મેન્જિફેરી નામની ફૂગથી થતો રોગ. આ ફૂગનું આક્રમણ થતાં પાનની સપાટી ઉપર ખાસ કરીને પાનની ધાર તરફ, સફેદ અનિયમિત ખૂણા પાડતાં ટપકાં ઉત્પન્ન થાય છે. ટપકાં વૃદ્ધિ પામી મોટાં થતાં એકબીજાંની સાથે ભળી જવાથી ધારની સમાંતરે રાખોડી અથવા ઝાંખા ભૂખરા…
વધુ વાંચો >મકાઈ
મકાઈ એકદળી વર્ગમાં આવેલી એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zea mays Linn. (હિં., ગુ., મ., મકાઈ; બં., ભુટ્ટા, જોનાર; તે. મક્કાજોન્નાલુ, મોક્કાજાના.; અં., મેઇઝ, કૉર્ન) છે. તે મજબૂત, એકગૃહી (monoecious) અને એકવર્ષાયુ તૃણ છે અને તેની વિવિધ પ્રાદેશિક જાતો 0.43 મી. થી માંડી 6.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. તેનું…
વધુ વાંચો >મગફળી
મગફળી દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Arachis hypogea Linn. (સં. ભૂચણક, તૈલકંદ; મ. ભૂંયામૂંગ; હિં. મૂંગફલી, ચીના બદામ, વિલાયતી મૂંગ; બં. ચિનેર બાદામ; ગુ. મગફળી, ભોંય-મગ; અં. ગ્રાઉન્ડનટ, મંકીનટ, પીનટ) છે. તે ભૂપ્રસારી કે ટટ્ટાર, 30 સેમી.થી 60 સેમી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય…
વધુ વાંચો >મઠ
મઠ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna aconitifolia (Jacq.) Marechal syn. Phaseolus aconitifolius Jacq. (હિં. મોઠ, ભ્રિંગા; બં. બેરી; મ. , ગુ. મઠ; તે. કુંકુમપેસાલુ; પં. ભિનોઇ; અં. મટબીન) છે. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, 15 સેમી.થી 20 સેમી. ઊંચી શાકીય જાતિ છે…
વધુ વાંચો >