હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
ફુલેવરના રોગો
ફુલેવરના રોગો : ફુલેવર નામની શાકભાજીને થતા ધરુનો સુકારો, કાળો સડો, પાનનાં ટપકાં, ઝાળ, પીંછછારો અને સફેદ ગેરુ જેવા રોગો. (1) ધરુનો સુકારો : આ રોગ ફુલેવર ઉપરાંત ધરુ ઉછેરી ઉગાડાતા અન્ય પાકોના ધરુવાડિયામાં જોવા મળે છે. જ્યાં ધરુ ઉપર જમીનજન્ય કે બીજજન્ય પરોપજીવી ફૂગ આક્રમણ કરે છે, તેથી ફેર-રોપણી…
વધુ વાંચો >ફૂલના ડીંટાનો કોહવારો
ફૂલના ડીંટાનો કોહવારો : ફૂલ પૂરતું ખીલતાં પહેલાં ફળપાકો અને શોભાના ફૂલછોડના ખીલતા ફૂલના ડીંટા ઉપર સૂક્ષ્મ જીવોના આક્રમણને લીધે ડીંટાનું થતું કોહવાણ. વ્યાધિજનકનું આક્રમણ ડીંટાના ભાગ પર થતાં ત્યાં પોચા જખમો થાય છે અને તે ખૂબ જ ઝડપથી વિકાસ પામી આ ભાગની પેશીઓમાં જુદા જુદા રંગનાં ધાબાં કે ચાઠાં…
વધુ વાંચો >બખોલ કરતાં કરમિયાનો રોગ
બખોલ કરતાં કરમિયાનો રોગ : જમીનના અંદરના ભાગોમાંથી છોડમાં પ્રવેશ કરી બખોલ કરનાર કૃમિઓ. રોડોફોલસ સિમિલિસ નામના કરમિયા છોડના જમીનના અંદરના ભાગોમાં આક્રમણ કરી તેનાં થડ, કંદ, ગાંઠ કે મૂળમાં પ્રવેશ કરી તેની પેશીના કોષમાંથી પ્રવાહીને ચૂસી લે છે તેથી છોડ મૃત્યુ પામે છે, જ્યારે એ કરમિયા મૃત્યુ પામતી પેશીની…
વધુ વાંચો >બટાટાના રોગો
બટાટાના રોગો : બટાટાના પાકને ફૂગ, બૅક્ટેરિયા અને વિષાણુઓના ચેપથી થતા રોગો. (1) આગોતરો સુકારો : પાકની શરૂઆતની વૃદ્ધિના સમયમાં આ સુકારાનો રોગ થતો હોવાથી તેને આગોતરો સુકારો કહે છે. ફૂગથી થતા આ રોગોની શરૂઆતમાં છોડની નીચેનાં પાન ઉપર ભૂખરા બદામી રંગનાં છૂટાંછવાયાં લંબગોળ અને કાટખૂણા આકારનાં ટપકાં જોવા મળે…
વધુ વાંચો >બડની ક્રૉસિસ
બડની ક્રૉસિસ (અગ્રકલિકાનો સુકારો) : અગ્રકલિકાના સડા માટે કારણભૂત એક વિષાણુજન્ય રોગ. આ અગ્રકલિકાનો સુકારો જુદા જુદા વ્યાધિજનથી થાય છે. તે પૈકી મગફળી પાકમાં તેમજ ટામેટાંમાં થતો અગ્રકલિકાનો સુકારો એક પ્રચલિત રોગ છે. આ રોગ ભારતમાં સૌપ્રથમ 1964માં નોંધાયેલો. ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં વિષાણુથી થતો મગફળીની અગ્રકલિકાનો સુકારો દર…
વધુ વાંચો >બદામી ગેરુ
બદામી ગેરુ : ઘઉંના પાકને નુકસાન કરનાર ત્રણ પ્રકારનો ગેરુનો રોગ. આ ગેરુ કાળો અથવા દાંડીનો ગેરુ, બદામી અથવા પાનનો ભૂરો (કથ્થાઈ) ગેરુ અને પીળો ગેરુ હોય છે. ઉપરના ત્રણ ગેરુ પૈકી પીળો ગેરુ ગુજરાતમાં જોવા મળતો નથી, જ્યારે કાળો અને બદામી ગેરુ દર વર્ષે જોવા મળે છે. તે વધતાઓછા…
વધુ વાંચો >બરસીમના રોગો
બરસીમના રોગો : પ્રતિકૂળ જમીન અને વાતાવરણને અધીન બરસીમ વનસ્પતિને થતા જાતજાતના રોગો. બરસીમ કઠોળવર્ગનો ઘાસચારાનો મુખ્ય પાક છે. બરસીમને અનેક વ્યાધિજનથી 70 પ્રકારના રોગ થાય છે. તેમાં જીવાણુ, ફૂગ, વિષાણુ, કૃમિ, માઇકોપ્લાઝમા અને સપુષ્પ પરોપજીવી વનસ્પતિના આક્રમણથી થતા રોગોનો સમાવેશ થાય છે. તે પૈકીના નીચે જણાવેલા રોગ દર વર્ષે…
વધુ વાંચો >બળિયાનો રોગ (વનસ્પતિ)
બળિયાનો રોગ (વનસ્પતિ) : વનસ્પતિ-પાકોમાં ઝેન્થોમોનાસ જીવાણુથી થતો રોગ. આ જીવાણુઓ પાકોનાં પાન અને ફળ પર આક્રમણ કરે છે. આક્રમણવાળા ભાગની પેશીઓના કોષો પાણીપોચા થાય છે, પીળા પડે છે અને ત્યાં ટપકાં થાય છે. કેટલાક પાકોમાં આક્રમિત ટપકાંવાળો ભાગ બેઠેલો કે ઊપસેલો જોવા મળે છે, જ્યારે લીંબુનાં પાન અને ફળ…
વધુ વાંચો >બંગડીનો રોગ
બંગડીનો રોગ : બટાટામાં જીવાણુથી થતો એક વિશિષ્ટ પ્રકારનો રોગ. આ રોગનો ફેલાવો રોગિષ્ઠ બીજ મારફત એક ઋતુથી બીજી ઋતુમાં થાય છે. બીજ માટે જે છરીથી રોગિષ્ઠ બટાટાના કટકા કર્યા હોય તે જ છરીથી રોગ વગરના બટાટાના કટકા કરવા જતાં તેને ચેપ લાગે છે. તેથી છોડ વૃદ્ધિ દરમિયાન ધીમે ધીમે…
વધુ વાંચો >બાજરીના રોગો
બાજરીના રોગો : તળછારો (Downy mildew), ગુંદરિયો (ergot), અંગારિયો (smut) અને ગેરુ (rust) જેવા સૂક્ષ્મજીવોના ચેપથી ઉદભવતા બાજરીના રોગો. 1. તળછારો અથવા જોગીડો : બાજરીમાં થતો આ રોગ પીલિયો, તળછારો, બાવા, ખોડિયા જોગીડો, ડાકણની સાવરણી વગેરે નામે ઓળખાય છે. રોગનો ઉપદ્રવ બીજમાં અથવા જમીનમાં રહેલા તળછારોના બીજાણુ મારફત થાય છે.…
વધુ વાંચો >