હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
દાડમની જીવાત
દાડમની જીવાત : મહત્વના દાડમના પાકને ભારતમાં આશરે 45 જાતિના કીટકોથી નુકસાન થાય છે. આ પાકમાં ઝાડના બીજા ભાગો કરતાં ફળમાં આવી જીવાતોથી વધારે નુક્સાન થાય છે. ફળને નુકસાન કરતું દાડમનું પતંગિયું અગત્યની જીવાત ગણાય છે. દાડમના પતંગિયાનો રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના લાયકેનિડી કુળમાં સમાવેશ થયેલ છે. પતંગિયું મધ્યમ કદનું, ભૂખરા…
વધુ વાંચો >દાણાના ફૂગજન્ય રોગો
દાણાના ફૂગજન્ય રોગો : ફૂગને લીધે ધાન્ય પાકોમાં થતા રોગો. આ ફૂગો ડાંગર, બાજરી, ઘઉં જેવા પાકના દાણા પર પરોપજીવી જીવન ગુજારતી હોય છે. 1. દાણાની ફૂગ : આ ફૂગ દાણા ઉપર પરિપક્વ થતી અવસ્થા દરમિયાન તેમજ કાપણી બાદ દાણા ઉપર વધે છે. પરિણામે દાણાની ગુણવત્તા ઘટે છે. કેટલીક તો…
વધુ વાંચો >દિવેલાની વૈજ્ઞાનિક ખેતી
દિવેલાની વૈજ્ઞાનિક ખેતી : ભારતના અખાદ્ય તેલીબિયાંના પાકોમાં દિવેલાનું સ્થાન પ્રથમ છે. દિવેલનો ઉપયોગ દવાથી માંડીને વિવિધ ઉદ્યોગોમાં થાય છે. દિવેલા : વાવેતર અને ઉત્પાદન પ્રદેશ વાવેતરવિસ્તાર ઉત્પાદન મુખ્યત્વે વવાય છે. લાખ હેક્ટર ટકા લાખ ટન ટકા દુનિયા 22થી 25 – 15થી 18 – ભારત, બ્રાઝિલ, આર્જેન્ટિના, રશિયા, આફ્રિકા, ચીન…
વધુ વાંચો >દૂધી
દૂધી : (તુંબડું) દ્વિદળી વર્ગના કુકરબીટેસી કુળની મોટી વેલારૂપ વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lagenaria siceraria(Mol.) Standl. syn.L. leucantha Rusby; L. Vulgaris ser. (સં. અલાબુ, ઇશ્વાકુ, દુગ્ધતુંબી; મ. દુધ્યા, ભોંપળા, હિં. કદૂ, લૌકી, તુંબી; બં. લાઉ, કધૂ; ક.હાલગુંબળ, શિસોરે; તા. શોરાક્કાઈ; અં. બૉટલ ગુઅર્ડ) છે. દૂધી ઘણી મોટી, રોમમય, આરોહી કે…
વધુ વાંચો >દ્રાક્ષ
દ્રાક્ષ : દ્વિદળી વર્ગમાં આવેલા વાઈટેસી કુળની મોટી પર્ણપાતી આરોહી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vitis vinifera Linn. હિં. અંગુર; ગુ. મ. તે. કન્ન. ઓ. દ્રાક્ષ; અં. common grape છે. તે આરોહણની ક્રિયા પર્ણની સામે આવેલા લાંબા, ઘણુંખરું દ્વિશાખી સૂત્ર દ્વારા કરે છે. પ્રકાંડ લગભગ 35 મી. લાંબું હોય છે. જોકે…
વધુ વાંચો >ધરુનો સુકારો
ધરુનો સુકારો : ફેર-રોપણી માટે તૈયાર થાય તે પહેલાં ફૂગ કે જીવાણુઓના ચેપથી ધરુને થતો રોગ. આ સુકારો મુખ્યત્વે પીથિયમ, ફાયટોફ્થોરા અને ફ્યુસેરિયમ પ્રજાતિની ફૂગોથી થાય છે. ધરુનો સુકારો બે અવસ્થામાં જોવા મળે છે. સૌપ્રથમ બીજજન્ય અથવા જમીનજન્ય વ્યાધિજન ધરુના ઊગતા બીજાંકુરો પર આક્રમણ કરી, જમીનની બહાર નીકળતા પહેલાં ધરુને…
વધુ વાંચો >ધાણા
ધાણા : દ્વિદળી વર્ગમાં આવેલા એપ્રિયેસી (અમ્બેલીફેરી) કુળની એક વનસ્પતિનાં ફળ. તેના છોડનું વૈજ્ઞાનિક નામ Coriandrum sativam Linn. (સં. ધાન્યક, કુસ્તુમ્બરી; હિં. ધનિયા; મ. કોથીંબર, ધણે; બં. ધને; ગુ. ધાણા, કોથમીર; તે. કોથીમલું, ધણિયાલું; મલા. કોત્તમપાલરી; ક. કોતંબરીકાળું; અં. કોરિઍન્ડર) તે 30–90 સેમી. ઊંચો એકવર્ષાયુ છોડ છે. તેનાં નીચેનાં પર્ણો…
વધુ વાંચો >નાગરવેલ
નાગરવેલ : દ્વિદળી વર્ગના પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તે વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Piper betle Linn. (સં. नागवल्ली, ताम्बूल, હિં. બં. મ. पान; ગુ. નાગરવેલ, પાન; ક. યલીબળી, તે. તામલ પાકુ; ફા. બર્ગતંબોલ, અ. કાન) છે. તે બહુવર્ષાયુ, દ્વિગૃહી (dioecious) વેલ છે અને સંભવત: મલેશિયાની મૂલનિવાસી છે. પ્રકાંડ અર્ધ-કાષ્ઠમય, આરોહણની ક્રિયા…
વધુ વાંચો >નાનાં પર્ણનો રોગ
નાનાં પર્ણનો રોગ : રીંગણમાં માઇકોપ્લાઝ્મા નામના સૂક્ષ્મ પરજીવીથી થતો રોગ. તેના આક્રમણને લીધે પાનની પેશીઓની લંબાઈ ઘટે છે. તેથી તેનાં પાન અને ડાળીઓ ખૂબ જ નાનાં/ટૂંકાં રહી જાય છે, અને છોડ ઉપર એક જગ્યાએથી નાની ડાળીઓ નીકળે છે. આંતરગાંઠ વચ્ચેની લંબાઈ ઘટી જવાના લીધે બધાં પાનો એક જ જગ્યાએથી…
વધુ વાંચો >નારિયેળી
નારિયેળી : એકદળી વર્ગમાં આવેલા એરીકેસી (પામી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cocos nucifera Linn. (સં. નારિકેલ; હિં. નારિયલ; બં. દાબ, નારિકેલ; મ. નારેલ; નારળી, તે. કૉબ્બારિચેટ્ટુ, ટેંકાયા, તા. ટેન્નામારં, ટેંકાઈ, ક. ટેંગુ, ટેંગિનમારા, મલા, થેન્ના, નારિકેલમ; ફા. જોજહિંદી, અ નારજીલ, અં. કોકોનટ પામ) છે. તે લગભગ 24 મી.…
વધુ વાંચો >