હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

જીંડવાંનો કોહવારો

જીંડવાંનો કોહવારો : કપાસમાં જીવાણુથી થતો ખૂણિયાં ટપકાંનો રોગ. શરૂઆતની અવસ્થામાં તે પાન પર આક્રમણ કરે છે. આ જ જીવાણુઓ કપાસમાં જીંડવાં બેસવાની શરૂઆત થતાં જીંડવાં પર આક્રમણ કરે છે. તેથી જીંડવાં પર પ્રથમ પાણીપોચાં વર્તુળ આકારનાં ચાઠાં પેદા થાય છે. પાછળથી તે બદામી અથવા કાળા રંગનાં, અનિયમિત આકારનાં અને…

વધુ વાંચો >

જુવાર

જુવાર : એકદળી વર્ગના પોએસી (ગ્રેમિની) કુળની ચારા અને ધાન્ય તરીકે ઉગાડવામાં આવતી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sorghum bicohor (Linn.) Moench (સં. યાવનાલ, હિં. જવાર, મ. જવારી, અં. ગ્રેટ મિલેટ) છે. રંગસૂત્રો : 2 એન 20. જુવારના છોડને ‘પોએસી’ કુળના અન્ય છોડની જેમ તંતુમૂળ હોય છે. છોડ જમીનથી એકલ દાંડીમાં…

વધુ વાંચો >

જોગીડો

જોગીડો : ફૂગથી બાજરામાં થતો રોગ. તે પીલિયો, કુતુલ, બાવા, ખોડિયા, ડાકણની સાવરણી વગેરે નામે ઓળખાય છે. તેના માટે જવાબદાર ફૂગનું નામ Sclerospora graminicola છે. આ રોગનો ઉપદ્રવ બીજની સાથે અથવા જમીનમાં રહેલી રોગપ્રેરક ફૂગના બીજાણુ મારફત થાય છે. ગરમ તથા ભેજવાળું વાતાવરણ રોગને વધારે અનુકૂળ આવે છે. ધરુની અવસ્થાથી…

વધુ વાંચો >

ટમેટાં

ટમેટાં : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી (કંટકાર્યાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lycopersicon, lycopersicum (L) Karst ex Farewell syn. L. esculentum mill.; solanum lycopersicum L. (સં રક્તવૃન્તાક; હિ. બં ટમાટર, વિલાયતી બૈંગન; ગુ. ટમેટાં, મ. વેલવાંગી; અં. ટમાટો, લવઍપલ) છે. ટમેટાંનું ઉદભવસ્થાન પેરૂ અને મૅક્સિકો છે. તે યુરોપ થઈને…

વધુ વાંચો >

ટિક્કા

ટિક્કા : મગફળીના પાનને ફૂગથી થતાં ટપકાંનો રોગ. મગફળીના ટિક્કા રોગમાં જુદા જુદા સમયે બે તબક્કે છોડનાં પાન પર ટપકાં દેખાય છે. તે પેદા કરતી ફૂગની બે જુદી જુદી પ્રજાતિ છે. છોડ ચાર અઠવાડિયાંનો થાય તે પહેલાં સરકોસ્પોરા એરેચીડીકોલા નામની ફૂગથી રોગ લાગે છે અને લગભગ આઠ અઠવાડિયાં બાદ સરકોસ્પોરા…

વધુ વાંચો >

ટીંડોરીના રોગો

ટીંડોરીના રોગો : વેલાવાળી શાકભાજી વર્ગની એક વનસ્પતિ ટીંડોરીને થતા  રોગો. તેમાં ભૂકી છારો, પાનનાં સરકોસ્પોરાનાં ટપકાં અને અલટરનેરિયાનાં ટપકાંનો રોગ થાય છે. ભૂકી છારો : આ રોગ સ્ફિરોથિકા ફ્યુલીજિનિયા અને ઇરિસાયફી સિકોરેસિયેરમ નામની ફૂગ દ્વારા થાય છે. તે પાન પર આક્રમણ કરી શરૂઆતમાં પાન પર પીળાં ધાબાં કરે છે…

વધુ વાંચો >

ટોચનો કોહવારો

ટોચનો કોહવારો : છોડ કે વનસ્પતિના ટોચના કુમળા ભાગ અથવા પાનની ટોચ પર થતો સડો. તે બૅક્ટેરિયા ફૂગ, વિષાણુ વગેરેના આક્રમણથી  ઉત્પન્ન થતો રોગ છે. આ રોગથી પીડિત વનસ્પતિની ટોચની કૂંપળોનાં કોષ અને પેશી મૃત્યુ પામતાં પેશીઓ પોચી થઈ કોહી જાય છે અને ટોચની કૂંપળો રોગિષ્ઠ થતાં સડી જાય છે…

વધુ વાંચો >

ટોચનો ઝાળ

ટોચનો ઝાળ : સૂક્ષ્મ જીવોના આક્રમણની અસર હેઠળ વનસ્પતિની ટોચનો ભાગ સુકાઈ જવાની પ્રક્રિયાની શરૂઆત, જેથી આ સુકાયેલા ભાગને ગરમી લાગતાં આ પાન સાવ સુકાઈ જાય છે. આંબાના પાનનો ટોચનો ઝાળ ફાયલોસ્ટીકલા મેન્જીફેરી નામની ફૂગ દ્વારા  ટોચ ઝળાઈ જવાથી થાય છે અને ભૂખરી બદામી થઈને સુકાઈ જાય છે. તેની ઉપર…

વધુ વાંચો >

ડાયબેક

ડાયબેક : ફળના પાકોમાં થતો એક રોગ. આ રોગનું બીજું નામ ડિક્લાઇન છે. ફૂગ, વિષાણુ, કૃમિ વગેરેથી અને જીવાતોના ઉપદ્રવથી આ રોગ પેદા થાય છે. ઝાડની ટોચની ડાળીઓ અને પાન પર વારંવાર તેનું આક્રમણ થવાથી અથવા તો એક વાર ટોચની ડાળી પર વ્યાધિજન(pathogen)નું આક્રમણ થવાથી, ડાળી ટોચથી સુકાવાની શરૂ થાય…

વધુ વાંચો >

ડાંગર

ડાંગર : એકદલા (monocot) વર્ગના પોએસી કુળની વનસ્પતિ. સં. व्रीहि; हिं. चावल; મરાઠી तांदुळ; કન્નડ અક્કિ; શાસ્ત્રીય નામ Oryza sativa L. (એશિયા) અને O. glaberrima (આફ્રિકા). અણછડ અને ઉકાળેલ ડાંગરમાંથી બનાવેલ ચોખા ભૂખરા રંગના હોય છે. પૉલિશ કરવાથી છડેલ દાણા સફેદ બને છે. ડાંગર અતિશય પ્રાચીન કાળનો પાક છે. તેનો…

વધુ વાંચો >