હિંમતલાલ ચૂનીલાલ શુક્લ

કળા

કળા (phase) : ખગોળશાસ્ત્રમાં આકાશી પદાર્થનો બદલાતો દેખાવ કે ભાસ. સૂર્ય વડે પ્રકાશિત થતા આકાશી પદાર્થના બિંબનો બહુ ઓછો ભાગ સામાન્યત: પૃથ્વી ઉપરથી જોવામાં આવે છે. ચંદ્ર ચાર પ્રધાન કળા દર્શાવે છે : અમાવાસ્યા, શુક્લ પક્ષ, પૂર્ણિમા અને કૃષ્ણપક્ષ. ચંદ્ર ઉપરથી પૃથ્વીને નિહાળીએ તો એ જ કળાઓ ઊલટા ક્રમમાં દેખાય…

વધુ વાંચો >

કંપન

કંપન (vibrations) : સ્થિતિસ્થાપક પદાર્થ કે માધ્યમના કણને તેના સમતોલન-સ્થાનમાંથી સ્થાનાંતરિત કરવાથી, તેમાં ઉદભવતાં પુન:સ્થાપક બળ(restoring force)ના પ્રભાવથી થતાં દોલન. તેના બે પ્રકાર છે : (i) પ્રાકૃતિક (natural) મુક્ત (free) કંપન અને (ii) પ્રણોદિત (forced) કંપન. સંહતિ(system)ને વિક્ષોભિત (disturb) કરી, કોઈ પણ પ્રકારના નિયંત્રણ સિવાયની નૈસર્ગિક ગતિ કરવા દેવામાં આવે…

વધુ વાંચો >

કાર્ય (યંત્રશાસ્ત્ર)

કાર્ય (યંત્રશાસ્ત્ર) : જડત્વ (inertia) વિરુદ્ધ કે અવરોધ (resistance) વિરુદ્ધ લાગતા બળ વડે, કોઈ પદાર્થમાં ઉત્પન્ન થતી અસર. આ અસર કાં તો વિકૃતિ(strain)માં પરિણમે અથવા તો પદાર્થમાં ગતિ ઉત્પન્ન કરે. વાસ્તવમાં, કુલ કાર્ય વહેંચાઈ જતું હોય છે. તેનો અમુક ભાગ જ ઉપયોગી નીવડે છે અને બાકીનો ભાગ ઘર્ષણનો વિરોધ કરવામાં…

વધુ વાંચો >

કાલવિસ્તરણ

કાલવિસ્તરણ (time dilatation) : વિશિષ્ટ સાપેક્ષવાદ (special theory of relativity) અનુસાર, ઘડિયાળ પરત્વે સાપેક્ષ ગતિ ધરાવતા કોઈ અવલોકનકાર દ્વારા, નિર્ણીત થતું તે ઘડિયાળનું ‘ધીમું પડવું’. ધારો કે કોઈ અવલોકનકાર A જડત્વવાળી પ્રવેગવિહીન ગતિ ધરાવે છે. આપેલી કોઈક ઘટના સાથે, કઈ ઘટનાઓ એકીસમયે (simultaneously) ઉદભવે છે તે નિર્ણીત કરવા માટે તેની…

વધુ વાંચો >

કૅપ્લરનો ‘નોવા’

કૅપ્લરનો ‘નોવા’ : કૅપ્લરના તારા તરીકે ઓળખાતો પરમ વિસ્ફોટજન્ય તારક (super nova). ખગોળીય વિષુવવૃત્ત ઉપર, વૃશ્ચિકથી ઉત્તરે આવેલા સર્પધર (Ophiuchus) નક્ષત્રમાં તેનો પરમ વિસ્ફોટ ઑક્ટોબર 1604માં થયો હતો. ખગોળશાસ્ત્રી યોહાનસ કૅપ્લરના મદદનીશ યાન બ્રુનોવ્સ્કીએ આ ધ્યાનાકર્ષક આગંતુકને પ્રથમ જોયો હતો. પરંતુ તેનો વ્યવસ્થિત અભ્યાસ કૅપ્લરે કર્યો હતો. તેથી તેને કૅપ્લરનો…

વધુ વાંચો >

કૅપ્લર – યોહાનસ

કૅપ્લર, યોહાનસ (જ. 27 ડિસેમ્બર 1571, વિલ-દર-સ્ટાડ; અ. 15 નવેમ્બર 1630, રેગન્ઝબર્ગ, પ. જર્મની) : જર્મન ગણિતજ્ઞ અને ખગોળશાસ્ત્રી. તે આધુનિક ખગોળશાસ્ત્રના સ્થાપક અને ગૅલિલિયોના સમકાલીન તથા ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને નિર્ણીત કરવામાં પ્રેરણારૂપ હતા. ટુબિન્ગન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ, ઑસ્ટ્રિયાના ગ્રાટ્સ શહેરની લ્યુથેરન હાઈસ્કૂલમાં ગણિત-શિક્ષક તરીકે 1594માં તેમની નિમણૂક થઈ…

વધુ વાંચો >

કૅમરલિંગ-ઑનસ – હાઇક

કૅમરલિંગ-ઑનસ, હાઇક (જ. 21 સપ્ટેમ્બર 1853, ગ્રોનિંગન, નેધરલૅન્ડ; અ. 21 ફેબ્રુઆરી 1926, લેડન) : નિમ્ન તાપમાન અંગેના સંશોધનકાર્ય અને પ્રવાહી હીલિયમની બનાવટ માટે 1913માં ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારવિજેતા ડચ વૈજ્ઞાનિક. નિરપેક્ષ શૂન્ય (absolute zero) નજીકના તાપમાન સુધી ઠંડા કરેલા કેટલાક પદાર્થોમાં વિદ્યુતઅવરોધના લગભગ સંપૂર્ણ અભાવની એટલે કે અતિવાહકતા(superconductivity)ની તેમણે શોધ કરી.…

વધુ વાંચો >

ક્ષેત્રફળમાપક (planimeter)

ક્ષેત્રફળમાપક (planimeter) : આકૃતિનું ક્ષેત્રફળ માપવા માટેનું સાધન. એમ્સ્લરનું ક્ષેત્રફળમાપક આનું એક રૂપ છે. તેમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ધાતુના બે સળિયા AB અને BC, B બિંદુ આગળ મિજાગરા વડે જોડેલા છે. A બિંદુ આગળનો તીક્ષ્ણ ભાગ આલેખન માટેના પાટિયામાં નાખવામાં આવે છે. BC સળિયાને B આગળ પૈડું હોય છે જેનું…

વધુ વાંચો >

ગતિ

ગતિ (motion) : અવકાશમાં આવેલા પદાર્થનું સ્થાન બદલાય ત્યારે ઉદભવતી રાશિ. ગતિ માટે નિરપેક્ષ ખ્યાલ વિચારવા કરતાં સાપેક્ષ ખ્યાલ વિચારવો વધુ યોગ્ય છે. કોઈ એક પદાર્થ બીજા પદાર્થના સંદર્ભમાં સાપેક્ષ ગતિમાં હોય પરંતુ તે ત્રીજા પદાર્થના સંદર્ભમાં સ્થિર પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે, ટ્રેનમાંનો મુસાફર રેલવે લાઇન પાસે જમીન ઉપર…

વધુ વાંચો >

ગતિજ ઊર્જા

ગતિજ ઊર્જા (kinetic energy) : ગતિમાન પદાર્થ સાથે સંકળાયેલી ઊર્જા. આ ઊર્જાને ગતિશક્તિ પણ કહે છે. પદાર્થની ગતિજ ઊર્જા તેના અર્ધા દ્રવ્યમાન અને તેના વેગના વર્ગના ગુણાકાર જેટલી હોય છે. ગતિજ ઊર્જાને E, પદાર્થના દ્રવ્યમાનને m અને તેના વેગને v વડે દર્શાવીએ તો પદાર્થની સ્થાનેતર ગતિ માટે, E = ½mv2…

વધુ વાંચો >