હસુ યાજ્ઞિક
સનેડો
સનેડો : સાખીયુક્ત રમૂજી નાટ્યાત્મક કથાગીતનો, પૂર્વ પરંપરામાં નવું પોષણ પામીને વિકસેલો અને લોકપ્રિય બનેલો એક પ્રકાર. વિશેષત: ઉત્તર ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા, લોકરંજક તત્ત્વો, વિશિષ્ટ કથાવસ્તુ અને લોકઢાળ ધરાવતા આ આધુનિક પ્રકારનાં મૂળ પ્રાચીન-મધ્યકાલીન રમૂજી નાટ્યાત્મક ગીતોની પરંપરામાં છે. ‘સનેડો’ની વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ ‘સ્નેહ’ને ‘ડો’ પ્રત્યય લગાડીને થઈ છે. ‘સ્નેહ’નું…
વધુ વાંચો >સરજૂ-ગાન
સરજૂ–ગાન : સૌરાષ્ટ્રના વૈશ્યસુતાર, સોરઠિયા રબારી અને ભોપા રબારીઓમાં ગાવામાં આવતાં શક્તિસ્તોત્રો માંહેનો એક પ્રકાર. આ જાતિ-જ્ઞાતિમાં નવરાત્રિના સમયે તથા શેલણ/છેલણ, કળશ અને પૂજ જેવી બાધાની વિધિઓના સમયે શક્તિસ્તોત્રનો વિશિષ્ટ પ્રકાર ઊંચા અને આંદોલિત સ્વરે ગવાય છે અને તે ગાનરચનાના પ્રત્યેક શબ્દના પ્રત્યેક અક્ષરની વચ્ચે હા-હે-હો જેવા બીજમંત્રરૂપ અક્ષરો ઉમેરીને…
વધુ વાંચો >સંગીતકલા : ભારતીય અને પાશ્ચાત્ય
સંગીતકલા : ભારતીય અને પાશ્ચાત્ય સંગીત : સ્વરના માધ્યમે અભિવ્યક્ત થતી લલિતકલા. અહીં સ્વર એટલે સૂર. નિશ્ચિત એવા નાદની નિશ્ચિત અને સ્થિર ઊંચાઈ તે સૂર જેને સંગીતની પરિભાષામાં સા, રે, ગ, મ, પ, ધ, નિ એવી સાત અક્ષરસંજ્ઞાથી ઓળખવામાં આવે છે. સાહિત્યનું માધ્યમ ભાષા અને સંગીતનું માધ્યમ સૂર કે સ્વર…
વધુ વાંચો >સાખી
સાખી : દોહા કે અન્ય માત્રિક છંદનાં બે ચરણ ધરાવતો, ભજનના આરંભમાં કે કથાત્મક દીર્ઘ વા મધ્યમ કદની સમૂહગેય રચનામાં વિલંબિત લયમાં ગવાતો ઢાળ. ‘સાખી’ શબ્દના મૂળમાં સંસ્કૃત ‘સાક્ષી’ શબ્દ છે. જ્યારે કોઈ વાતને સત્ય અને શ્રદ્ધેય ઠરાવવાની થાય ત્યારે તેમાં મુખ્ય બે પક્ષમાંથી એકેયના પક્ષમાં ન ગણાય એવા તટસ્થ…
વધુ વાંચો >સુશોભન-કલા
સુશોભન–કલા કોઈ પણ ભૌતિક વસ્તુની ઉપયોગિતાના મૂલ્યને જાળવીને કલા અને સૌન્દર્યની દૃષ્ટિએ તેમાં થતું ઉમેરણ-સંસ્કરણ. મકાન, પાત્ર, વસ્ત્ર, આભૂષણ વગેરે માનવ માટેની વસ્તુઓમાં માટી, સિમેન્ટ, રેતી, પથ્થર, લાકડું, ચામડું, ધાતુ, હાથીદાંત ને અન્ય હાડકાં, મોતી, કોડી-શંખ-છીપ, ઊન, સૂતર, રેશમ તથા સિન્થેટિક યાર્ન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આવી ચીજવસ્તુઓના નિર્માણમાં…
વધુ વાંચો >હંસાઉલી
હંસાઉલી : ભવાઈના પિતા કહેવાતા અસાઇતે ઈ. સ. 1371માં લખેલી કુલ 438 કડીનું પૂર ધરાવતી મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા. દુહા અને ચોપાઈમાં લખાયેલી હસ્તપ્રતના રૂપમાં ઉપલબ્ધ બનેલી આ પહેલી મનોરંજક પદ્યવાર્તા છે. એનું કથાનક આ પ્રમાણે છે : પાટણપુર પહિઠાણના રાજા નરવાહનને સ્વપ્ન આવ્યું કે એનાં લગ્ન કણયાપુર પાટણના કનકભ્રમ રાજાની…
વધુ વાંચો >હીંચ-હમચી
હીંચ-હમચી : તિસ્ર જાતિના તાલ અને તેમાં થતાં લોકનૃત્યનો પ્રકાર. હીંચ ત્રણ-ત્રણ માત્રાના બે ખંડ ધરાવતો કુલ છ માત્રાઓના એકમનો તાલ છે. એની માત્રા તથા તબલા કે ઢોલ પરના બોલ આ પ્રમાણે હોય છે : + 0 1 2 3 4 5 6 ધા નાગી ના તી નાક તા આ…
વધુ વાંચો >