હરેશ જયંતીલાલ જાની
ગિયર
ગિયર : મશીનના એક ભાગમાંથી બીજા ભાગમાં પરિભ્રામી ગતિ (rotating motion) અને શક્તિનું સંચારણ કરનારી યાંત્રિક પ્રયુક્તિ(mechanical device). વ્યવહારમાં ઘણી જગ્યાએ ગતિસંચારણ જરૂરી બને છે. એક શાફ્ટ ઉપરથી બીજી શાફ્ટ ઉપર ગતિનું તથા શક્તિનું સંચારણ (transmission) કરવા માટે ઘણી રીતો પ્રચલિત છે. તેમાં પટ્ટાચાલન, રસ્સાચાલન, સાંકળચાલન, ઘર્ષણચક્ર તથા દંતચક્ર (gear…
વધુ વાંચો >ગિરમીટ
ગિરમીટ (hand auger) : લાકડામાં મોટા અને લાંબા બોલ્ટ બેસાડવા સારુ ઊંડાં કાણાં પાડવા માટે વપરાતું, સુથારીકામમાં વપરાતાં વિવિધ હાથ-ઓજારોમાંનું એક. આ ઓજારનો મુખ્ય ભાગ પોલાદના લાંબા સળિયામાંથી બનાવેલ 40થી 60 સેમી. લાંબી દાંડી હોય છે. દાંડીનો ઉપરનો ભાગ વધુ જાડો અને ચોરસ બનાવવામાં આવે છે. આ ભાગ હાથો ભરાવવાના…
વધુ વાંચો >ગીઝર
ગીઝર (geyser) : વિદ્યુત-તાપક(electric heater)ની મદદથી ગરમ પાણી મેળવવાનું ગૃહ-ઉપયોગી સાધન. ગીઝરનો મૂળ અર્થ ગરમ પાણીના ફુવારા થાય છે. વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરી ગરમ પાણી મેળવવાનાં અનેક ઉપકરણો સુલભ છે. ઊંચું તાપમાન મેળવવા માટે વપરાતાં વિદ્યુત-તાપકોમાં વીજરોધક (resistors), પરા-વૈદ્યુતકો (dielectricals), વીજપ્રેરકો (electrical inductors) અને વીજચાપ (electric arc) મુખ્ય છે. ગીઝરમાં…
વધુ વાંચો >ગૅસોલીન એન્જિન
ગૅસોલીન એન્જિન : અંતર્દહન એન્જિનનું એક વિશિષ્ટ સ્વરૂપ. તેમાં ગૅસોલીનની બાષ્પ અને હવાના મિશ્રણને પ્રજ્વલિત કરી શક્તિ મેળવવામાં આવે છે. જે એન્જિનમાં સિલિન્ડરમાંના બળતણનું દહન થઈ ઉષ્માશક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર થતું હોય તે એન્જિનને અંતર્દહન એન્જિન અથવા આંતરિક દહન એન્જિન કહે છે. આ પ્રકારના એન્જિનમાં ડીઝલ, પેટ્રોલ અથવા ગૅસનું પ્રજ્વલન…
વધુ વાંચો >ઘન પદાર્થોની જથ્થામાં હેરફેર
ઘન પદાર્થોની જથ્થામાં હેરફેર (bulk handling of solids) : પૅક નહિ કરેલાં, વિભાજિત દ્રવ્યોની મોટા જથ્થામાં હેરફેર માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ. પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. તે માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલ યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઘન પદાર્થના જથ્થાને…
વધુ વાંચો >ઘરઘંટી (વીજચાલિત)
ઘરઘંટી (વીજચાલિત) : અનાજ અથવા મસાલાને બારીક દળવાનું ગૃહઉપયોગી વીજળિક સાધન. શરૂઆતમાં માનવ જંગલમાંથી ફળફૂલ વગેરે વસ્તુઓ લાવીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતો. તે વસ્તુઓના ભાગ કરવા માટે અથવા તો તેને બારીક કરવા માટે પથ્થરનો ઉપયોગ કરતો અને પથ્થરથી તોડીને, દબાવીને અને કચડીને પોતાની જરૂરિયાત સંતોષતો. ત્યારબાદ મનુષ્યજાતિનો વિકાસ થતો…
વધુ વાંચો >ઘસાઈ-યંત્ર
ઘસાઈ-યંત્ર : પરિભ્રમિત અપઘર્ષક (abrasive) ચક્ર અથવા પટ્ટા (belt) દ્વારા ધાતુના ખરબચડા ઢાળેલા અને ફૉર્જિંગ્સ (forgings) જેવા અપરિષ્કૃત (unfinished) ભાગોને યોગ્ય ઘાટ આપવા અથવા તેમનાં પરિમાણ (dimensions) બદલવા જેવા પરિષ્કૃત (finishing) કામ માટે વપરાતું ઓજાર (tool). વિવિધ અપઘર્ષકો પૈકી સિલિકન કાર્બાઇડ(SiC)નો ઉપયોગ ભરતર (cast) લોખંડ જેવા કઠિન અને બરડ પદાર્થો…
વધુ વાંચો >ચક્ર
ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…
વધુ વાંચો >ચક્ર અને ધુરા/ધરી
ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…
વધુ વાંચો >ચાકી (nut)
ચાકી (nut) : ચોરસ (4 પાસાંવાળું) અથવા ષટ્કોણીય (6 પાસાંવાળું) પ્રિઝમ આકારવાળું અને બોલ્ટના બાહ્ય આંટા સાથે જોડાણ કરીને યંત્રના ભાગોને ચુસ્ત રીતે જકડી રાખનારું સાધન. ઇજનેરી ઉદ્યોગમાં હંગામી બંધક (fastener) તરીકે ચાકીનો ઉપયોગ બોલ્ટ અથવા સ્ક્રૂ સાથે થાય છે. તે યંત્ર અથવા સંરચના(structure)ના ભાગોને મજબૂત રીતે જોડી રાખે છે;…
વધુ વાંચો >